પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ માટે નવા પ્રાણ ફૂંકશે….???

0
6

લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે જ કાંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા ગાંધીને કાંગ્રેસનાં મહામંત્રી બનાવીને ઉત્તર પ્રદેશના અખાડામાં ઉતારી દીધાં તેના કારણે રાષ્ટ્રીય રાજકારણમાં થોડી ગરમી આવી ગઈ છે. રાહુલે પ્રિયંકાને લોકસભાની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના પૂર્વ વિસ્તારનો હવાલો આપ્યો છે. કાંગ્રેસે સત્તાવાર રીતે કરેલી જાહેરાત પ્રમાણે પ્રિયંકા ગાંધી ૧ ફેબ્રુઆરીથી પૂર્વ ઉત્તર પ્રદેશમાં મોરચો સંભાળશે ને ત્યાં જ ધામા નાંખીને ફરી વળશે. રાહુલ ગાંધીએ પશ્રિ્‌ચમ ઉત્તર પ્રદેશ માટે જ્યોતિરાદિત્ય સિંધિયાને સેનાપતિ બનાવ્યા છે. સિંધિયા તો એ પહેલાં ઉત્તર પ્રદેશ પહોંચી જવાના છે ને કામ શરૂ કરી દેવાના છે એ જાતાં ઉત્તર પ્રદેશમાં બીજા રાજકીય પક્ષો પહેલાં જ કાંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે એક્શન મોડમાં આવી જશે.
કાંગ્રેસમાં આ નિર્ણયના કારણે ઓચ્છવનો માહોલ છે ને કાંગ્રેસીઓ એવી વાતો કરી રહ્યા છે કે, પ્રિયંકા મેદાનમાં આવ્યાં એટલે હવે ઉત્તર પ્રદેશમાં કાંગ્રેસ સપાટો બોલાવી દેશે. રાહુલ ગાંધી પોતે પણ એવી જ વાતો કરી રહ્યા છે. રાહુલે તો પ્રિયંકાની નિમણૂક પછી મીડિયા સામે એવું કÌšં કે, મેં જ્યોતિરાદિત્ય અને પ્રિયંકાને બે-ચાર મહિના માટે ઉત્તર પ્રદેશ નથી મોકલ્યાં પણ હવે પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં કાંગ્રેસના મુખ્યમંત્રીને બેસાડીને જ પાછી આવશે.
રાહુલની વાત અતિ ઉત્સાહમાં કહેવાયેલી છે ને રાજકારણીઓ આ પ્રકારની મોંમાથા વિનાની વાતો કર્યા કરતા હોય છે. પોતાના કાર્યકરોમાં જાશ આવે એ માટે તેમણે આવી વાતો કરવી પડતી હોય છે. રાહુલે પણ એ રીતે જ આ વાત કરી નાંખી છે પણ અત્યારે ઉત્તર પ્રદેશમાં જે રાજકીય માહોલ છે એ જાતાં કમ સે કમ એક દાયકા લગી તો ઉત્તર પ્રદેશમાં કાંગ્રેસ સરકાર બનાવી શકે તેવા કોઈ અણસાર નથી. આ માહોલમાં કોઈને રાહુલ ગાંધીની વાત કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી લાગે પણ રાજકારણમાં ક્્યારે કોના દાડા ફરી જાય એ નક્કી નથી હોતું. ઉત્તર પ્રદેશમાં ભાજપના કિસ્સામાં એવું થયું જ છે.
ભાજપે ૧૯૯૧ની ચૂંટણીમાં ચોખ્ખી બહુમતી મેળવીને સરકાર રચેલી. એ વખતે જ ભાજપે અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો મુદ્દો ચગાવેલો ને એ હઈસો હઈસોમાં ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી મÂસ્જદ તોડી પડાઈ હતી. બાબરી તૂટી ને ભાજપની એવી બુંદ બેઠી કે ભાજપને એ પછી ઉત્તર પ્રદેશમાં જીતવાનાં ફાંફાં પડી જ ગયેલાં. છેલ્લે છેલ્લે તો ભાજપની એવી હાલત થઈ ગયેલી કે, એ ત્રણ આંકડે પણ નહોતો પહોંચી શક્્યો. તેના કારણે બધાએ ઉત્તર પ્રદેશમાં ભાજપના નામનું નાહી જ નાંખેલું ને પછી અચાનક જ ભાજપના દાડા આવી ગયા. ભાજપે કદી કલ્પના પણ નહોતી કરી એવી ત્રણ ચતુર્થાંશ બહુમતી સાથે તેણે સત્તા કબજે કરીને બધાંનાં ડોઘલાં ડૂલ કરી નાખ્યાં.
કાંગ્રેસના કિસ્સામાં પણ એવું બની શકે કેમ કે આપણે ત્યાં લોકો મતદાન મુદ્દાઓના આધારે કરતા નથી પણ ભાવાવેશમાં કરે છે. કાંગ્રેસની તરફેણમાં એવો મુદ્દો આવી જાય તો કાંગ્રેસના પણ દાડા ફરી જાય ને એ પણ ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવી દે એવું બની જાય. એવું થશે ત્યારે થશે પણ અત્યારે એવો કોઈ મુદ્દો નથી કે જેના કારણે અચાનક કાંગ્રેસ પર લોકોને વહાલ ઊભરાઈ આવે. બલકે અત્યારે જે સ્થિતિ છે તેમાં તો કાંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સાવ પતી ગયેલી છે ને તેને બેઠી કરવી એ બહુ કપરું કામ છે. તેમાં પણ પૂર્વ ઉત્તર પ્રદેશમાં તો કાંગ્રેસનો પત્તો પણ ના લાગે એવી હાલત છે એ જાતાં પ્રિયંકા ગાંધીએ કાંગ્રેસને ફરી બેઠી કરવી હોય તો રીતસર મજૂરી જ કરવી પડે એમ છે.
પ્રિયંકાને અત્યારે પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપાઈ છે ને આ વિસ્તારમાં કાંગ્રેસના ચણાય નથી આવતા. આ વિસ્તારમાં વિધાનસભાની ૧૪૧ બેઠકો છે. છેલ્લા એક દાયકામાં કાંગ્રેસની જે અવદશા થઈ છે તેના પર નજર નાંખશો તો સમજાશે કે પ્રિયંકાએ કાંગ્રેસને ફરી બેઠી કરવા કાળી મજૂરી કરવી પડે એમ છે. ઉત્તર પ્રદેશમાં કુલ ૭૫ જિલ્લા છે ને તેમાંથી ૨૫ જિલ્લા પૂર્વ ઉત્તર પ્રદેશમાં છે. આ વિસ્તારમાં લોકસભાની ૩૦ બેઠકો છે. નરેન્દ્ર મોદીનો મતવિસ્તાર વારાણસી અને યોગી આદિત્યનાથનો મતવિસ્તાર ગોરખપુર બંને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આવે છે.
૨૦૦૯ની લોકસભા ચૂંટણી વખતે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કાંગ્રેસે ૨૧ બેઠકો જીતી હતી. એ વખતે કાંગ્રેસ અજીતસિંહની રાષ્ટ્રીય લોકદળ સાથે મળીને ચૂંટણી લડેલી. અજીતસિંહની પાર્ટીએ ૫ બેઠકો જીતેલી ને એ રીતે કાંગ્રેસનું ગઠબંધન ૨૬ એટલે કે લગભગ ત્રીજા ભાગની બેઠકો જીત્યું હતું. આ ૨૧ બેઠકોમાંથી ૭ બેઠકો કાંગ્રેસે પૂર્વ ઉત્તર પ્રદેશમાંથી જીતેલી. એ રીતે કાંગ્રેસનો દેખાવ ખરેખર સારો હતો. એ પછી ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં કાંગ્રેસે ૩૫૫ બેઠકો પર ને અજીતસિંહે ૪૬ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખેલા. એ વખતે કાંગ્રેસે ૨૮ બેઠકો જીતેલી જ્યારે અજીતસિંહની પાર્ટીએ ૯ બેઠકો જીતી હતી. કાંગ્રેસે જીતેલી ૨૮ બેઠકોમાંથી ૧૨ બેઠકો પૂર્વ ઉત્તર પ્રદેશમાંથી જીતી હતી.
કાંગ્રેસનો દેખાવ ૨૦૦૯ અને ૨૦૧૪માં એટલો શરમજનક નહોતો પણ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીથી તેની બુંદ બરાબરની બેઠી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કાંગ્રેસને આખા ઉત્તર પ્રદેશમાં ગણીને બે બેઠકો મળી હતી ને તેમાંથી એક એટલે કે અમેઠી પૂર્વ ઉત્તર પ્રદેશમાં હતી. કાંગ્રેસને કુલ મતદાનમાંથી માત્ર ૬ ટકા મત મળ્યા હતા. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કાંગ્રેસને ગણીને ૭ બેઠકો મળી હતી ને તેમાંથી માત્ર ૧ પૂર્વ ઉત્તર પ્રદેશમાં હતી. ટૂંકમાં કાંગ્રેસ ધોવાઈ તો આખા ઉત્તર પ્રદેશમાંથી ગયેલી પણ પૂર્વ ઉત્તર પ્રદેશમાંથી તો સાવ સાફ થઈ ગયેલી.
ઉત્તર પ્રદેશમાં કાંગ્રેસની સ્થિતિ કેવી છે તેનું આ ચિત્ર છે ને તેના પરથી જ પ્રિયંકાએ કેવી મહેનત કરવી પડશે તેનો અંદાજ લગાવી જુઓ. અત્યારે જે માહોલ છે એ જાતાં પ્રિયંકાએ રણમાં વહાણ ચલાવવું પડે તેવા દાડા છે. ગમે તેવો આશાવાદી માણસ પણ હતાશ થઈ જાય એવી કાંગ્રેસની હાલત છે ને પ્રિયંકાએ આવી કાંગ્રેસને બેઠી કરવાની છે. એક રીતે જાઈએ તો પ્રિયંકાએ મડદામાં પ્રાણ પૂરવાના છે. રાહુલને આ Âસ્થતિની ખબર નહીં હોય એવું નથી પણ તેમણે પ્રિયંકાને આ જવાબદારી સોંપી છે એ જાતાં તેમની હિંમતને દાદ દેવી પડે. પ્રિયંકાને પણ સલામ મારવી પડે કે, ધબોનારાયણ થવાની પૂરી ગેરંટી છે છતાં તેણે આ જવાબદારી સ્વીકારવાની હિંમત બતાવી. કાંગ્રેસમાં નહેરુ-ગાંધી ખાનદાન કહે એ જ સવા વીસ ગણાય છે એ જાતાં રાહુલ પ્રિયંકાને કાંગ્રેસ જારાવર હોય એવા કોઈ રાજ્યની જવાબદારી સોંપીને વાહવાહી કરાવી શક્્યા હોત. તેના બદલે તેમણે સૌથી અઘરું રાજ્ય જ સોંપ્યું. પ્રિયંકાને પૂછ્યા વિના આ નિર્ણય લેવાયો ના હોય એ જાતાં બંનેએ જીવ પર આવીને રમી લેવાનું નક્કી કર્યું છે એ નક્કી છે.
પ્રિયંકા અને રાહુલનો આ મોટો દાવ શું પરિણામ આપશે એ ખબર નથી પણ પ્રિયંકા માટે કાળાં વાદળોમાં રૂપેરી કોર છે જ. ભાજપે ઉત્તર પ્રદેશમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સપાટો બોલાવી દીધો તેનું કારણ નરેન્દ્ર મોદીની લહેર હતી. મોદીએ જબરદસ્ત માર્કેટિંગ કરીને પોતાની વિકાસ પુરુષ તરીકેની ઈમેજ ઊભી કરી હતી. તેના કારણે લોકોને એવું લાગેલું કે, મોદી સત્તામાં આવશે તો આ દેશની કાયાપલટ કરી નાંખશે. લોકો મોંઘવારી અને કાંગ્રેસના ભ્રષ્ટાચારથી કંટાળેલાં તેથી મોદીમાં તેમને દેશના તારણહાર દેખાયેલા તેથી મતદારો તેમના પર ઓળઘોળ થઈ ગયા હતા. મોદીની એ આંધીમાં ઘણા ધુરંધરો ધરાશાયી થઈ ગયેલા. કાંગ્રેસને સૌથી વધારે નુકસાન થયેલું કેમ કે કાંગ્રેસ સત્તામાં હતી.
અત્યારે મોદીની કે બીજા કોઈના નામની કે રાજકીય પક્ષની એવી કોઈ આંધી નથી તેથી કાંગ્રેસ માટે ફરી બેઠા થવાની તક છે. કાંગ્રેસ ભાજપ જેવો સપાટો બોલાવીને ઉત્તર પ્રદેશમાં ફરી વળશે તેવી આશા જરા વધારે પડતી છે પણ એ કમ સે કમ ૨૦૦૯ જેવો દેખાવ કરી શકે તો પણ ઘણું છે. ૨૦૦૯માં કાંગ્રેસે લોકસભાની ૨૧ બેઠકો જીતી હતી. એ વખતે જાટ મતબેંક પર વર્ચસ્વ ધરાવતા અજીતસિંહ સાથે જાડાણ કરીને કાંગ્રેસે શાનદાર દેખાવ કરેલો. અત્યારે પણ માયાવતી-અખિલેશ સંપી ગયાં ને બંનેએ ૩૮-૩૮ બેઠકો વહેંચી લઈને કાંગ્રેસની સાથે અજીતસિંહને પણ લટકાવી દીધા છે. કાંગ્રેસ પાસે દલિત અને સવર્ણોની મતબેંક છે ને તેમાં અજીતસિંહની જાટ મતબેંક જાડાય તો બંને ભેગાં મળીને બે આંકડે તો પહોંચી જ જાય એવી હાલત છે. પ્રિયંકા એટલું કરાવી શકે તો એ પણ મોટી સિદ્ધિ ગણાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY