રવિવારે સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને બરાબર એ જ દિવસથી ભાજપે ૨૦૧૯ની ચૂંટણીનું રણશિંગુ ફૂંકયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય અને અતિસામાન્ય વર્ગને ખૂબ જ મદદરૂપ થાય તેવી આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના લાગુ કરી હતી અને આ સાથે સત્તા પક્ષ અને વિપક્ષો વચ્ચે આ યોજનાને લઈ આકરાં પ્રહારો શરૂ થઈ ગયા હતા. આ યોજના હેઠળ દેશના લગભગ ૧૧ કરોડ પરિવારને આવરી લેવાયા છે જેને વર્ષ દરમિયાન રૂ. પાંચ લાખનું વીમાકવચ આપવામાં આવ્યું છે. બીજી કે ત્રીજી શ્રેણી હેઠળની હોસ્પિટલમાં આ વીમાકવચ હેઠળના પરિવારના સભ્યો વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીનો ઈલાજ કરાવી શકશે. આ યોજના હેઠળ લાભાર્થીઓએ હોસ્પિટલમાં રૂ. પાંચ લાખ સુધી કોઈ રકમ ભરવી પડશે નહીં અને તમામ કારભાર કેશલેસ રહેશે. ભાજપે આ યોજનાને ઐતિહાસિક ગણાવી છે અને વિશ્ર્વમાં કોઈ પણ દેશમાં આવી કોઈ યોજના હજુ સુધી ચાલુ નથી કરાઈ તેવો દાવો પણ કરી દીધો છે. સામા પક્ષે આ યોજનાની જાહેરાત સાથે જ કાંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કાગારોળ મચાવી છે અને આ યોજના ફરી પાછો કેન્દ્ર સરકારનો સફેદ હાથી સાબિત થશે તેવો આરોપ પણ લગાવી દીધો છે. કુલ પાંચ રાજ્યોએ આ યોજના લાગુ કરવાનો ઈનકાર કર્યો છે. આ તમામ રાજ્યોમાં ભાજપની સરકાર નથી એ તો સ્પષ્ટ છે. લગભગ છેલ્લા બે મહિનાથી રાફેલ સોદા અને પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને મુદ્દે ઘેરાયેલી ભાજપ સરકારને આ યોજનાથી થોડું બળ મળ્યું છે. સૌથી મહ¥વની વાત એ છે કે આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાંથી લગભગ આઠ લાખ પરિવારો જાડાયા છે. આમેય શહેરી વિસ્તારોમાં ભાજપનો દેખાવ લગભગ દરેક ચૂંટણીમાં સારો રહ્યો છે. સૌથી મોટી અસર ભાજપને ગ્રામિણ વિસ્તારમાં થતી હોય છે.
હવે જા આઠ કરોડ પરિવારને આ યોજનાથી લાભ થાય તો ૨૦૧૯માં ભાજપ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પોતાની સ્થિતિ મજબૂત કરી શકે તેમ છે. ૨૦૧૯ની ચૂંટણીને હજુ છ મહિનાની વાર છે. છ મહિનામાં જા આ યોજના સફળ થઈ ગઈ તો ભાજપને મોટી રાહત થઈ શકે તેમ છે. વળી આ યોજના કોઈ જાતિ કે વર્ગ માટે અનામત ન હોવાથી તમામ લોકો આનો લાભ લઈ શકશે. આ યોજનાથી સરકારને માથે કેટલો મોટો બોજ પડશે એ પછીની વાત છે, પરંતુ ત્યાં સુધીમાં તો ભાજપ ફરી પાછું સત્તા પર આવી ચૂક્્યું હશે. હાલ ભાજપ પાસે લોકો સમક્ષ જવા માટે કોઈ મુદ્દો છે નહીં. ત્રાસવાદ, કાળાં નાણાં, બેરોજગારી, મોંઘવારીને મુદ્દે ભાજપ લોકો પાસેથી ફરીથી મત માગી શકે તેમ છે નહીં. મંદિર મુદ્દો અને કલમ ૩૭૦ પણ હાલ ભાજપે અભેરાઈ પર ચઢાવી દીધી છે એવામાં ગરીબો માટે ખાસ આ યોજના અમે લાવ્યા તેવો દાવો કરીને ભાજપ ફરીથી મત માગી શકે તેમ છે. બીજું આપણી જનતાની યાદદાસ્ત ખૂબ જ ઓછી હોય છે, ત્રાસવાદ, મોંઘવારી અને ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના ડામથી દાઝેલી જનતાને લાધેલા ઘા વીમાકવચના આ મલમથી રૂઝાઈ પણ શકે તેમ છે. આમ કાંગ્રેસ, આમ આદમી પાર્ટી કે બીજા વિપક્ષો ભલે કાગારોળ કરતાં રહે, અત્યારના સમયે તો આ મુદ્દે આયુષ્યમાન ભારત યોજના ૨૦૧૯માં ભાજપનું આયુષ્ય વધારનાર સાબિત થશે એમ કહીએ તો નવાઈ નહીં.(જી.એન.એસ)
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



