તમારા નામની આગળ આદરણીય અથવા મિત્ર લખવુ હવે મને ઉચિત લાગતુ નથી તેના કારણે સીધા નામથી સંબોધન કરી રહ્યો છું, રાજકારણ એક અલગ વિષય છે અને સંબંધોની પવિત્રતા જુદો વિષય છે, પણ કદાચ તમને તે વાત સમજાશે નહીં કારણ તમારો રાજકીય ઉછેર જેમની વચ્ચે થયો છે ત્યાં જ આ પ્રકારના શિક્ષણનો અભાવ રહ્યો છે. રાજકીય વિચારધારા અલગ હોઈ શકે છે અને તમે કોંગ્રેસ ઉપર આરોપ મુકો અને કોંગ્રેસ તમારી ઉપર આરોપ મુકે તે સમજાય તેવી બાબત છે. કારણ તમારા બંન્નેનું લક્ષ સત્તા તરફનું છે. પણ અહિંયા પ્રશ્ન એવો નથી તમારા બંન્ને વચ્ચે કોઈ સારૂ અને નરસુ છે પરંતુ તમે રાધનપુરમાં રાહુલ ગાંધી માટે જે પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો તે સાંભળી મને લાગ્યું કે મારે તમારૂ ધ્યાન દોરવું જાઈએ કે તમે એક રાષ્ટ્રીય પક્ષના પ્રદેશ અધ્યક્ષ છો તમે રોડ છાપ મવાલી નથી.
તમે રાધનપુરની લોકોને સંબોધતા કહ્યું કે રાહુલ ગાંધીને દેશના સંસ્કાર કેવી રીતે સમજાશે કારણ તેઓ જન્મયા ત્યારથી તેમના ઘોડિયાની આસપાસ કમાન્ડો હતા. તમારી વાત સાચી છે રાહુલનો જન્મ ૧૯ જુન ૧૯૭૦ના રોજ થયો ત્યારે રાહુલના દાદી ઈન્દીરા ગાંધીનો સુર્ય મધ્યાહને હતો, કોણે કિયા જન્મ લેવો તે પોતે નક્કી કરવાનું હોતું નથી. રાહુલ દેશના વડાપ્રધાનના પૌત્ર તરીકે જન્મયા હતા જેના કારણે સ્વભાવીક હતું કે તેમની સુરક્ષા માટે કમાન્ડો હોય. રાહુલ વડાપ્રધાનના પૌત્ર તરીકે જન્માય તેમાં તેમનો તો કોઈ વાંક ન્હોતો, શ્રીમંતો સંસ્કાર વિહીન હોય છે તેવું પણ હોતુ નથી. આપણા દેશના અંબાણી, અદાણી, રતન ટાટા અને અઝીઝ પ્રેમજી જેવા ઉદ્યોગપતિઓ જન્મજાત શ્રીમંત હતા અને તેમની સુરક્ષા માટે સલામતી રક્ષકો રહેતા હતા? એટલે તેમને પણ આપણે પુછીશું કે તમને દેશના સંસ્કારની કેવી રીતે ખબર પડે.
સંસ્કારને ગરીબી અને શ્રીમંતાઈ સાથે કોઈ સંબંધ હોતો નથી, જીતુ વાઘાણી તમારી ઉંમર પણ રાહુલ ગાંધી જેટલી જ છે ૧૧ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ તમારો જન્મ થયો, તમે શ્રીમંત પરિવારમાં જનમ્યા ન્હોતા એટલે તમે તો સંસ્કારી હોવા જાઈતા હતા, પરંતુ તમે રાહુલની ટીકા કરવામાં પ્રમાણભાન ગુમાવ્યું અને તમે કહ્યું કે રાહુલ જ્યારે માતાનું દૂધ પિતા હશે ત્યારે પણ કમાન્ડો ત્યાં હાજર રહેતા હતા કે નહીં તેની મને ખબર નથી. વાઘાણી તમારી પાસે પણ માતા છે, તમારે પાસે પણ તમારા બાળકોની માતા છે, તમને તો ખબર હોવી જાઈએ કે સ્તનપાન કેટલી પવિત્ર બાબત છે. ગોધરા અને દાહોદથી શહેરમાં મજુરી કરવા આવતી સ્ત્રીઓ રસ્તા ઉપર પોતાના બાળકને પાલવ આડો કરી સ્તનપાન કરાવે છે, છતાં આ દશ્ય જાનાર કોઈ પણ માણસના મનમાં વિકાર જન્મતો નથી કારણ સ્તનપાન અત્યંત પવિત્ર અને ઈશ્વરે દુનિયામાં જન્મ લેનાર દરેક બાળકને આપેલો પહેલો આશીર્વાદ છે. જે તમને અને મને પણ મળ્યો છે.
છતાં તમે તમારી સામે બેઠેલા થોડાક લોકોની તાળી માટે એક સંબંધની પવિત્રતાની જાહેરમાં ચર્ચા કરી, તમે માફી માગવી જાઈએ આવી સલાહ તો તમને આપી શકાય નહીં, કારણ તમારી ડિક્ક્ષનરીમાં માફી માંગવી અને માફી આપવી આવા કોઈ શબ્દો અથવા જાગવાઈઓ જ નથી. એટલે તેવી અપેક્ષા રાખવાનો અર્થ થાય તેમ નથી. કારણ સુર્ય પશ્ચિમમાંથી ઉગશે તેવી અપેક્ષા રાખવા જેવી વાત છે. રાહુલ ગાંધી સામે તમારા એકસો વાંધા હોય અને તેમાંથી કેટલાંક સાચા હશે તેની પણ ચર્ચા અહિંયા કરવી નથી પણ તમારો વાંધો શું છે તમને જ ખબર, રાહુલ કમાન્ડો વચ્ચે રહે છે તે તમારો મોટો વાંધો છે.
હમણાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે જા તેમને સંતાનો અને પૌત્ર હોત તો તેમની સલામતી માટે પણ કમાન્ડો રહેતા. અમિત શાહ રાષ્ટ્રીય પ્રમુખ છે તો પણ તેમના પરિવારની સુરક્ષા માટે અમદાવાદમાં તેમના બંગલા બહાર પણ કમાન્ડો રહે છે, એટલે આપણે અમિત શાહના પુત્ર જય શાહની લાયકાત અંગે ચર્ચા કરીશું? કારણ અમિત શાહના બંગલે કમાન્ડો હોય છે. મેં પહેલા કહ્યું તેમ તમારી અને રાહુલની ઉંમર સરખી છે હું તમને એક પ્રશ્ન પુછીશ કે તમારી ઉમંર ૧૪ વર્ષની હતી ત્યારે તમારા ઘરનું સ્વજનનું કુદરતી મૃત્યુ પણ થયુ હતું અને થયુ હતુ તો તમને વેદના પણ થઈ હશે, તમે રડયા પણ હશો, આશા રાખીએ તમારા કોઈ સ્વજનની હત્યા તો નહીં જ થઈ હોય રાહુલ ગાંધી ૧૪ વર્ષની ઉમંરના હતા ત્યારે ૧૯૮૪માં ઈન્દીરા ગાંધીની હત્યા થઈ હતી.
૧૪ વર્ષની ઉમંરે રાહુલે પોતાની દાદી ગુમાવી હતી, ખબર નહીં ત્યારે રાહુલને ખુબ ડર પણ લાગ્યો હશે કારણ ઉંમર પણ નાની હતી અને ખુદ તમે જે કમાન્ડોની વાત કરો છો તેવા જ ઈન્દીરાના જ કમાન્ડોએ તેમની ઉપર ગોળીઓનો વરસાદ કરી શરીર ચારણી કરી નાખ્યું હતું. ૧૪ વર્ષના રાહુલે મોતની વેદનાને નજીકથી જાઈ હતી. હજી દાદીના મોત આધાત હતો ત્યાં બરાબર સાત વર્ષ પછી રાહુલ ગાંધી ૨૧ વર્ષના હતા ત્યારે દેશના વડાપ્રધાન અને તેમના પિતા રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. રાજીવની હત્યા એટલી નિર્મમ હતી કે રાજીવ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવામાં આવેલા શરીરને રીસતર પોટલામાં બાંધવો પડે તેવી સ્થિતિ હતી. ૨૧ વર્ષના રાહુલની પિતાને અગ્નીદાહ આપતી વખતે કેવી મનો સ્થિતિ હશે તેની આ આપણે કલ્પના પણ કરી શકતા નથી.
તમે સત્તા ઉપર રહો અથવા કોંગ્રેસ સત્તા ઉપર આવે અમારા જેવા સામાન્ય માણસના જીવનમાં કોઈ ફેર પડતો નથી, તકલીફ એટલી જ છે કે તમે રાજકારણ કરો તેની ગરિમા તો જાળવો કારણ તમે જે ભાષા બોલો છો તે અમારા બાળકો સાંભળે છે. અમને ડર છે કિયાક તે તમારી ભાષા બોલવા લાગે નહીં. ગુજરાત કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમાર કહે છે કે તમારી શારિરીક ઉંચાઈ છે પણ નૈતિકતાની ઉંચાઈ ઓછી છે, પણ હું તેવું પણ કહેતો નથી. હું તો વિનંતી કરીશ કે તમને ગુજરાતના પ્રદેશ પ્રમુખનું પદ અમિત શાહની મહેરબાનીને કારણે મળ્યું હોય તો પણ આપણે અમિત શાહની જેમ અને તેમને પસંદ પડે તેવી ભાષામાં બોલાવાની જરૂર નથી બાકી તમને કઈ કહેવું નથી ઈશ્વર તમને સુઝાડે તેવું કરજો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



