રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર માં સ્થપાયેલ ઈન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન કે જે ટીચર્સ યુનિ.તરીકે ઓળખાય છે તેના વહીવટ અને યુનિ.ના કુલપતિ શશિરંજન યાદવ સામે કોંગ્રેસ ની વિદ્યાર્થી પાંખ એન એસ યુ આઈ દ્વારા અતિ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં કુલપતિ કોઈ રૂપાળી લલનાઓની વચ્ચે સતત ઘેરાયેલા રહેતા હોવાનો અને આખી યુની.માં એક જ વ્યકિત કુલપતિની મનમાની અને અંધેર વહીવટ ચાલતો હોવાનો દવાઓ કરવામાં આવ્યો છે.
એન .એસ.યુ.આઈ.ના પ્રદેશ મહામંત્રી અમિત પારેખે ત્રણ પાનાં ભરીને ગંભીર આક્ષેપોનો વિગતો યુની.ના હોદ્દાની રુએ રાજ્યપાલ ઓ.પી.કોહલીને મોકલીને તપાસની માંગ કરી છે. તેમને દાવો કર્યો કે પરપ્રાંત ના કુલપતિ ૪-૫ રૂપાળી લલનાઓ ની વચ્ચે સતત બેસી રહે છે , જાહેરમાં ફિલ્મી ગીતો વગાડવામાં આવે છે અને આ બધું જા છડેચોક ચાલતું હોત તો બંધ બારણે બીજું શું શું નહિ ચાલતું હોવાનો ગંભીર ઈશારો પણ તેમણે કર્યો છે. ૧૪ મુદ્દા ના આવેદન પત્રમાં તેમને લખ્યું છે કે યુની.માં કુલપતિ જ લાયકાત વગરના છે, આખી યુની.માં સરળ સંચાલન માટે નિયમાનુસાર કોઈ કમિટી નથી,રજીસ્ટ્રાર ગેરકાયદેસર છે, કોઈ નિવૃત્ત ને સરકારી ડીન બનાવ્યા છે, કોઈ પ્રિન્સીપાલ ડો.કલ્પેશ પાઠક છે પરંતુ તેમની પાસેથી ચાર્જ લઈને ભગવાનભાઈ પટેલ ને ચાર્જ આપ્યો છે. યુની.માં કુલપતિ નું એકહથ્થુ ગેર શાસન ચાલે છે. સરકારી યુની. છતાં કન્યાઓ પાસેથી ગેરકાયદે રીતે ફી લેવામાં આવે છે.
યુની.માં સાંદીપની સ્કૂલમાં વગર ફીએ ૩૦ એડમિશન કરવામાં આવ્યાં છે. ૩૦ વિદ્યાર્થી ઓ માટે ૧૫ શિક્ષકો છે અને એક પ્રિન્સિપાલ છે. સ્કુલનું ફર્નિચર કોઈ રૂપાળી મહિલા ને વગર ટેન્ડરે બારોબાર ૩૦ લાખમાં કરાવામાં આવ્યું છે. યુની.માં ફીજીકલ વિભાગની જાણ બહાર ૨૦૦ મીટર નો ટ્રેક ખોટા માપથી બની ગયો છે. તમામ સાધનોની ખરીદી નિયામક ની જાણ બહાર કુલપતિ પોતે જ બારોબાર કરે છે. શા માટે આવી ખરીદી તેની તપાસ થવી જાઈએ. આવેદન પત્ર માં કુલપતિની ઓફીસમાં આખો દિવસ તેમની સાથે બેસનાર મહિલાઓના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે. દરમ્યાન શિક્ષણ જગતના સુત્રો પ્રમાણે આ યુની. માં ૩૦૦ છાત્રાઓ માટે જે અધ્યાપક ની નિમણુંકો કરવામાં આવી છે તેમાંથી મોટા ભાગની સારી દેખાવડી મહિલાઓને સેટ કરવા માટે તેમની એડહોક ધોરણે નિમણુંકો કરવામાં આવી છે. આ તમામ મહિલા એડહોક અધ્યાપક ની નિમણુક ની તપાસ થાય તો કેટલી ગેરરીતિ આચરવામાં આવી છે તે પણ બહાર આવે તેમ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



