મોદી સામે બખાળા કાઢતા ગડકરીનો અંતરાત્મા જાગી ઊઠ્યો..?!!

0
6

લોકસભાની ચૂંટણી ઢૂંકડી છે ને ભાજપ આ ચૂંટણી કઈ રીતે જીતવી તેની વેતરણમાં લાગેલો છે ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓ ભાજપની બજાવવા મચી પડ્યા છે. નીતિન ગડકરી તેમાંથી એક છે ને એ છાસવારે કંઈક ને કંઈક ડબકા મૂકીને ભાજપ ને મોદી સરકાર બંને માટે પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવો ઘાટ કરે છે. નીતિન ગડકરી આડકતરી રીતે નરેન્દ્ર મોદીની બજાવે છે ને તેનો તાજા દાખલો રવિવારે મુંબઈમાં તેમણે કરેલી વાત છે.
મુંબઈમાં ફિલ્મ અભિનેત્રી ઈશા કોપીકર ભાજપમાં જાડાઈ તેનો કાર્યક્રમ હતો ને તેમાં ગડકરી બરાબરના ખીલેલા. તેમણે મોકો જાઈને ચોક્કા ઠોકવાનું શરૂ કર્યું ને તેમાં મોદીને લપેટમાં લઈ લીધા. મોદી ૨૦૧૪ની ચૂંટણીમાં મોટાં મોટાં વચનો આપીને જીતી ગયેલા ને ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવેલી. હવે પોણા પાંચ વરસ પછી વિરોધીઓ મોદીએ કરેલી મોટી મોટી વાતોની યાદ અપાવીને તેમની બજાવી રહ્યા છે. ગડકરીએ મોદીનું નામ ના લીધું પણ આડકતરી રીતે તેમણે એ જ કામ કર્યું. ગડકરીએ આ સભામાં એવું કહ્યું કે, લોકોને સપનાં બતાવનારા નેતા સારા લાગે છે પણ એ જ સપનાં પૂરાં ના થાય તો લોકો તેમની ધોલાઈ પણ કરે છે. એટલા માટે એવાં જ સપનાં લોકોને બતાવવાં જાઈએ કે જે પૂરાં કરી શકાય.
ગડકરીએ એ પછી પોતાની યશોગાથા પણ ગાઈ નાખી ને જાહેર કર્યું કે, હું સપનાં બતાવનારો માણસ નથી પણ જે કહું છું એ સો ટકા ડંકે કી ચોટ પર પૂરું કરૂં જ છું. ગડકરીએ પોતાની યશોગાથામાં પોતે મહારાષ્ટ્રમાં પ્રધાન હતા ત્યારે શું શું કરેલું તેનો ચોપડો પણ ખોલી દીધો. પોતે મુંબઈ-પુણે બે કલાકમાં પહોંચી શકાય એવી વાત કરી ત્યારે કઈ રીતે પોતાની મજાક ઉડાવાતી હતી તેની પારાયણ પણ માંડી દીધી. સાથે સાથે પોતે મુંબઈમાં ૫૦ ફ્લાયઓવર બનાવવાનું જાહેર કર્યું ત્યારે પણ કઈ રીતે લોકો હસતા હતા તેની વાત પણ કરી નાખી. ગડકરીએ બીજી પણ ઘણી વાતો કરી છે ને એ બધી વાતો કરવાનો અર્થ નથી પણ તેમણે સપનાંની ને એ બધી જે પણ વાતો કરી એ મહ¥વની છે કેમ કે આ વાતો તેમણે સીધી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને કરી છે.
ગડકરીએ આ બધી વાતો પહેલી વાર નથી કરી. આ પહેલાં પણ આડકતરી રીતે નરેન્દ્ર મોદીને ટોણા મારતી વાતો એ પહેલાં પણ કરી જ ચુકવ્યા છે. ગયા મહિને જ તેમણે એવું કહેલું કે, ભાજપમાં કેટલાક લોકોએ બોલવાનું ઓછું કરીને વધારે કામ કરવાની જરૂર છે. રાજકારણીઓએ સામાન્ય સંજાગોમાં પણ ઓછું બોલવાનું રાખવું જાઈએ ને ભાજપના કેટલાક નેતાઓને તો આ વાત વધારે લાગુ પડે છે. એ પહેલાં ગડકરીએ એવું કહેલું કે, અમે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે વચનો આપવામાં પાછું વળીને જાયું નહોતું ને બેફામ ઠોકાઠોકી કરેલી. અમને ગળા લગી ભરોસો હતો કે, અમે કદી સત્તામાં આવી શકીએ તેમ નથી એટલે અમને મોટાં મોટાં વચનો આપવાની સલાહ અપાયેલી ને તેમાં ને તેમાં અમે ઈરાદાપૂર્વક ખોટાં વચનોની લહાણી કરેલી. હવે લોકો અમને એ વચનો પૂરાં કરવાનું યાદ કરાવે છે ત્યારે અમારા નેતાઓને મરચાં લાગે છે પણ એ દેખાય ના એટલે અમે હસતો ચહેરો રાખીને જવાબ આપ્યા વિના નીકળી જઈએ છીએ.
ગડકરીએ એ પહેલાં મહારાષ્ટ્રમાં મરાઠાઓનું અનામત આંદોલન પૂરજાશમાં ચાલતું હતું એ વખતે પણ મોદી સરકારની હાલત બગડી જાય એવી વાત કરેલી. એ વખતે ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં ગડકરીએ પધરામણી કરેલી.
મીડિયાએ ગડકરીને અનામત વિશે સવાલો કર્યા. આ સવાલોના જવાબમાં ગડકરીએ જે વાતો કરી એ ભાજપના નેતાઓને કે સરકારને માફક આવે એવી નહોતી. ગડકરીએ સૌથી મોટી વાત એ કરેલી કે, અનામતના મામલે મોટી મોંકાણ એ થઈ છે કે પછાતપણું હવે રાજકીય મુદ્દો બની ગયો છે ને પછાત ગણાવાની હોડ લાગેલી છે. ગડકરીએ બિહાર ને ઉત્તર પ્રદેશના બ્રાહ્મણોનું ઉદાહરણ પણ આપ્યું. બિહાર ને ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણો ધિંગી પ્રજા છે ને રાજકારણમાં તેમનો દબદબો છે પણ હવે તેમનેય પછાત ગણાઈને અનામત લેવાના કોડ જાગ્યા છે.
ગડકરીના કહેવા પ્રમાણે, એક વિચારધારા એવી છે કે, ગરીબ ગરીબ જ હોય છે ને તેને કોઈ ધર્મ, સમાજ કે ભાષાનાં બંધનમાં ના બાંધી શકાય. હિંદુ હોય, મુસ્લિમ હોય, મરાઠા હોય કે બીજું કોઈ હોય, દરેક સમાજમાં એવો વર્ગ છે જ કે જેની પાસે પહેરવા કપડાં નથી, ખાવા અનાજ નથી. આ લોકો ગરીબમાં પણ ગરીબ છે ને આપણે દરેક સમાજનાં આવાં લોકોને ધ્યાનમાં લઈને અનામતનો લાભ આપવો જાઈએ એવો એક વિચાર છે. ગડકરીએ એ પછી મોદીને સીધું નિશાન બનાવીને કહેલું કે, અત્યારે બધા અનામતની માગણી સાથેના ઝંડા લઈને ઊભા થઈ ગયા છે પણ માનો કે તેમને અનામત આપી દઈએ તો પણ નોકરીઓ જ કિયા છે ? ઈન્ફર્મેશન ટૅકનોલાજીના કારણે બૅંકોમાં રોજગારી ઘટી ગઈ છે ને સરકારમાં ભરતી જ થતી નથી ત્યારે નોકરીઓ છે ક્્યાં ? ગડકરીએ આડકતરી રીતે એવું જ કહી દીધેલું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આર્થિક વિકાસના ફડાકા મારે છે ને દેશમાં જંગી પ્રમાણમાં રોજગારી ઊભી થયાની વાતો કરે છે પણ અત્યારે ખરેખર નોકરીઓ જ નથી.
ગડકરીએ હવે પાછી એ જ વાત કરી છે ને ગડકરીની વાતનો શો અર્થ થાય એ કહેવાની જરૂર નથી. ગડકરીની વાતનો સીધો અર્થ એ થાય કે, બહારથી ભાજપમાં બધું સમુસૂતરું ચાલી રહેલું લાગે પણ અંદરખાને ઓલ ઈઝ વેલ નથી. એક સમય એવો હતો કે જ્યારે ભાજપ પર સંપૂર્ણપણે મોદીનો કબજા હતો ને મોદી સામે બોલવાની કોઈની હિંમત નહોતી ચાલતી. મોદી કહે એ સવા વીસ ને મોદી કરે એ સોળ આના સાચું જ હોય એવી હાલત હતી. ભાજપના ધુરંધર કહેવાતા નેતાઓએ પણ મોદી સામે ઘૂંટણ ટેકવી દીધા છે ને મોદીની જીહજૂરીને જીવન સમર્પિત કરી દીધું છે એવી હાલત હતી. ગડકરી જે રીતે બોલવા માંડ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે, ભાજપમાં જ અંદરખાને મોદીની નેતાગીરી સામે સવાલો ઊઠવા માંડ્યા છે.
શત્ર્šÎન સિંહા, યશવંત સિંહા, અરૂણ શૌરી નેતાઓ મોદી સામે લાંબા સમયથી ખુલ્લેઆમ ને બેફામ બોલે છે પણ એ બધા બળેલા છે, સાથે સાથે ટૂણિયાટ નેતાઓ છે. ભાજપમાં તેમનો ભાવ કોઈ પૂછતું નથી ને એ લોકો બોલે તેની કોઈ અસર પડતી નથી તેથી એ લોકો બોલે કે ના બોલે કશો ફરક પડતો નથી. જેમના બોલવાથી ફરક પડે કે નોંધ લેવાય એવા નેતા પહેલા નહોતા બોલતા.હવે એ નેતાઓ પણ બોલવા માંડ્યા છે કેમ કે ગડકરી ટૂણિયાટ નેતા નથી. ગડકરી ભાજપના માજી પ્રમુખ છે ને મોદી સરકારમાં પણ ટોપ ફાઈવમાં ગણવા પડે એવા નેતા છે.
બીજું એ કે, ગડકરીએ જે બખાળા માંડ્યા છે એ તેમનો અંતરાત્મા જાગી ઊઠ્યો તેના કારણે નથી. તેમનો અંતરાત્મા જાગવાનો હોત તો બહુ પહેલાં જ જાગી ગયો હોત પણ એવું ના થયું. હવે લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે તેમણે બખાળા કાઢવા માંડ્યા તેનું કારણ એ છે કે તેમને મજબૂત પીઠબળ છે. આ પીઠબળ ભાજપના તેમના જેવા બીજા ટોચના નેતાઓનું છે કે પછી રાષ્ટÙીય સ્વયંસેવક સંઘ જેવા ભાજપના માઈબાપ ગણાતા સંગઠનનું છે તે આપણને ખબર નથી પણ ગડકરી જેવા નેતા એમ જ કૂદી પડે એ વાતમાં માલ નથી. ગડકરી રીઢા રાજકારણી છે ને શત્ર્šÎન સિંહા નથી કે ઠોકાઠોક કર્યા કરે. એ ચોક્કસ ગણતરીથી આગળ વધનારા નેતા છે ને અત્યારે તેમની ગણતરી શું છે એ આપણને ખબર નથી પણ તેમનો ઈરાદો મોદી સામે પડકાર ઊભો કરવાનો છે એ વાત શંકાથી પર છે.
મોદી આ બધી વાતોનો જવાબ આપે એવી આશા રાખવા જેવી નથી ને એ બરાબર પણ છે. કોઈ પણ રાજકારણીએ પોતાની સામે ઊઠતા અવાજાને બંધ કરાવવાનો શ્રેષ્ઠ રસ્તો જનાદેશ છે. લોકો તેને માન્ય રાખે એટલે આપોઆપ બધું બદલાઈ જતું હોય છે. મોદી માટે પણ એ જ રસ્તો શ્રેષ્ઠ છે. મોદી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફરી જીતાડે એટલે આપોઆપ ગડકરી પણ બંધ થઈ જાય ને સંઘ પણ બંધ થઈ જાય. આ વાસ્તવિકતા છે મોદીએ તેના પર જ ધ્યાન કેÂન્દ્રત કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY