હા, તમે સાચું વાંચ્યું. અમારે અહીં પદ્મ પુરસ્કાર મેળવીને ધન્ય થનારાઓની કથા નથી કરવી. એવાર્ડ જેને મળીને ધન્ય થયા એવાં વીર-વીરાંગનાઓની ગાથા કહેવી છે. દાયકાઓથી આવું ચાલ્યું આવે છે એમાં શું નવું? આવો સવાલ કરનારાઓ સંપૂર્ણપણે ખોટા નથી. જાકે અત્યાર સુધી પદ્મ પુરસ્કાર મેળવનારાઓની યાદીમાં વગદારો અને સરકાર સાથે ‘ઘરોબો’ ધરાવનારાઓની જ બહુમતી રહેતી. અગાઉ કેટકેટલાય વિવાદ થઈ ચુકવ્યા છે. ઇન ફેક્ટ, આ વખતે પણ કેટલાંક નામ વિવાદાસ્પદ છે. અપવાદ હશે. હોઈ શકે પરંતુ પદ્મ પુરસ્કાર વિજેતાઓની ૨૦૧૯ની યાદીમાં બહુમતી છે રીયલ લાઇફ હીરોની. એવા મજબૂત મનના માનવીઓની જેમણે તમામ પ્રતિકૂળતાઓને સામી છાતીએ લડત આપી અને જરા સરખીય હિંમત હાર્યા વિના દેશ-સમાજના ઉદ્ધાર માટે કામ કર્યા કર્યું.
કોના – કોના નામ આપીએ… મુક્તાબહેન ડગલી, દેવપરલ્લી પ્રકાશ રાવ, ડા. રવિન્દ્ર – સ્મિતા કોલ્હે, જ્યોતિકુમાર સિંહા, દૈતારી નાઇક, ફ્રેડરિક આઇરિના બ‹નગ, ઉદ્ધબકુમાર ભરાલી, ચિન્ના પિલ્લઇ, શબ્બીર સૈયદ, અનુપ રંજન પાણ્ડેય, મોહંમદ હનીફ ખાન, સાલુમરાદા થિમ્મકા, કૈલાશ મદબાઈયા, રાજકુમાર દેવી કે પછી લેડી ટારઝન જમુના ટુડૂ… યાદી બહુ લાંબી છે.
કુલ ૧૧૨ પદ્મ પુરસ્કાર વિજેતા. આમાં મોટા ભાગનાં નામ ગુમનામ. છાપેલાં કાટલાં જેવા પત્રકારો એવીય ટીકા કરે કે જેમને કોઈ ઓળખતું નથી એવાને દેશના પ્રતિષ્તિત પુરસ્કાર? આ મોટાં નામો નથી. એમની પાસે સામાજિક પ્રતિષ્ઠાની મૂડી પણ કદાચ નથી. તેમની પાસે છે હામ અને મુઠ્ઠીઊંચેરા વિચારો. નાનીસૂની મૂડી નથી આ. પબ્લિસિટીના પ્રકાશથી દૂર અજાણ્યાઓના જીવનમાં પ્રકાશ રેલાવવાના પ્રયાસ કાબિલ-એ-તારીફ છે.
મુક્તાબહેન ડગલીએ સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોને સ્વાવલંબી બનાવવાનો યજ્ઞ આરંભ્યો છે, ચૂપચાપ. અત્યારે તેમની સંસ્થામાં ૨૦૦થી વધુ વિદ્યાર્થિની છે. ઓડિશાના ‘આમ બેચનેવાલા ગુરુ’ દેવપરલ્લી પ્રકાશ રાવ ચ્હા વેચીને એમાંથી થતા નફામાંથી ઝૂંપડામાં રહેતાં બાળકોને ભણાવે છે. કટકમાં ‘આશા ઓ આશ્ર્વાસન’ શાળા સ્થાપી છે અને સંસાધનના અભાવનું બહાનું દેખાડ્યા વિના સતત સામાજિક ઉદ્ધારમાં પ્રયત્નશીલ છે.
ડાક્ટર દંપતી રવિન્દ્ર – સ્મિતા કોલ્હેએ મહારાષ્ટ્રના માઓવાદીગ્રસ્ત મેલઘાટમાં ખેડૂતોને આપઘાતોથી દૂર કરવાની ઝુંબેશ ઉપાડી છે. સાવ પછાત એવા આદિવાસી વિસ્તારમાં એક બે રૂપિયામાં તેઓ લોકોની સારવાર કરે છે. યાદ રહે કે બંનેએ ધીકતી તબીબી પ્રેકિટસને આટોપી લીધી… કારણ સમાજસેવાની દીક્ષા. આવા તો કેટકેટલાય ઉદાહરણો છે. નિવૃત્ત આઇપીએસ અધિકારી જ્યોતિકુમાર સિંહાની વાત લો. નિવૃત્તિ પછી તેઓ બિહારમાં મહાદલિત મુસાહર સમુદાયનાં બાળકોને શિક્ષણ પૂરું પાડે છે. મુસાહર સમુદાયમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ ત્રણ ટકા છે. આવા પછાત સમાજનાં બાળકોને ભણાવવાનું અદ્ભુત અભિયાન આરંભ્યું છે સિંહાસાહેબે. અહીં માત્ર ભારતીયોની જ વાત નથી. જર્મન મહિલા ફ્રેડરિક આઇરિન બ‹નગ ‘ગૌમાતા કી આશ્રયદાયી’ તરીકે ઓળખાય છે. બ‹નગ છે જર્મન પણ છેલ્લાં ૨૩ વર્ષથી મથુરામાં ૧,૨૦૦થી વધુ ગાયોનું ધ્યાન રાખતી ગૌશાળા ચલાવે છે. આમાંના કોઈને ના નામ જાઈએ છે ના દામ. તેમનું એક જ લક્ષ્ય છે, સેવાનું.
તેમની કોઈ ઈચ્છા નથી એ માન્યું પણ શું આપણી જવાબદારી નથી કાંઈ નહીં તો એમની પીઠ થાબડવાની? સોએ સો ટકા છે. જાકે, તેમનાં કામની કદર કરવા સાથે નરેન્દ્ર મોદી સરકારની પણ કદર કરવી જાઈએ. છેલ્લા થોડા વર્ષોથી પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદીમાં ‘અનસન્ગ હીરો’ની બહુમતી સરકારના બદલાયેલા વલણને આભારી છે. જાહેર જીવનમાં પ્રખર રહીને સમાજસેવાના મશાલચીઓની તો વાહવાહી થાય જ છે અને થવી પણ જાઈએ. પ્રશંસાના આ પ્રકાશમાં ગુમનામીના અંધારામાં આશાના દીવા ઝળહળાવતાં આગિયાઓને ભૂલવા ન જાઈએ.
આમાંય અપવાદ હોઇ શકે કે વિવાદ હોઇ શકે. ઇસરોના વિજ્ઞાની નામ્બી નારાયણનને અપાયેલા પદ્મભૂષણનો વિવાદ છે જ. જાસૂસીનો આરોપ તેમના પર મુકાયેલો. સુપ્રીમ કોર્ટે નીમેલી સમિતિ હજી તપાસ કરી રહી છે ત્યારે તેમને પુરસ્કાર ધરી દેવાની ઉતાવળ નહોતી કરવી સરકારે. નારાયણન સામે તપાસ કરનાર કેરળના ભૂતપૂર્વ ડીજીપી ટી. પી. સેનકુમારની વાત માનીએ તો નારાયણન સરેરાશ કરતાય નીચી કક્ષાના વિજ્ઞાની છે. ઇસરોના ૪,૦૦૦ કર્મચારીઓ સાથે વાત કર્યા પછી સેનકુમારે આ તારણ રજૂ કર્યું છે. ઠીક છે. સરકારથી કદાચ કાચું કપાઈ ગયું હશે. નારાયણનની હાજરીથી યાદીમાંના બીજાનાં કામ ઝંખવાઈ નથી જવાના.
ખરેખર તો સરકારે અને આપણે આ ખરા સમાજ-નાયકોને માત્ર પદ્મ આપી દઈને બેઠા ન રહેવું જાઈએ. તેમના દ્વારા થઈ રહેલાં કામોની સફળતાને લીધે તેમને મળ્યાં માનઅકરામ. શું માનઅકરામ તેમને જાઈએ છે? ના, તેમને તેમની ઝુંબેશ વધુ અસરકારક બનાવવા વધુ સંસાધનો જાઈએ છે. સરકારે સમાજે એ મદદ કરવી જાઈએ. આમાંના કેટલાક પ્રકલ્પને તો સરકાર પાઇલટ પ્રોજેક્ટ ગણીને તેને સરકારી યોજના તરીકે વિસ્તારી શકે છે. આ માત્ર સૂચન છે. બાકી ફળની આશા વિના કર્મ કરનારાઓ જ પુરસ્કારના ખરા હકદાર છે એમાં બેમત નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




