સામાન્ય જનતા માટે ફેબ્રુઆરી મહિનામાં ઘણા મોટા ફેરફાર થવા જઇ રહ્યાં છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં વચગાળાનું બજેટ આવશે. જેમાં તેવી જાહેરાતો થવાની આશા છે જે મધ્યમવર્ગ અને ખેડૂતોની મુશ્કેલીમાં થોડી રાહત આપે. વધુમાં ૧ ફેબ્રુઆરીથી દેશમાં ટીવીમાં ચેનલો જાવાના નિયમો પણ બદલાઇ રહ્યા છે. જે હેઠળ ગ્રાહક ખાલી તે ચેનલની ચુકવણી કરશે જેને તે દેખવા માંગતા હોય. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે TRALતમામ કંપનીઓને ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધીનો સમય આપ્યો છે. અને ગ્રાહકોને પણ ૩૧ જાન્યુઆરી સુધી સ્પેશયલ પેક સિલેક્ટ કરવાનું કહ્યું છે. આવું ના કરવા પર બેઝિક પેક એકિટવેટ કરવામાં આવશે.
બેઝિક પેકમાં ગ્રાહકોને ૧૩૦ રૂપિયાની સાથે જીએસટી આપવું પડશે. ૧૮ ટકા જીએસટી પર આ પૈક માટે ગ્રાહકોને ૧૫૦ રૂપિયા આપવા પડશે. જેમાં તમને ૧૦૦ ફ્રી ચેનલ જાવા મળશે. ગ્રાહકો તેમની મનપસંદ ચેનલ પસંદ કરી શકે તે માટે ટ્રાઇએ એક એપ્લિકેશન પણ લાવી છે. ૨) બેંક ઓફ બરોડા એટલે કે BOB તેના બચત ખાતા પર મિનિમમ ક્વાટરલી એવરેજ બેલેન્સ સીમા વધારી રહ્યા છે. નવો નિયમ ૧ ફેબ્રુઆરી ૨૦૧૯થી લાગુ થશે. બેંકે આ મામલે SMS કરીને ગ્રાહકોને જાણકારી આપી છે.
શહેરી ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સ ૧,૦૦૦ રૂપિયા વધારીને ૨૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. અને અર્ધ શહેરી બ્રાંચમાં મિનિમમ બેલેન્સ ૫૦૦ રૂપિયાથી વધારી ૧૦૦૦ રૂપિયા કરી દીધુ છે. જા ગ્રાહક આટલું મિનિમમ બેલેન્સ નથી રાખતા તો તેમને દંડ ભરવો પડશે. તમને જણાવી દઇએ કે બીઓબી સિવાય દેના બેંક અને વિજયા બેંકનો પણ સરકારે મર્ઝર કરવાની જાહેરાત કરી છે. બેંક ઓફ બરોડાએ ગ્રામીણ વિસ્તારને રાહત આપતા જણાવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોના ન્યૂનતમ બેલેન્સમાં કોઇ ફેરફાર નથી કર્યા. આ નવા નિયમ પણ ૧ ફેબ્રુઆરીથી બદલાશે.
વધુમાં કેન્દ્ર સંબંધિત સરકારી કંપનીઓને આર્થિક રીતે નબળા સુવર્ણોને જે ૧૦ ટકા આરક્ષણ આપવાની વાત કહી છે તે પણ ૧ ફેબ્રુઆરી લાગુ થશે. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝઝ એટલે કે ડીપીઆઇ પણ આ માટે આદેશ જાહેર કર્યા છે. આદેશ મુજબ સરકારી કંપનીઓએ દર ૧૫ દિવસે તે રિપોર્ટ એક રિપોર્ટ આપવો પડશે. જેમાં એસી, એસટી, ઓબીસી, આર્થિક રૂપે નબળા અને અનારક્ષિત શ્રેણીના કેટલા પદ ભર્યા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




