કેન્દ્રના વરિષ્ઠ મંત્રી નીતિન ગડકરી તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં બેહોશ થઈ ગયા હતા. તેમનો ઈલાજ કરવામાં આવ્યો અને હોશમાં આવ્યા બાદ પક્ષના કેટલાક નેતાઓ જે ત્રણ રાજ્યોમાં ભાજપની ધોબી પછાડ જેવી હાર બાદ કેટલીક પ્રતિક્રિયા આપવાનો હોંસલો ગુમાવી ચૂક્યા હતા. તે નેતાઓને દુનિયાનો વહેવાર યાદ કરાવ્યો કે નેતૃત્વએ હાર અને સફળતા બંન્નેની જવાબદારી સ્વિકારવી જાઈએ કેમ કે સફળતાના અનેક પિતા હોય છે. નિષ્ફળતા અનાથ છે ગડકરીએ કાંઈ નવુ નથી કહ્યું. હા,એટલું જરૂર કે સાચી વાત ખોટા સમયે કહી બની શકે છે કે તેઓ પોતાની જાતને રોકી ના શક્યા અને પક્ષને એ બતાવવામાં કે ત્રણ રાજ્યો હારી ગયા તો કાંઈ વાધો નહીં તેનો સ્વિકાર કરે અને આગળની જીતની રાજનીતિ નક્કી કરે. હાર જીત તો થતી હોય છે. આજે હાર તો કાલે જીત મળશે. પરંતુ ગડકરીએ સાચી વાત કર્યા બાદ તેમને સફાઈ આપવી પડી કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યુ છે. મજાની વાત તો એ છે કે તેઓ જાહેર કાર્યક્રમમાં ખૂલ્લામાં કેમેરાની સામે બોલી રહ્યા હતા. પરંતુ નિવેદન પછી તેમના પર દબાણ આવ્યુ હશે અને સફાઈ દેવાની જરૂરત લાગી હશે.
એકલા ગડકરી એવા નેતા નથી કે જે ખૂલ્લેઆમ મંચ ઉપર મીડિયા કેમેરાની સામે નિવેદનો આપે છે. અને તેના ઉપર બબાલ ઉભી થાય છે. તો તાત્કાલિક સફાઈ આપે છે કે જુઓ ભાઈઓ મારા કહેવાનો મતલબ આ ન હતો….મારા નિવેદનને ખોટી રીતે અથવા તોડી મરોડીને રજૂ કરવામા આવ્યુ છે. સફાઈ પછી પણ પ્રજા જાણે છે કે મામલો શું છે. કેમ કે આ તો પ્રજા છે એ બધુ જાણે છે. દોષ ગડકરીનો નહિ તેમણે સાચી વાત ખોટા સમયે કહી દીધી જે કોઈને સારી લાગી અથવા કોઈના મનને ન ગમી પોતાની સફાઈ આપ્યા બાદ ગડકરી સંતોષ માની રહ્યા હશે કે ચાલો બચી ગયા..! પરંતુ લાગે છે કે તેમના પક્ષમાં તેમને પ્રેમ કરવાવાળા વધુ છે અને એટલા માટે કોઈએ નિવેદન આપ્યુ કે હવે ગડકરીને વડાપ્રધાન બનાવવા જાઈએ બની શકે છે કે તેનાથી પણ ગડકરી ગભરાઈ ગયા હોય…? અને પોતાની સફાઈ રજૂ કરી દીધી. ચાલો હવે ગડકરીએ તેનાથી નિપટવાનું છે કે તે લોકો કોણ છે કે જેઓ તેમની અને પક્ષ વચ્ચે અંતર પાડી દેવાનું ઈચ્છે છે.
કેટલીક ફીલસુફીની વાત કરવામાં આવે તો ના ફક્ત ભાજપમાં પરંતુ કોંગ્રેસ અને જીવનની બધી બાજુ જાવામાં આવ્યું છે કે જ્યારે સફળતા મળે છે પક્ષ જીતે છે તો બધી વહેતી ગંગામાં હાથ ધુવે છે કે મારા કારણે જીત્યા…! પરંતુ જ્યારે નિષ્ફળતા મળે છે તો નેતા ગણ કોપ ભવનમાં ઘૂસી જાય છે. દરેક અહીં તહીં,આજુબાજુ જાતા રહે છે. પરંતુ જેમણે આ બાબતને પગ નીચે કચડી નાંખી છાતી તાણીને કહ્યું છે કે હા,હું છુ હારને માટે જવાબદાર તો તે ખેલદિલીને જાઈને અન્યોને પણ ડબલ જાશના કામ કરવાની પ્રેરણા મળે છે. પણ હોઈ શકે છે કે કોઈના ડીએનએમાં આ સદ્ગુણના હોય અને નિષ્ફળતાનો બોજ પોતાના માથે લેવાની હિંમત પણ ના હોય…કહે છે કે તુંડે તુંડે મત્તીર પિના….બધાની મત્તી અને નિતિ નિતિનજી જેવી ના પણ હોય. નિષ્ફળતાજી કૃપા કરી અમને સુખ દુઃખના સાથી દુઃખમાં કોઈ નહિ…!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




