કેન્દ્રિય પ્રધાનમંડળે હાલમાં રિટેલ વેપારના ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઇને મંજુરી આપી દીધા બાદ અર્થશા†ીઓમાં ભારે ચર્ચા જાવા મળી રહી છે. સરકારે નિર્માણ ક્ષેત્રમાં પણ એટલી જ છુટછાટ આપીને એર ઇન્ડિયામાં આ રોકાણને ૪૯ ટકા સુધી મર્યાદિત રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રશ્ન એ થાય છે કે સ્વદેશીન વાત કરનાર સરકારે વિદેશી રોકાણ પર એટલુ ભાર કેમ મુકી રહી છે. વિદેશી લોકો પાસેથી અને વિદેશી નાણાંને લઇને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સરકાર કેમ આધાર રાખવાના પ્રયાસ કરી રહી છે. આ મંજુરી પણ કોઇ નાની મોટી કિંમત અને કુરબાની પર આધારિત દેખાઇ રહી નથી. આના માટે તે પોતાની જ નિતીને ખતમ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીને જનસંઘના સમયથી જ વેપારીઓન પાર્ટી તરીકે ગણવામાં આવે છે. જ્યારે યુપીએ સરકાર રીટેલ ક્ષેત્રમાં ૫૧ ટકા એફડીઆઇની વાત કરી રહી હતી ત્યારે ભાજપે જોરદાર વિરોધ કર્યો હતો. તે તત્કાલીન સરકારની એવી સ્પષ્ટતા સાથે સંતુષ્ટ થઇ ન હતી કે આના કારણે રોજગારીમાં નોંધપાત્ર રીતે વધારો થશે. ભાજપના લોકોએ એ વખતે એવી દલીલ પણ સરકારની સ્વીકારી ન હતી કે આના કારણે દેશમાં મોંઘવારીમાં ઘટાડો થશે. વર્ષ ૨૦૧૪માં સામાન્ય ચૂંટણી યોજાઇ ત્યારે તે પહેલા અરૂણ જેટલીએ પોતે કહ્યુ હતુ કે સરકારમાં આવ્યા બાદ અમારા વલણમાં કોઇ ફેરફાર થનાર નથી. આવી વાત કરનાર સરકારે હવે ગુલાંટ કેમ મારી દીધી છે. ૫૧ ટકાથી વધારીને ૧૦૦ ટકા એફડીઆઇ કેમ થઇ ગઇ છે. ભલે આંતરરાષ્ટ્રીય દબાણ હોય કે પછી કેટલાક અન્ય પરિબળો હોય સરકારની કેટલીક જવાબદારી તો ચોક્કસપણે બને છે. ભારતના ગામ ગાંમ સુધી બેઠેલા કરોડો નાના વેપારી પર તેની અસર શુ થશે. નોટબંધી અને જીએસટીના કારણે સામાન્ય લોકો પહેલા જ પરેશાન થયેલા છે. દરરોજ કમાણી કરીને ખાનાર લોકોની હાલત વધારે કફોડી બની શકે છે. વિદેશી કારોબારીઓ ભારતમાં રોકાણ કરવા માટે તૈયાર છે. તેમને ભારત નહીં બલ્કે ૧૩૦ કરોડ ભારતીય લોકો નજરે પડી રહ્યા છે. વિદેશી કારોબારીઓ છ સાત મહિના સુધી નુકસાન ઉઠાવીને પણ દેશમાં રહેલા નાના કારોબારીઓને ખતમ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. આ બાબત ભાજપ અને કોંગ્રેસ બન્નેની બને છે કે નાના કારોબારીઓને બચાવી લેવા માટે પ્રયાસ કરવામાં આવે. નાના કારોબારીઓને કોઇ નુકસાન કોઇ સંજાગોમાં ન થાય તેની ખાતરી કરવામાં આવે તે જરૂરી છે. વિશ્વના દેશોમાં હાલ અરાજકતાની સ્થિતી રહેલી છે. આવી સ્થિતીમાં તમામ બાબતોને સાવધાનીપૂર્વક હાથ ધરવામાં આવે તે જરૂર છે. સ્થાનિક નાના વેપારીઓના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી આગળ વધવામાં આવે તે જરૂરી છે. મોદી સરકાર નોટબંધી અને જીએસટી બાદ પહેલાથી જ પરેશાન રહેલા નાના કારોબારીઓની સમસ્યા વધારે ન વધે તે દિશામાં આગળ વધવાના પ્રયાસ કરે તે જરૂરી છે. સરકારના કેટલાક નિર્ણય સામાન્ય લોકોની મુશ્કેલીને હાલમાં વધારી રહ્યા છે તે દેખીતી બાબત છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"