હાઇ બ્લડ પ્રૅશર ન હોય તો ચિંતા ન કરવી?

0
29

મને તો કોઈ તકલીફ નથી.યા ઊંચું બ્લડ પ્રૅશર રહેતું નથી. તેમ કહેનારા લોકોએ સાવચેતી રાખવી જોઈએ કારણકે બની શકે કે તેમને નીચું બ્લડ પ્રૅશર હોઈ શકે છે. જેમ હાઇ બ્લડ પ્રૅશર ચિંતાનો વિષય છે તે જ રીતે નીચું બ્લડ પ્રૅશર પણ ચિંતાનો વિષય છે જ. જો તમને બીપીમાપવાના મશીન પર સતત નીચું બ્લડ પ્રૅશર રહેતું હોય તો તમારે કેટલીક બાબતો જાણવી જરૂરી બને છે.
પહેલાં, એ જાણીએ કે બ્લડ પ્રૅશર ખરેખર છે શું? બ્લડ પ્રૅશર એ દરેક હૃદયના ધબકારાના સક્રિય અને આરામનાતબક્કા દરમિયાન તમારી ધમનીઓમાં રહેલા દબાણનું માપ છે. જ્યારે કોઈ તમારું બ્લડ પ્રૅશર જેને બીપી પણ કહે છે તે માપે ત્યારે જા મશીન ડિજિટલ હોય તો તેમાં તમને બે નંબર દેખાશે. તેમાંથી ઉપરના આંકડાનેસિસ્ટાલિકપ્રૅશર અને નીચેના આંકડાનેડાયસ્ટાલિકપ્રૅશર કહે છે. સિસ્ટાલિક એ તમારું હૃદય જ્યારે લોહીને સંપૂર્ણ શરીરમાં ધકેલતું હોય ત્યારે જે દબાણની માત્રા ઉદ્ભવે તે માપ છે.
આ જ રીતે ડાયસ્ટાલિકપ્રૅશર એ જ્યારે ધબકારાઓ વચ્ચે તમારું હૃદય આરામ કરે ત્યારે જે લોહીનું દબાણ હોય તેની માત્રા છે. વર્તમાન માર્ગદર્શિકા પ્રમાણે, સામાન્ય બ્લડ પ્રૅશર કોને કહેવાય છે? ૧૨૦/૮૦ મીમી ૐખ્ત અથવા તેનાથી નીચું હોય તો સામાન્ય બ્લડ પ્રૅશર ગણાય છે. પરંતુ શું એનો અર્થ એ થાય કે તેનાથી ગમે તેટલું નીચું હોય તો તે સારું કહેવાય?
આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, તમારા માટે જે નીચું બ્લડ પ્રૅશર ગણાય તે બીજા કોઈ માટે સામાન્ય બ્લડ પ્રૅશર હોઈ શકે છે. મોટા ભાગના ડાક્ટરો બ્લડ પ્રૅશરને નીચું બ્લડ પ્રૅશર તો જ ગણે છે જો તેમાં થાક કે ચક્કરનાં લક્ષણો હોય. કેટલાક નિષ્ણાતો ૯૦ મિમીૐખ્તસિસ્ટાલિક અથવા ૬૦ મિમીૐખ્ત ડાયસ્ટાલિકથી નીચેનું વાંચન હોય તો બ્લડ પ્રૅશરને નીચું ગણે છે. જા આ બેમાંથીએક પણ આંકડો તેનાથી નીચું હોય તો તમારું બ્લડ પ્રૅશર સામાન્ય કરતાં નીચું ગણાય.
આનો અર્થ એ કે સિસ્ટાલિક (ઉપરનું) પ્રૅશર૯૦ કરતાં જા નીચું હોય કે ડાયસ્ટાલિક (નીચેનું) પ્રૅશર ૬૦ કરતાં જા નીચું હોય તો વ્યકિતનું બ્લડ પ્રૅશર સામાન્ય કરતાં નીચું ગણવામાં આવે છે.
કેટલાક નિષ્ણાતો એમ માને છે કે સામાન્ય રીતે હાઇ બ્લડ પ્રૅશરને જ ચિંતાજનક માનવામાં આવે છે અને જો બ્લડ પ્રૅશર નીચું જ રહે તો તેને સારું માને છે પરંતુ એવું નથી. નીચું બ્લડ પ્રૅશર અનેક કિસ્સાઓમાં જીવન પર જાખમ સાબિત થયું છે.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે લા બીપીનાં કારણો શું? ડિહાઇડ્રેશનથી માંડીને ગંભીર મેડિકલ અથવા સર્જિકલડિસઆૅર્ડર સહિત અનેક કારણો છે જેના લીધે લા બીપી રહી શકે છે. તેનો  બરાબર ઈલાજ કરવો હોય તો મેડિકલ વ્યાવસાયિકે લા બીપી રહેવાનું ચોક્કસ કારણ જાણવું જરૂરી છે.
બ્લડ પ્રૅશર નીચું રહેવાનાં કેટલાંક સામાન્ય કારણો છેઃ
વધુ પડતો પથારીમાં આરામ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ઘટી શકે છે
હૃદયની સમસ્યા હોય તો શરીરમાં પૂરતું લોહી પહોંચે નહીં
અપૂરતો સક્રિય થાઇરાઇડ હોય
ગર્ભાવસ્થાના પહેલાં ૨૪ સપ્તાહોમાંબીપી ઘટે
કોઈ દુઃખ હોય, ડિહાઇડ્રેશન (પાણી ઘટી જાય) કે શરીરની અંદર લોહી વહેતું (બ્લીડિંગ) હોય
હાઇ બ્લડ પ્રૅશરની દવા પણ ઘણી વાર લા બ્લડ પ્રૅશર લાવી શકે. ડિપ્રેશન, ઇરેક્ટાઇલડિસ્ફંક્શનની દવાઓ પણ લા બ્લડ પ્રૅશર લાવી શકે
વિટામીન બી૧૨ અને ફાલિકએસિડનીઉણપથી પણ શરીરમાં લા બ્લડ પ્રૅશર થઈ શકે
ખૂબ જ તીવ્ર એલર્જિકરિએક્શન હોય તો પણ લા બ્લડ પ્રૅશર થઈ શકે
આ ઉપરાંત બ્લડ પ્રૅશરમાં એકાએક ઘટાડો થઈ જાય તો તે ખતરનાક હોઈ શકે છે. દા.ત. ૧૧૦ સિસ્ટાલિક (ઉપરનું) પ્રૅશર હોય તેમાંથી ૯૦ મિમીૐખ્ત થઈ જાય તો તેનાથી ચક્કર આવી શકે છે અને વ્યકિત બેભાન પણ થઈ શકે છે. આનું કારણ એ કે મગજને લોહીનો પૂરતો પૂરવઠોપહોંચવાનું અટકી જાય છે.
જા વધુ કૂદકો (બ્લડ પ્રૅશર) ઘટવામાં લાગે તો અનિયંત્રિત રીતે લોહી વહેવું (બ્લીડિંગ), વિકટ ડિહાઇડ્રેશન, ચેપ, એલર્જી વગેરે થઈ શકે છે, જેમાંનાં કેટલાક જીવન પર જોખમરૂપ છે.
મોટા ભાગના ડાક્ટરો લા બીપીને એવી સ્થિતિમાં જાખમરૂપ નથી ગણતા જો વ્યકિતને કોઈ ચિંતાજનક લક્ષણો ન રહેતાં હોય અને તે સામાન્ય રીતે ચાલતો કે બોલતો હોય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY