આણંદ લો કોલેજ માં અભ્યાસ કરનાર રાજપીપલા વણકર વાડના પ્રતીક પટેલ નામનો યુવાન એલ એલ બી ના ચોથા સેમેસ્ટર માં સરદાર પટેલ યુનિવર્સીટી ખાતે તમામ લો કોલેજના કુલ 532 ઉત્તીર્ણ વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંકે અને ડિસ્ટિંગ્સન મેળવતા નર્મદા જિલ્લા નું ગૌરવ વધાર્યું


રાજપીપળા:રાજપીપળા વણકર વાડમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવાર ના પ્રતીક અનિલભાઈ પટેલ નામના લો કોલેજ ના વિદ્યાર્થી એ ચોથા સેમેસ્ટર ની પરીક્ષામાં આણંદ ની લો કોલેજ માં અભ્યાસ કરી સરદાર પટેલ યુનિવર્સીટી ખાતેના કુલ 532 ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ માં યુનિવર્સીટીમાં ડિસ્ટિંગ્સન મેળવી પ્રથમ ક્રમાંક મેળવતા રાજપીપળા સહીત નર્મદા જિલ્લા નું ગૌરવ વધાર્યું હતું
ત્યારે પ્રતીકના જણાવ્યા મુજબ એમના પિતા એ પણ બોમ્બે યુનિવર્સીટી અલ અલ બી કરી વકીલાત ક્ષેત્રમાં સારી નામના મેળવી છે જેથી એમનાજ નક્ષઓકાદમ પર પુત્ર પ્રતીકે લો ની સાથે સાથે નર્મદા જિલ્લા માં ખેલ મહાકુંભ- 2017 માં ચેસ સ્પર્ધા માં વિજય મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું હતું અને આવી અનેક સિદ્ધિઓ સાથે આ યુવાને હાલ લો કોલેજ માં પણ નામના મેળવતા ગૌરવ વધાર્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






