ધો.10 ગુજરાત બોર્ડ નું પરિણામ જાહેર નર્મદા જિલ્લો 66.56 % સાથે રાજ્ય માં 18 માં ક્રમે
રાજપીપળા : આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2019 માં લેવાયેલ ધો 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે સવારથીજ ઓનલાઈન પરિણામો જોવા માટે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો
ખાસ કરીને નર્મદા જિલ્લાનું પરિણામ ટકાવારી ગત બે વર્ષ કરતા વધતા શિક્ષણ જગતમાં ખુશી જોવા મળી રહી છે
સમગ્ર ગુજરાત રાજ્યનું પરિણામ જોઈએ તો 66.97 % રહ્યું છે જેમાં 79.63 % સાથે સુરત જિલ્લો રાજ્યમાં મોખરે રહ્યો છે 46.38 % સાથે છોટાઉદેપુર જિલ્લો રાજ્યમાં સૌથી ઓછી ટકાવારી ધરાવતો જિલ્લો બન્યો છે .નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લો 66.56 % સાથે રાજ્યમાં 18 માં ક્રમે રહ્યો છે.
◆ નર્મદા જિલ્લાના છેલ્લા ત્રણ વર્ષના પરિણામ
2017 – 46.90%
2018 – 60.69%
2019 – 66.56%
ગત વર્ષ કરતા પરિણામ માં 5.87 % વધારો
નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે ધો.10 ની પરીક્ષામાં કુલ 6886 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 6810 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાંથી 4533 વિદ્યાર્થીઓ પાસ થયા છે
◆ ગ્રેડ વાઇસ નર્મદા જિલ્લાનું પરિણામ
A1 – 1
A2 – 81
B1 – 258
B2 – 851
C1 – 1857
C2 – 1391
D – 94
E1 – 446
E2 – 1831
◆ નર્મદા જિલ્લામાં 100% પરિણામ લાવનારી ફક્ત 7 શાળાઓ છે
ગુજરાત રાજ્ય માં Cctv ફૂટેજ આધારે ગેરરીતીમાં નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યામાં સૂચક વધારો
માર્ચ 2018 – 1231
માર્ચ 2019 – 2165
વધારો 934
એકંદરે જોઈએ તો ચાલુ વર્ષે ધો 10 નું પરિણામ નર્મદા જિલ્લા શિક્ષણ જગત માટે રાહત ના સમાચાર લઇને આવ્યું એમ કહી શકાય.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





