રાજ્યમાં પેટા ચૂંટણીઓની મોસમ : ફરી ગુજરાત વિધાનસભામાં યોજાશે પેટા ચૂંટણીઓ..

0
14

ગુજરાતમા પેટા ચૂંટણીએ જોર પકડ્યું છે આમ જોવા જોઈએ તો ૨૦૧૭થી ૨૦૧૯મા ગુજરાતમાં પેટા ચૂંટણીઓ ઘણી જોવા મળી અને હજુ પણ પેટા ચૂંટણીઓ થતી જોવા મળશે પેટા ચૂંટણી થવાનું મુખ્ય કારણ રાજીનામા અને પક્ષ પલટા જવાબદાર રહ્યા છે
૨૦૧૭મા વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ દ્વારા ઘણી સીટો મેળવી હતી પરંતુ સરકાર બને એટલી સીટો નહીં હોવાને કારણે તેઓ સરકાર બનાવી શકિયા ન હતા અને તેઓને વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો જનતાએ વિશ્વાસ મૂકી ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોને જીત તો અપાવી પરંતુ આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષપલટો કરી ભાજપમાં આવી જતા જોવા મળ્યા અને જનતાની સાથે વિશ્વાઘાત કર્યો આથી આ સીટો ખાલી પડતાં પેટા ચૂંટણી કરવા ફરજ પડી હતી સો પ્રથમ કુંવરજી બાવળિયા જેઓ કોંગ્રેસમાથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ મંત્રી બની ગયા જેથી જસદણ સીટ ઉપરથી ખાલી પડેલ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી ત્યાર પછી સતત કોંગ્રેસમાંથી વિકેટો પડતી ગઈ અને ભાજપમાં જાડાતા ગયા અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાઈ પરંતુ હજુ પણ ગુજરાતમાં ફરી એક વખત પેટા ચૂંટણી યોજાશે કેમ કે જે રીતે ગુજરાતમાં લોકસભાનું પરિણામ આવ્યું તેમાં ભાજપે ૨૬ બેઠકો જીતી લીધી છે ત્યારે ગુજરાતમા ભાજપના ૨૬ લોકસભાના ઉમેદવારોમાં ઘણા એવા પણ ઉમેદવારો હતા જેઓ ગુજરાત વિધાનસભાના ચાલુ ધારાસભ્ય હતા જેઓને લોકસભાની ટીકીટ મળી અને તેઓ વિજય બની ગયા આથી તેમને બે અઠવાડિયામાં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવું પડશે આથી ત્યાં પેટા ચૂંટણીઓ યોજાશે પેટા ચૂંટણીઓ મુખ્યત્વે ચાર વિધાનસભા ઉપર યોજાશે ૧ હસમુખ પટેલ જેઓ અમદાવાદ અમરાઈવાડી ૨ પરબતભાઇ પટેલ જેઓ થરાદ સીટ ૩ રતનસિંહ રાઠોડ જેઓ લુણાવાડા ૪ ભરતસિંહ ડાભી જેઓ ખેરાલુ સીટ થી આ ચારેય ધારાસભ્યો હવે લોકસભા જીતી ગયા હોવાથી ગુજરાતમાં આ વિધાનસભાની સીટો ઉપર પેટા ચૂંટણી યોજાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY