યર એન્ડ ૨૦૧૮ : અટલજી સહિત આ ૫ દિગ્ગજ નેતાઓએ દુનિયાને કહ્યું અલવિદા

0
4

૨૦૧૮નું વર્ષ વિદાય લેવામાં થોડાક જ દિવસો બચ્યા છે અને ટૂંક સમયમાં જ આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીશું. ૨૦૧૮માં દેશના અનેક દિગ્ગજ નેતાઓએ આ દુનિયાને અલવિદા કહી દીધી. કેટલાક નેતાઓ એવા હતા કે તેમની વિદાયથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. આવો એવા પાંચ નેતાઓ વિશે જાણીએ જેમણે આ વર્ષે દુનિયાને અલવિદા કહી, અને રાજકારણમાં પોતાના દમ પર પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.
અટલ બિહારી વાજપેયી
ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ભારતના રાજકારણમાં કરિશ્મો ધરાવતાં નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બીમારી બાદ દિલ્હીના એઇમ્સમાં ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ નિધન થયું હતું. વાજપેયીજી ૯૩ વર્ષના હતા. અટલ બિહારી વાજપેયીએ સંકટના અનેક અવસરો પર દેશ (ભારત)નું નેતૃત્વ કર્યું. અટલજી હિંદીના કવિ, પત્રકાર અને પ્રખર વક્તા પણ હતા. ભારતીય જનસંઘની સ્થાપનામાં પણ અટલ બિહારી વાજપેયીની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. તેઓ ૧૯૬૮થી ૧૯૭૩ સુધી જનસંઘના અધ્યક્ષ પણ રહ્યા. અટલજી લાંબા સમય સુધી રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અર્જુન વગેરે પત્ર-પત્રિકાઓનું સંપાદન પણ કરતા રહ્યા.
એમ.કરુણાનિધી
એમ કરુણાનિધિ દ્રવિડ મુનેત્ર કષગમ (ડીએમકે)ના અધ્યક્ષ એમ કરુણાનિધિનું આ વર્ષે ૭ ઓગસ્ટના રોજ ચેન્નઇની કાવેરી હોસ્પિટલમાં નિધન થયું હતું. કરુણાનિધિ ૯૪ વર્ષના હતા. કરુણાનિધિના સમર્થક મોટી સંખ્યામાં હોસ્પિટલની બહાર એકત્ર થયા હતા અને તેમની સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ તેમના મોતના સમાચાર સાંભળતાં જ સમર્થક શોકમાં ડૂબી ગયા. કરુણાનિધિ હંમેશા હિન્દુવાદી સંગઠનોની વિરુદ્ધ વિચારધારા ધરાવતા હતા.
અનંત કુમાર
અનંત કુમાર અનંત કુમારના નિધન બાદ કર્ણાટકમાં ત્રણ દિવસો સુધી શોક જાહેર કરવામાં આવ્યો હતો. તેઓ ભાજપના મોટા કદના નેતાઓમાં સામેલ હતા. અનંત કુમાર પહેલી એવી વ્યકિત હતા જેઓએ યૂનાઇટેડ નેશન્સ (યૂએન)માં કન્નડ ભાષામાં ભાષણ આપ્યું હતું.
એનડી તિવારી
એનડી તિવારી આ વર્ષે ૧૮ ઓક્ટોબરને નારાયણ દત્ત (એનડી) તિવારીનું દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. એનડી તિવારી ૯૨ વર્ષના હતા. એનડી તિવારી એક માત્ર એવા વ્યકિત હતા જે બે રાજ્યોના મુખ્યમંત્રી બન્યા હતા. એનડી તિવારી ૩ વાર ઉત્તર પ્રદેશ અને ૧ વાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા હતા. આ ઉપરાંત તિવારી આંધ્ર પ્રદેશના ગવર્નર પણ રહી ચુકવ્યા છે, અને તેઓ કેન્દ્રમાં નાણા અને વિદેશ મંત્રી પણ રહી ચુકવ્યા છે.
સી.કે.જાકર શરીફ
સી. કે. જાકર શરીફ આ વર્ષે ૨૫ નવેમ્બરને કોંગ્રેસા સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સી કે જાકર શરીફનું એક હોસ્પિટલમાં નિધન થયું હતું. સી કે જાકર શરીફ ૮૫ વર્ષના હતા. શરીફ કોંગ્રેસના સિનિયર નેતાઓ પૈકીના એક હતા, અને તેઓ ભારતના સૌથી સફળ રેલ મંત્રી પણ રહ્યા. સી કે જાફર શરીફનો સમુદાયો સાથે વ્યાપક સંપર્ક હતો અને તે એક સાચા ધર્મ નિરપેક્ષ નેતા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY