ભાજપના કદ્દાવર નેતાના નિવેદનથી રાજકારણ ગરમાયુ
મુંબઈ,તા.૨૬
મહારાષ્ટ્રમાં ભાજપ માટે મુશ્કેલી બનેલા સાથીપક્ષ શિવસેના બાદ હવે પાર્ટીની અંદર જ નારાજગીના અહેવાલ છે. ભ્રષ્ટાચારના આરોપને કારણે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસના પ્રધાનમંડળમાંતી રાજીનામું આપનારા ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ મોટા સંકેત આપ્યા છે. ખડસેએ ક્હયુ છે કે કોઈપણ વ્યક્તિ પર એક પાર્ટીનો કાયમી ઠપ્પો લાગેલો હોતો નથી. ખડસેના નિવેદન બાદ હવે સવાલો ઉઠવા લાગ્યા છે કે શું તેઓ ભાજપ છોડીને અન્ય કોઈ રાજકીય પાર્ટીમાં સામેલ થવાના છે?
એકનાથ ખડસેએ લેઉવા પાટીદાર સમુદાયના એક કાર્યક્રમમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ ઉલ્હાસ પાટિલની હાજરીમાં કરેલી ટીપ્પણીના મોટા રાજકીય અર્થો તારવવાનું શરૂ થયું છે. કોંગ્રેસના નેતા ઉલ્હાસ પાટિલે કાર્યક્રમમાં કહ્યું હતુ કે એકનાથ ખડસેની સાથે અન્યાય થયો છે. પાટિલે ખડસેને કોંગ્રેસમાં જાડાવવા માટે પણ નિમંત્રણ આપ્યું હતું. ભુસાવલમાં પોતાના સમુદાયના લોકો વચ્ચે બોલતા એકનાથ ખડસેએ કહ્યું છે કે સમુદાયને મજબૂત કરવા માટે તમામે એકજૂટ થઈને અન્યાય વિરુદ્ધ લડવું પડશે.
એક વાત સાચી છે કે એકજૂટ રહેવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી. જીવનના સંઘર્ષમાં રાજનીતિને અલગ રાખવી પડશે. ચાહે ડા. પાટિલની પાર્ટી હોય કે તેમની પોતાની પાર્ટી હોય, કોઈની પણ પાસે કોઈ કાયમી સ્ટેમ્પ નથી કે તેઓ એક જ પાર્ટીમાં રહેશે. કોઈ આનો અંદાજા લગાવી શકે નહીં. તેથી આને હળવાશથી લેશો નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




