નવા વર્ષના નવલા પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક તરફી ઈન્ટરવ્યૂ આપીને કોંગ્રેસને જવાબ આપ્યો. તેઓ કેટલાય મુદ્દા પર બોલ્યા. જેમાં એક અગત્યનો મુદ્દો હતો રામ મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવા અંગેનો,આરએસએસ અને તેમના સાધુ-સંતો રામ મંદિરના માટે મોદી સરકાર વટહુકમ લાવે નહીં તો મોદીને સમર્થન નહીં. સંઘ પરિવારના વડા ભાગવતજીએ પણ મોદી સરકારને જયશ્રી રામ કહીને લલકાર્યા કે હિન્દુઓની ભાવનાઓને જાતાં સરકાર જલ્દીમાં જલ્દી વટહુકમ લાવે અને મે મહિના પહેલા મંદિરની પ્રથમ ઈંટ મૂકવામાં આવે. સંઘના જ એક નેતાઓ તો અયોધ્યા જન્મભૂમિ કેસની સુનાવણી કરી રહેલા સન્માનિય જ્જાને ના છોડ્યા અને ત્યાં સુધી કહ્યું કે જા તેઓ મંદિર કેસનો ચુકાદો નથી આપી શકતા તો રાજીનામું આપી દેવું જાઈએ. સાધુ સંતોએ પણ એ કહ્યું કે આ મુદ્દો અદાલતી છે જ નહિ. અદાલતની છાપને બગાડવાની જારશોરથી ભરપૂર પ્રયત્નો કરવામાં આવ્યા. વડાપ્રધાન મૌન રહ્યા. અને હવે જઈને નવા વર્ષના પહેલા દિવસે ભાગવતજી સહિત બધાને શાંતિથી કહી દીધું કે જ્યાં સુધી બધી જ કાનૂની પ્રક્રિયાઓમાંથી આ કેસ પસાર ના થાય ત્યાં સુધી કોઈ પણ વટહુકમ લાવવામાં નહીં આવે.
વડાપ્રધાને લગભગ ૪૦ સવાલોના જવાબ આપ્યા જેમાં રામ મંદિર નિર્માણ કરવાનો બધાથી મહત્વનો માનવામાં આવે છે. વડાપ્રધાને જે રીતે વિસ્તારથી સર્જિકલ સ્ટ્રાઈક અંગે દેશને જણાવ્યું એ જ રીતે વિસ્તારથી મંદિરની બાબતમાં શું શું કાયદાકિય પ્રક્રિયા છે તેના પર કોઈ પ્રકાશ ના નાંખ્યો. જ્યારે કે આ મુદ્દો સર્જિકલ સ્ટ્રાઈકથી પણ વધારે જરૂરી છે. હોઈ શકે છે કે વડાપ્રધાનશ્રી સ્ટ્રાઈક મુદ્દાને વધુ જરૂરી માનતા હોય. ખેર જેમના વિચાર જેવા વિચાર અને મુદ્દા,પરંતુ તેમણે મંદિર અંગેના મુદ્દે જે ખુલાસો કર્યો તેના પછી હવે હિન્દુ સમાજ મોહનજીની સંઘીય બંસરીના સૂર સાંભળવા ચાહે છે કે તેમની સરકારે તો વટહુકમ લાવવાનો સાફ સાફ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ત્યાં સુધી આરએસએસ અને સાધુ સંત શું કહેવા ચાહે છે…? કેમકે કાનૂની પ્રક્રિયા કોઈ ટૂંકા સમયગાળાની નથી હોતી. એક અદાલતના ફેંસલા બાદ તેનાથી ઉપરની અદાલત અને અંતમાં સુપ્રિમ કોર્ટની લાર્જર બેંચની સમક્ષ પણ આ કેસ જઈ શકે છે અને આ બધુ આ વર્ષે એપ્રિલમાં બધાએ કોર્ટના અંતિમ ચુકાદા સુધી રાહ જાવાની રહેશે. શું શ્રીમાન મોહનજી તેના માટે તૈયાર છે…??
આમ જાવા જઈએ તો મંદિર નિર્માણનો દડો હવે આરએસએસના પલ્લામાં છે મોદીજીએ ખૂબ શાંતિથી દડાને ઉઠાવીને નાગપુર પહોંચાડી દીધો હવે સંઘે નિર્ણય કરવાનો છે મંદિર નિર્માણ માટે સુપ્રિમ કોર્ટે જ્યારે આગલી વખતે તારીખ આપી ત્યારે ઔર નહીં બસ ઔર નહીં….ના ગીતો સંભળાઈ રહ્યા હતા. હવે સરકારના ખુલાસા પછી બધાની નજરો સંઘ અને સાધુ સંતોની ધર્મસભા અને ધર્મ સંસદ પર છે. બિચારા રામ લલ્લાજી ઠંડીમાં કામળો ઓઢી ધ્રૂજતા ધ્રૂજતા માનો કે કહી રહ્યા છે….હે ભક્તજનો….હે નાગરપુરવાલો….હવે આ રીતે કેટલા વર્ષ ગુજારવા પડશે…!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



