નવા વર્ષની શરૂઆત ખૂબ ટૂંક સમયમાં થવાની છે તે પહેલાં ભારતીય રેલવે દ્વારા નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. ૨૦૧૯માં મુસાફરી દરમિયાન હવે ગ્રાહકોને શોપિંગની સુવિધા મળવાની સાથે હવે ટ્રેનમાં રોબોટ પણ જાવા મળશે. તે ઉપરાંત કિન્નરો માટે પણ ટ્રેનમાં નવી સુવિધા શરૂ થવાની છે. આજે અમે તમને ટ્રેન દ્વારા ૨૦૧૯માં મળનારી નવી સુવિધાઓ વિશે જણાવવાના છીએ…
ચાલતી ટ્રેનમાં શોપિંગ કરી શકાશે
નવા વર્ષમાં રેલવે તરફથી ખાસ સુવિધા આપવામાં આવી રહી છે. હવે તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઘર અને રસોઈની આઈટમ સહિત અન્ય જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે. જાકે પહેલાં તબક્કામાં આ સુવિધાની શરૂઆત બે ટ્રેનમાં થશે અને ત્યારપછી દરેક તબક્કે તેમાં બે બે ટ્રેનનો સમાવેશ કરવામાં આવશે. આ ફર્મની ટ્રેનમાં ઘરેલુ સામાન સિવાય બ્યૂટી પ્રોડક્ટ સહિત અન્ય આઈટમ વેચવાની પણ મંજૂરી આપવામાં આવશે. જાકે ટ્રેનમાં કોઈ ખાદ્ય સામગ્રી, સીગરેટ, ગુટખા અથવા દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
કુંભ મેળા માટે ૮૦૦ સ્પેશિયલ ટ્રેન
૨૦૧૯માં પ્રયારગાજમાં થનારા કુંભ મેળા માટે રેલવેએ ઘણી ખાસ સુવિધાઓની જાહેરાત કરી છે. મેળાને ધ્યાનમાં રાખીને ૮૦૦ સ્પેશિયલ ટ્રેન રાખવામાં આવી છે અને તેમાં ફ્રીમાં વાઈ-ફાઈ, બાયો-ટોયલેટની સુવિધા આપવામાં આવશે. તે ઉપરાંત યાત્રીઓને કુંભના મેળા સાથે જાડાયેલી તસવીરો ટ્રેનના કોચમાં બતાવવામાં આવશે. આટલું જ નહીં, રેલવે વિભાગે કુંભને ધ્યાનમાં રાખીને રેલ કુંભ એપ પણ બનાવી છે.
રેલગાડીઓના સમારકામ માટે રોબોટ
નવા વર્ષે તેમને ટ્રેનમાં રોબોટ પણ જાવા મળશે. હકીકતમાં રેલવેના નાગપુર ડિવિઝનની મિકેનિકલ બ્રાન્ચમાં અંડરગિયર સર્વિલાંસ થ્રૂ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અસિસ્ટેડ ડ્રાઈડ એટલે કે ઉસ્તાદ નામનો એક રોબોટ ડેવલપ કરવામાં આવશે. આ રોબોટ ટ્રેનની નીચે જઈને રેલગાડીના સ્પેર પાટ્ર્સની તસવીર લેશે અને જા તેમાં કોઈ તકલીફ હશે તો તે વિશે નોટિસ આપશે. ઉસ્તાદ રોબોર્ટમાં હાઈડેફિનેશન કેમેરા લગાવવામાં આવેલા હશે. તે સાથે જ આ કેમેરાની ખાસિયત એવી છે કે, તે ૩૨૦ ડિગ્રીના ખૂણે ફોટોગ્રાફી અને વીડિયો ગ્રાફી કરવા માટે સક્ષમ છે. હાલમાં શતાબ્દી અને રાજધાની જેવી ટ્રેન તેમના ડેસ્ટિનેશન પર પહોંચે ત્યારે આ ટ્રેનની સંપૂર્ણ પણે તપાસ કરવામાં આવે છે. અત્યારે હાલ રેલવે કર્મચારી ટ્રેનની નીચે જઈને જાવે છે કે, ટ્રેનના સ્પેર પાટ્ર્સમાં કોઈ મુશ્કેલી તો નથી આવીને.
ફાઈવ સ્ટાર હોટલ જેવા રેલવે સ્ટેશન
આ વર્ષે દેશના પહેલાં ફાઈવ સ્ટાર રેલવે સ્ટેશનની શરૂઆત થવાની શકિયતા છે. એરપોર્ટ જેવું પહેલુ રેલવે સ્ટેશન ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બની રહ્યુ છે. આ દેશનું પહેલું એવું સ્ટેશન હશે જ્યાં ફાઈવ સ્ટાર હોટલ ડેવલપ કરવામાં આવશે. આ હોટલ ૧૦ ફ્લોરની હશે. હોટલમાં ૩૦૦ રૂમ બનાવવામાં આવશે. આવતા વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન આ હોટલને શરૂ કરવામાં આવે તેવી શકિયતા છે.
કિન્નરો માટે રેલવેમાં ડિસ્કાઉન્ટ
રેલવેની નવી સુવિધા પ્રમાણે ટ્રાન્સજેન્ડરને હવે સીનિયર સીટીઝન પુરુષ-મહિલાની જેમ રેલવેના ભાડાંમાં ડિસ્કાઉફન્ટ આપવામાં આવશે. આ વિશે તાજેતરમાં જ રેલવેએ દરેક ઝોનમાં પત્ર લખીને જાણ કરી છે. કિન્નરોને આ સુવિધા ૧ જાન્યુઆરી ૨૦૧૯થી મળવાની શરૂ થઈ જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



