એડીઆરનો રિપોર્ટ,ત્રીજા ક્રમે અકાલી દળ
ન્યુ દિલ્હી,તા.૮
વર્ષ ૨૦૧૬-૧૭માં પ્રાદેશિક પક્ષોને કુલ ૯૧.૩૭ કરોડનું દાન મળ્યું હતું જેમાં શિવસેના પ્રથમ અને આપ બીજા સ્થાને રહયું છે. ૨૦૧૬-૧૭માં પ્રાદેશિક પક્ષોને ૬૩૯ દાનમાં કુલ ૯૧.૩૭ કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાં ૨૦,૦૦૦ થી ઓછું અને તેથી વધુ સામેલ છે. શિવસેનાને ૨૯૭ દિવસોમાં ૨૫-૬૫ કરોડ, આપને ૩૮૬૫ દાનમાં ૨૪-૭૩ કરોડ અકાલીદળને ૧૫-૪૫ કરોડ મળ્યા હતાં.
આ રીપોર્ટ પક્ષો દ્વારા ચૂંટણી પંચને અપાયેલી વિગતો પર આધારિત છે. જેમાં ૭૨.૦૫ ટકા દાન (રૂ. ૬૫.૮૩ કરોડ) શિવસેના, આપ અકાલીદળને મળ્યું છે.
૨૦૧૫-૧૬ની તુલનાએ ૨૦૧૬-૧૭માં વૃદ્ધિની વાત કરીએ તો અસમ ગણ પરિષદને દાનમાં ૭૧૮૩ ટકા, અકાલીદળને ૫૮૪૨ ટકા, જેડીએસને મળતા દાનમાં ૫૯૬ ટકાનો વધારો મળ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



