મુંબઈ,તા.૭
વધુ એક વડા પ્રધાનની વાત લઇને તાશ્કંદ ફાઇલ્સ નામની ફિલ્મ આવી રહી છે અને જાણકારો માને છે કે હાલ બનેલી ધી એકિસડન્ટલ પ્રાઇમ મિનિસ્ટરની જેમ તાશ્કંદ ફાઇલ્સ પણ વિવાદ સર્જે તો નવાઇ નહીં.
તાશ્કંદ ફાઇલ્સ ૧૯૬૪-૬૫માં ત્યારના વડા પ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીજીના રહસ્યમય મૃત્યુના વિષયને નિરુપે છે. શાસ્ત્રીજી રશિયાના તાશ્કંદ શહેરમાં પાકિસ્તાનના લશ્કરી પ્રમુખ અયુબ ખાન સાથે વાટાઘાટો કરવા ગયા હતા અને ત્યાં તેમનું રહસ્યમય સંજાગોમાં અવસાન થયું હતું. રશિયા અને પાકિસ્તાનનો દાવો એેવો હતો કે મોડી રાત્રે શાસ્ત્રીજીને ગંભીર હાર્ટ અટેક આવ્યો હતો. જાણકારો કહે છે કે આ વાત સાચી નથી. શાસ્ત્રીજીને જીવલેણે હાર્ટ અટેક આવે એવી નાજુક એમની તબિયત નહોતી.
રશિયાની મુલાકાતે જઇ આવેલા અભિનેતા ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રીએ એવો દાવો કર્યો હતો કે એમને કેટલીક સંવેદનશીલ ફાઇલ્સ પ્રાપ્ત થઇ છે જે શાસ્ત્રીજીના રહસ્યમય મૃત્યુ પાછળની વાત રજૂ કરે છે. આ ફાઇલ્સમાં રહેલી હકીકતોના આધારે પોતે ધ તાશ્કંદ ફાઇલ્સ ફિલ્મ બનાવી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



