પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવુ હોય તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારોઃ સુપ્રિમ કોર્ટે

0
393

ન્યુ દિલ્હી,
તા.૨૬/૦૩/૨૦૧૮

પેટ્રોલ-ડીઝલના ઉપયોગમાં ઘટાડો કરવાના હેતુસર સુપ્રીમની કેન્દ્રને સલાહ

સુપ્રીમ કોર્ટે દેશમાં ડીઝલના ઉપયોગમાં ઘટાડો કરવાના ઈરાદે કેન્દ્ર સરકારને તેના ભાવ વધારવાની અજીબોગરીબ સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટ વધતા પર્યાવરણના પ્રદૂષણ સ્તર પર અંકુશ લાવવા માટે સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ સંસ્થાઓને સતત દિશા-નિર્દેશ આપતા રહી છે પરંતુ આજે તેમનો અનપેક્ષિત ચુકાદો સંભળાવતા કેન્દ્ર સરકારને ડીઝલના ભાવ વધારવા પર વિચાર કરવાની સલાહ આપી છે. જેથી વધતા ભાવના કારણે ડીઝલનો ઉપયોગ ઓછો થઈ શકે.
આ સિવાય સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ૧૩ મેટ્રો શહેરોમાં એપ્રિલ ૨૦૧૯થી મ્જી-૬ ઈંધણ પૂરુ પાડવા વિશે વિચાર કરવાનું કહ્યું છે. કોર્ટે દિલ્હીમાં આ વર્ષે એક એપ્રિલથી મ્જી-૬ પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ કરાવવાનું કહી ચૂક્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY