દેશમાં અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેંકેલો સવર્ણોને દશ ટકા અનામતની સિક્સરે તમામ વિપક્ષોને ભલે બોક્સમાં મૂકી દીધા અને મધ્યમવર્ગીય સવર્ણોના મતો અંકે કરી સત્તા મેળવવાનો ગોલ કરી દીધો છે. પરંતુ ૧૦ ટકા અનામત સવર્ણોને મળશે ખરી…? એ સવાલ આમ સવર્ણ વર્ગમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે ૧૯૯૧માં મંડલ કમિશનના અહેવાલનો અમલ થયા બાદ તે સમયના તત્કાલિન વડાપ્રધાન નરસિમ્હા રાવે સવર્ણોને દશ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ૧૯૯૨માં સુપ્રિમ કોર્ટે આ નિર્ણય એટલે કે સવર્ણોને દશ ટકા અનામત ગેરબંધારણિય કરાર ગણાવી ગેરબંધણિય ગણાવી નકારી કાઢતા સવર્ણોને દશ ટકા અનામતના નિર્ણયનું સૂરસૂરિયુ થઈ ગયું હતુ. ત્યાર બાદ ભાજપની અટલજીની સરકારમાં ગરીબ સવર્ણોને અનામત આપવા માટે ૨૦૦૩માં એક મંત્રીઓની સમિતિની રચના કરવામાં આવી હતી પરંતુ કોઈ ફાયદો થયો ન હતો અને ભાજપાઈ સરકાર હારી ગઇ હતી. ત્યારબાદ ૨૦૦૬માં ડા.મનમોહન સિંહની સરકારમાં સવર્ણોને અનામત મળે તે માટે એક કમિટીની રચના કરી હતી જે કમિટીએ એવા આર્થિક પછાત વર્ગો અંગે અહેવાલ તૈયાર કરવાનો હતો કે જે હાલની અનામત પ્રથાના દાયરામાં આવતા નથી પરંતુ પરિણામ કશું જ મળ્યુ ન હતુ જા કે દરેક રાજકીય પક્ષો ગરીબ સવર્ણોને દશ ટકા અનામતની વાત કરે છે પણ બંધારણીય રીતે અનામત કોને મળે તે અંગે વિસ્તૃત છણાવટ સાથે સમાવેશ કર્યો છે જે કારણે અને તેના નોમ્સ અનુસાર કોઈ પણ સવર્ણને અનામત મળી જ ના શકે આ બાબત તમામ રાજકીય નેતાઓ અને પંડિતો જાણે છે છતાં સસ્તા મોહ કોણ છોડી શકે…? આ સિવાય દેશના જે તે રાજ્યોમાં અનામત અંગે આંદોલનો થયા અને જે તે તત્કાલિન સરકારોએ અનામત આપવાની જાહેરાત કરી પરંતુ અનામત અંગે લીધેલા જે તે સરકારના નિર્ણયોને અદાલતોએ ઇન્કાર કરી દીધો છે અને ગેરબંધારણિય ગણાવ્યા છે. જે એક હકીકત છે. આ બધુ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા પ્રાપ્તિ માટે સવર્ણોને ૧૦ ટકા અનામતનું તાતુ તીર ફેંક્યુ અને લોકસભા તેમજ રાજ્યસભાએ મંજૂર પણ કરી દીધુ છે જે રાષ્ટ્રપતિ પાસે પહોંચી ગયું છે. હવે બોલ રાષ્ટ્રપતિની કોર્ટમાં છે કદાચ ત્યાં બંધારણિય અભ્યાસ થાય તેમજ જે તે અદાલતોએ અનામત અંગે આપેલા ચુકાદાઓના અભ્યાસ થાય પછી જ ત્યાંથી સહિ થાય તો….!!!?
દેશમાં તકલીફ એ બાબતની છે કે ભાજપા અને તેના નેતા ગણે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જે વચનોની લાણી કરી હતી અને લોકોએ વિશ્વાસ મૂકી થોકબંધ મતો આપી ભાજપાને નરેન્દ્ર મોદીને સત્તાનું સુકાન સોંપ્યુ હતુ. પરંતુ સાડા ચાર વર્ષમાં આપેલા વચનોના અમલના સ્થાને કેન્દ્ર સરકારે એવા નિર્ણય લીધા કે આમ પ્રજા પરેશાન થઇ ગઇ અને આ વાત કે વિરોધ પક્ષોએ કરેલી પ્રજાકીય રજૂઆતો કેન્દ્રની ભાજપા સરકારે કાન પર ના લીધી કે સમજી નહી અને માત્રને માત્ર મંત્રીઓ નેતાઓ અગાઉની સરકારોની ભૂલો ગણાવવામાં જ રચ્યા પચ્યા રહ્યા કોંગ્રેસને માટે કે અન્ય પક્ષોના નેતાઓ ઉપર બેફામ વાણિ વિલાસ કરવા સાથે આક્ષેપો કરવામાં વ્યસ્ત રહ્યા અને તેનું પરિણામ મળ્યુ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રજાએ સીધો અને સ્પષ્ટ ચુકાદો આપી દીધો અને ભાજપાને જારદાર ધોબી પછાડ આપી. પરિણામે ભાજપ નેતાઓમાં ફફડાટ છૂટી ગયો. કોઈ કાંઇ કહેવા માટે કે કરેલા ખોટા ચૂંટણી દાવા અંગે બોલવા તૈયાર ન હતુ કારણ ત્રણ રાજયોમાં ભાજપની સરકાર હારી ગઇ તો બાકી બે રાજ્યોમાં ભાજપા ટોટલ ગુમ થઇ ગયો…!!
પરંતુ નરેન્દ્ર મોદીની એક ખાસ ખાસિયત છે જ્યારે ચારે બાજુથી ઘેરાય ત્યારે ડબલ શÂક્તથી તેઓ ત્રાટકે છે અને ઝળકી ઉઠે છે. તેમે સવર્ણોને દશ ટકા અનામત આપવાનું તીર લોકસભામાં ફેંક્યુ જેથી વિપક્ષો તો વધુ કાબેલ નિકળ્યા તેમણે પણ વડાપ્રધાનની હા માં હા ભણી લીધી અને નરેન્દ્ર મોદી કે ભાજપના હાથમાં અનામત ચૂંટણી મુદ્દો બની જાય તે હથિયાર બુઠ્ઠુ કરી નાંખ્યુ…!!? પણ રાજકારણીઓ સમજ્યા હોય કે ના સમજ્યા હોય પરંતુ આમ પ્રજા મતદાતા રાજકારણીઓને ઓળખી ગયા છે. મતદાતા વધુ શાણા અને સમજદાર બની ગયા છે એટલે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અનેક નેતાઓની ફીરકુ ઉતારી નાંખશે તે નિશ્ચિત છે..!! જા કે અત્યારે તો ભરેલુ નાળિયેર છે એટલું જ સમજવુ રહ્યુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



