વેનિસ-ફ્લોરેન્સ શહેરના મેયરે ૧૦ યૂરો એન્ટ્રેન્સ ટેક્સનો પ્રસ્તાવ રાખ્યો
રોમ,તા.૧૦
થોડાં વર્ષો પહેલાં દરેક દેશની ઇચ્છા હતી કે, વધુમાં વધુ ટૂરિસ્ટ્સ તેઓના દેશની મુલાકાત લે. બીજા વિશ્વયુદ્ધ બાદથી ઇટલી પણ હંમેશાથી ટૂરિસ્ટ્સનું સ્વાગત કરતું રહે છે, પરંતુ હવે સરકાર એક નવો કાયદો લાવવા જઇ રહી છે જેમાં ટૂરિસ્ટ્સની એન્ટ્રી પર ટેક્સ આપવાનો રહેશે. વેનિસ અને ફ્લોરેન્સ શહેરના મેયરે ૧૦ યૂરો (અંદાજિત ૮૦૦ રૂપિયા) એન્ટ્રેન્સ ટેક્સનો પ્રસ્તાવ રાખ્યો છે.
અનેક ઇટાલિયન લોકોનું માનવું છે કે, ટૂરિસ્ટ્સ પર એન્ટ્રેન્સ ટેક્સ લગાવીને સરકાર વધુ નાણાં ઉભા કરવાની ઇચ્છા રાખે છે. ૨ વર્ષ પહેલાં લિંગુરિયા ક્ષેત્રમાં આવતા નાના શહેર સિનેક તેરે પણ ટિકિટ શરૂ કરી હતી. અહીં વાર્ષિક અંદાજિત ૧૫ લાખ લોકો આવે છે.
ટૂરિસ્ટ્સના મામલે ઇટલી પાંચમા સ્થાને છે. અહીં પ્રતિ વર્ષ ૫ કરોડ ૨૪ લાખ લોકો ફરવા આવે છે. ગ્લોબલ જીડીપીમાં ઇટલીનો હિસ્સો ૧૦ ટકા છે. સસ્તી ટિકીટોના કારણે વિકાસશીલ દેશોના લોકો પણ અહીં મોટી સંખ્યામાં પહોંચવા લાગ્યા છે.
ટૂરિસ્ટ્સને અટકાવવાની મોટી સંખ્યા ગંદકી પણ છે. એર ટ્રાફિક અને ક્રૂઝ જહાજાની વધતી જતી આવ-જાના કારણે પર્યાવરણને તો નુકસાન થઇ જ રહ્યું છે, સાથે જ શહેરોમાં કચરો, માટીનો કાંપ, અપરાધ અને પ્રદૂષણમાં પણ વધારો થઇ રહ્યો છે. લોકોનું કહેવું છે કે, એન્ટ્રી ટેક્સ લેવાથી સમસ્યા તો ખતમ નથી થતી, પરંતુ ટૂરિસ્ટ્સની સંખ્યા વધી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



