રાજકારણીઓની ગુલામી કરવા કરતાં પોતે જ આઈએએસ અધિકારીઓ બોસ બને તેવું પણ હોય

0
6

ભારતમાં રાજકારણીઓ કિયારેક એ રીતે વર્તે છે કે, આપણને સવાલ થાય કે આ લોકો પાસે બીજા કંઈ કામધંધો હશે કે નહીં ? એટલા નવરાધૂપ હશે કે સાવ ફાલતુ કહેવાય એવી વાતોની કૂથલી કરવા માટે ભરપૂર સમય તેમને મળી જતો હશે ? આવા સવાલ થાય એવી ઘટના પાછી એકલદોકલ નથી હોતી પણ છાસવારે બન્યા કરે છે. આવી જ તાજી ઘટના જમ્મુ અને કાશ્મીરમાં આઈએએસ અધિકારી શાહ ફૈઝલે આપેલા રાજીનામાના મામલે રાજકારણીઓ વચ્ચે જામેલી નિવેદનબાજી છે.
શાહ ફૈઝલે ૨૦૦૯માં સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરેલી ને આખા દેશમાં એ ટોપર હતો. કાશ્મીરમાંથી પહેલાં પણ ઘણા લોકોએ સિવિલ સર્વિસીસ પાસ કરેલી પણ ટોપર બનનારો ફૈઝલ પહેલો યુવક હતો. એ વખતે ફૈઝલની ઉંમર ૨૬ વર્ષ હતી. ફૈઝલ મૂળ ડાક્ટર હતો ને એમબીબીએસ કરેલું. પછી સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરવાની ધૂન ચડી એટલે તેમાં ઝંપલાવ્યું ને ટોપર બન્યો. ફૈઝલે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ (આઈએએસ) પસંદ કરેલી ને તેને કાશ્મીર કેડરમાં મુકાયેલા. કાશ્મીરમાં ફૈઝલ અલગ અલગ પોસ્ટ પર રહેલો ને છેવટે તેણે બુધવારે રાજીનામું આપી દીધું. ફૈઝલે આ રાજીનામા માટે કાશ્મીરમાં સતત ચાલી રહેલી હિંસા અને લોકો કાગડા-કૂતરાના મોતે મરી રહ્યા છે એ બાબતને જવાબદાર ગણાવી. ફૈઝલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને પણ આડે હાથ લીધી. મોદી સરકાર કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા માટે તૈયાર નથી એવો આક્ષેપ તેણે કર્યો ને ભારતમાં મુસ્લિમો હાંસિયામાં ધકેલાઈ ગયા છે એવું પણ કહ્યું. આ દેશના ૨૦ કરોડ મુસ્લિમો હિંદુવાદી તાકાતોના કારણે સાવ પતી ગયા છે ને દેશમાં સેક્ધડ ક્લાસ સિટીઝન તરીકે જીવી રહ્યા છે. ફૈઝલે કાશ્મીરનું ભલું કરવાની ને બીજી પણ ઘણી ડાહી ડાહી વાતો કરી છે. આ પહેલાં પણ ફૈઝલે ઘણી વાર સિદ્ધાંતોની ને એવી બધી વાતો કરેલી જ.
ફૈઝલની આ બધી વાતો સાંભળીને કાંગ્રેસના પી. ચિદમ્બરમ ફોર્મમાં આવી ગયા. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હમણાં ભ્રષ્ટાચારના કેસોમાં ચિદમ્બરમની બરાબરની બજાવી રહી છે તેથી ચિદમ્બરમને મોદી સરકાર સામે ખાર છે. ફૈઝલના રાજીનામાને કારણે તેમને એ ખાર કાઢવાનો મોકો મળી ગયો. ચિદમ્બરમે જાહેર કર્યું કે, ફૈઝલે કહેલી એક-એક વાત સાવ સાચી છે ને ભાજપ સરકાર માટે આ આક્ષેપો કલંક સમાન કહેવાય. ચિદમ્બરમના પગલે ઉમર અબ્દુલ્લા પણ કૂદી પડ્યા ને તેમણે પણ મોદી સરકારને બેફામ ગાળો આપી દીધી.
ગુરૂવારે આ બંનેને જવાબ આપવા મોદી સરકારના પ્રધાન જિતેન્દ્રસિંહ કૂદી પડ્યા. જિતેન્દ્રસિંહે ફૈઝલની વાતોને વાહિયાત ગણાવી અને કાશ્મીરમાં લશ્કરી જવાનો દ્વારા કરાતી કાર્યવાહીને યોગ્ય ગણાવી. તેમણે આડકતરી રીતે ફૈઝલને પણ લપેટમાં લઈને એવું કહ્યું કે, ફૈઝલમાં લડવાની તાકાત જ નથી ને આતંકવાદીને આતંકવાદી કહેવાની પણ હિંમત નથી. ફૈઝલના મામલે બીજા પણ રાજકારણીઓ હજુ ડબકા મૂકશે કેમ કે આપણે ત્યાં રાજકારણીઓને બીજા રાજકારણીને જવાબ આપવાની બહુ ખૂજલી હોય છે.
એ વાત આપણે બાજુ પર મૂકીએ ને ફૈઝલના રાજીનામાની વાત પર પાછા આવીએ ને આપણા રાજકારણીઓના નવરાપણાની વાત કરીએ. ફૈઝલ જાણીતો ચહેરો હતો તેથી તેના રાજીનામાના સમાચાર મીડિયામાં આવ્યા એ બરાબર છે પણ તેનું રાજીનામું એટલો મોટો મુદ્દો છે ખરો કે, આપણા રાજકારણીઓએ તેના વિશે આટલી ચોવટ કરવી પડે ? ફૈઝલે જે નિર્ણય લીધો એ તેમનો અંગત નિર્ણય છે ને એ માટે જે કારણો આપ્યાં એ પણ તેમનાં પોતાનાં કારણો છે. ચિદમ્બરમ જેવા નવરા માણસોએ એ વાતને પકડી લીધી કેમ કે તેના કારણે ભાજપને ભાંડવાની તક મળે છે પણ ભાજપે તેની સામે રીએક્શન આપવાની જરૂર ખરી ? બિલકુલ નહીં. ભાજપ તેની સામે રીએક્શન આપીને તેને વધારે પડતું મહત્વ આપી રહ્યો છે. આ દેશમાં આઈએએસ છોડનારો ફૈઝલ પહેલો માણસ નથી ને છેલ્લો પણ નહીં હોય. એ તેનો પોતાનો નિર્ણય છે ને એ નિર્ણય લેવાનો તેને અધિકાર છે. વાત ત્યાં પૂરી થઈ જવી જાઈએ પણ રાજકારણીઓના કારણે ફાલતુ મુદ્દો છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે.
ફૈઝલે જે વાતો કરી છે એ બકવાસ છે એ કહેવાની જરૂર નથી. આ દેશના એક ખૂણામાં રહીને ફૈઝલ આ દેશના ૨૦ કરોડ મુસલમાનો વિશે અભિપ્રાયની ફેંકાફેંકી કરી રહ્યો છે એ જાઈને હસવું આવે છે. આ દેશમાં મુસ્લિમો બહુ મહત્વનું અંગ છે ને આ દેશના વિકાસમાં તેમનું મોટું યોગદાન છે જ. આ દેશના બહુમતી મુસ્લિમો સામાન્ય લોકોની જેમ જ જિંદગી જીવે છે ને સામાન્ય લોકોને મળતા બધા લાભો ભોગવે છે. આ દેશના બીજા કરોડો સામાન્ય લોકોને પડતી તકલીફો તેમને પણ પડે છે ને તેમને કોઈ રીતે આ દેશનાં લોકોથી અલગ કરી શકાય એમ નથી. આ
સંજાગોમાં મુસ્લિમો વિશે કહેવાતી આ બધી વાતો બકવાસ છે. ફૈઝલ જેવા લોકો આ બધી વાતો કેમ કરે છે એ કહેવાની જરૂર નથી. મુÂસ્લમોના મસીહા બનીને તેનો રાજકીય ફાયદો મેળવવાની તેમની મનસા હોય છે ને ફૈઝલ પણ એ જ કરી રહ્યો છે.
ફૈઝલ શું નિર્ણય લે છે એ ખબર નથી પણ એવી અટકળો ચાલી રહી છે કે, ફૈઝલ નેશનલ કોન્ફરન્સમાં જાડાઈ જશે ને બારામુલ્લા લોકસભા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. ફૈઝલ શું કરશે તેની ખબર શુક્રવારે એટલે કે આજે પડવાની જ છે પણ એ નેશનલ કોન્ફરન્સમાં જાડાશે તો તેનો અસલી ચહેરો છતો થશે. ફૈઝલ અત્યાર લગી સિદ્ધાંતોની ને બીજી જે બધી વાતો કરે છે તેની સાથે નેશનલ કોન્ફરન્સના અત્યાર લગીના રાજકારણનો મેળ ખાતો નથી. નેશનલ કોન્ફરન્સ આમ તો અબ્દુલ્લા ખાનદાનની બાપીકી પેઢી જ છે. શેખ અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સ સ્થાપેલી, પછી એ પોતાના દીકરા ફારૂક અબ્દુલ્લાને આ પેઢી સોંપતા ગયા ને ફારૂકે પોતાના દીકરા ઉમરને પેઢી સોંપી દીધી છે. હવે ઉમર આ પેઢીનો કારભાર કરે છે ને એ પણ ભવિષ્યમાં પોતાનાં સંતાનોને આ પેઢી સોંપતો જશે એ નક્કી છે.
ભારતમાં વંશપરંપરાગત શાસન સામાન્ય છે ને તેમાં પણ રાજકારણમાં તો એની જ બોલબાલા છે તેથી એ વાતને અવગણી શકાય પણ નેશનલ કોન્ફરન્સમાં એ સિવાય બીજું કશું પણ વખાણવા જેવું નથી. શેખ અબ્દુલ્લા આઝાદી પહેલાંથી કાશ્મીરના રાજા હરિસિંહને હટાવવા મચી પડેલા ને તેમની દાનત કાશ્મીર પર રાજ કરવાની હતી જ. મત્વાકાંક્ષા હોવી ખરાબ વાત નથી તેથી અબ્દુલ્લામાં મહત્વાકાંક્ષા હતી એ અવગુણ ના કહેવાય પણ આ મહત્વાકાંક્ષા પૂરી કરવા શેખ સાવ છેલ્લે પાટલે જતાં પણ ખચકાયેલા નહીં.
પાકિસ્તાને ૧૯૪૭માં પહેલી વાર કાશ્મીર પર આક્રમણ કર્યું એ વખતે શેખ ભારતની પડખે રહેલા તેના કારણે થોડાં વરસો શેખને ભારતે સહન કર્યા પણ પછી શેખ કાશ્મીર પોતાના બાપનો માલ હોય એ રીતે વર્તવા માંડ્યા તેથી જવાહરલાલ નહેરૂએ તેમને જેલમાં નાંખવા પડેલા. એ અલગ ઈતિહાસ છે ને તેની વાત અત્યારે નથી માંડવી પણ ત્યારથી જ અબ્દુલ્લા પરિવારનો ઈતિહાસ સત્તા માટે ગમે તે હદે જવાનો છે. જરૂર પડે ત્યારે ભારતના પડખામાં ભરાઈ જવાનું ને ગરજ પડે ત્યારે ભારત સામે ઘૂરકિયાં કરીને પાકિસ્તાનની દલાલી કરવી એ તેમનો ઈતિહાસ છે.
રાજકીય રીતે પણ અબ્દુલ્લા પરિવાર હળાહળ તકવાદી છે ને ગરજ પડે ત્યાર ગધેડાને બાપ કહેવામાં તેમને શરમ નથી નડતી. એ લોકોએ ભાજપને ભરપેટે ગાળો પણ આપી છે ને સત્તા માટે ભાજપના પડખામાં પણ ભરાયા છે, ભાજપ સાથે સત્તામાં ભાગીદારી પણ કરી છે. કાંગ્રેસના મામલે પણ તેમનું વલણ એવું જ છે. તેમને સત્તામાં રસ છે, બીજાંનું જે થવું હોય તે થાય. આ માહોલમાં ફૈઝલ નેશનલ કોન્ફરન્સમાં જાડાશે તો તેનો અર્થ એ જ થાય કે, તેને પણ પહેલેથી સત્તામાં જ રસ હતો. સિવિલ સર્વિસીસનો ઉપયોગ તો તેણે પોતાનું એક સ્ટેટસ બનાવવા કરેલો.
આપણે ત્યાં લોકોના ચાવવાના ને બતાવવાના દાંત જુદા જુદા હોય છે. ફૈઝલના કિસ્સામાં પણ એવું હોય એવી શકિયતા ખરી. એ વાતો ભલે લોકોનું ભલું કરવાની ને સિદ્ધાંતોની કરતો હોય પણ અંદરખાને તેને સત્તા ભોગવવાની ને કશું કર્યા વિના આખી જિંદગી સરકારી ખર્ચે કાઢી નાંખવાની ઈચ્છા પહેલેથી જ હોય એવું પણ બને. આઈએએસ અધિકારી બનીને રાજકારણીઓની ગુલામી કરવા કરતાં પોતે જ આઈએએસ અધિકારીઓનો બોસ બને એવું મનમાં હોય એવું પણ બને. જે હોય તે આજે ખબર પડશે જ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY