માયા-અખિલેશ-તેજસ્વીની ત્રિપુટી કોની કેટલી પતંગ કાપશે..?!! આગે કા વક્ત હી બતાયેગા

0
32

મકરસંક્રાંતિને દિવસે આકાશમાં પતંગો ચગાવીને એકબીજાની પતંગો કાપવા ‘દોરાકાપ’ હરીફાઈ થઈ, અને ‘કાઈપો છે’, ‘કાઈપો છે’ના નાદથી ગગન અને ધરતી બંને ગૂંજી ઊઠ્યાં. બીજી તરફ રાજકારણના આકાશે પણ એકમેકની પતંગો કાપવાની કટ્ટર સ્પર્ધા જામી છે.
ચૂંટણીની ભૂંગળ વાગી ચૂકી છે, ત્યારે નાના-મોટા તમામ રાજકીય પક્ષો ભાજપનો પતંગ ‘કાપવો છે’ ‘કાપવો છે’ના નારા ગજવી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપની સામે ઝઝૂમવા ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ, સમાજવાદી પક્ષ અને માયાવતીના બહુજન સમાજ પક્ષ વચ્ચે યુતિ થઈ.
વરસો સુધી એકબીજાનું મોઢુંય જાવા મહીં માગતા આ પક્ષો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઊંચો ઉડતો પતંગ કાપવા એક થયા છે. ભાજપે મોદીના નેતૃત્વમાં મોટું ગજું કાઢ્યું છે એટલે તેને કાપવા માટે જેટલા પક્ષો એકઠા થાય એટલું કામ આસાન થશે એવી સહજ માન્યતા સાથે પક્ષો પોતપોતાના માંજાને વધુને વધુ મજબૂત બનાવી રહ્યા છે. આ બન્ને રાજકીય પક્ષોની સાથે અન્ય એક રાજકીય પક્ષ – આરજેડી પણ જાડાવા તૈયાર થયો છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવ ચરખી પકડવા તૈયાર થઈ ગયા છે. અખિલેશ યાદવે ઢીલ મૂકી હોય એમ તેજસ્વી સાથે મંત્રણા પણ કરી લીધી. બંને નેતાઓ વચ્ચેની બેઠક બાદ તેજસ્વી યાદવે તો ગર્જના કરી કે કેન્દ્રમાં કોણ સત્તા પર બિરાજશે એનો નિર્ણય ઉત્તર પ્રદેશ અને બિહાર કરશે.
તેજસ્વી યાદવના અવાજમાં વધુ પડતો વિશ્ર્વાસ એટલા માટે વર્તાય છે કેમ કે તેઓ બીએસપીનાં સુપ્રીમો માયાવતીને પણ મળ્યા હતા. આ ‘ત્રિપુટી’ સાથે મળીને મોદી સામે મોરચો માંડે તો ભાજપને ભારે પડી શકે એમ છે. આ નેતાઓની વાતમાં તકર્ર્‌ છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ સીટ છે, બિહારમાં ૪૦ અને ઝારખંડની બીજી ૧૪ બેઠકો એટલે જુમલો ૧૩૪ શીટનો થયો. જ્યારે ભાજપની સીટ – ત્રણ રાજ્યોના તેના જાડાણ સહિત ૧૧૫ બેઠકો થાય છે.
ગણિત જુઓ. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને બિહારમાં જેટલા દલિત વોટ મળ્યા હતા એનાથી બમણા મત ૨૦૧૪ની ચૂંટણીમાં મળ્યા હતા. આ વખતે રાજ્યમાં બીએસપી અને આરજેડીની યુતિ થઈ જાય અને આ ગઠબંધન કાંગ્રેસ, આરએલએસપી, હમ, શરદ યાદવના લોકતાંત્રિક જનતા દળની સાથે તાલમેલ કરીને લડે તો ૨૦૧૪માં ભાજપને મળેલા દલિત વોટ આ ગઠબંધનની ઝોળીમાં આવી શકે છે, એટલે ઉત્તર પ્રદેશની એસપી-બીએસપી યુતિની જેમ બિહારમાં આરજેડી, બીએસપી યુતિ પણ કેન્દ્રમાં રાજકીય સિનારિયો બદલી શકે છે.
આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના સતેજ દિમાગમાંથી કિયારે શું નીકળે તે કહેવાય નહીં. બિહારમાં આરજેડી અને બીએસપી વચ્ચે યુતિ થશે તો આ ગઠબંધન માત્ર આરજેડી – સપા પૂરતું નહીં રહેતા આરજેડી, બીએસપી, કાંગ્રેસ, એસપી, એલજેએસપી, હમ તથા શરદ યાદવની પાર્ટી – એલજેડીનું ‘મહાગઠબંધન’ બની જશે, જે ઉત્તર પ્રદેશના એસપી-બીએસપી યુતિ કરતા ઘણુ મોટું હશે. આ મહા ગઠબંધન ભારતીય જનતા પક્ષ, જેડીયુ, એલ.જે.પી.ની બેઠકો અડધી કરી નાખી શકે છે. નાના-મોટા વિરોધ પક્ષો જે રીતે એક છત નીચે આવીને ભાજપને પરાજિત કરવા મથી રહ્યા છે એ જાતા મોદી માટે રાજકીય માહોલ વધુને વધુ પડકારરૂપ બનશે. ભાજપને ભીડવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. વિપક્ષોને એક વાતની ખબર પડી ગઈ છે કે છૂટી છૂટી લાકડીની અસર નહીં થાય. લાકડીઓના એક આખા ભારાને તોડવું મુશ્કેલ બની રહશે. એટલે જ આ વિપક્ષી લાકડીઓ ભારો બનીને – સંપીને – મોદીને ભારે પડવા મેદાનમાં ઉતરી છે. મોદીજી અને અમિતજી આ રાષ્ટ્રીય ગણિત સામે પોતાની કઈ શતરંજ બિછાવે છે એની પર ઘણો આધાર છે, પરંતુ એક વાત છે કે રાજકીય માહોલ બહુ જ રસપ્રદ થઈ રહ્યો છે. રાજકારણમાં કોની કેટલી પતંગ કપાય છે તે તો આગે કા વક્ત હી બતાયેગા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY