પવિત્ર કુંભમેળા પછી શરૂ થવા જઈ રહ્યો છે રાજકીય કુંભમેળો…!!

0
6

સંગમ તીર્થ પ્રયાગરાજમાં મકરસંક્રાતિથી સંતોના શાહી સ્નાનની સાથે જ પવિત્ર કુંભમેળાનો પ્રારંભ થઇ ગયો છે. હાડ કકડાવતી ઠંડી હોવા છતાં કેટલાયે શ્રદ્ધાળુઓ પવિત્ર નદીમાં ડૂબકી મારીને પોત-પોતાને પવિત્ર કર્યા. આ કુંભમેળામાં લગભગ ૧૨ કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરવા માટે પ્રયાગરાજ આવશે. હિંદુ ધર્મમાં કુંભમેળાનું અલગ મહત્વ છે. એજ રીતે લોકશાહીમાં પણ ચૂંટણીરૂપી કુંભમેળાનું પોતાનું એક મહત્વ છે. કુંભમેળો દર ચાર વર્ષે એક વાર આવે છે. તો ચૂંટણી કુંભમેળો દર પાંચ વર્ષમાં એકવાર આવે છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારતની ચૂંટણી ઉપર સમગ્ર દુનિયાની નજર રહે છે. પ્રયાગરાજનો કુંભમેળો પૂર્ણ થતા જ માર્ચનાં પ્રથમ અઠવાડિયામાં ચૂંટણી કુંભમેળાની જાહેરાત થઇ શકે છે.
આ બધા વચ્ચે ભાજપા-કોંગ્રેસની સાથે સપા અને બસપાએ પણ ચૂંટણી કુંભ મેળામાં સાથે મળીને ડૂબકી મારવાની તૈયારી કરી લીધી છે. ભાજપા પણ પોતાના જુના અને નવા સાથિયો સાથે સ્નાન કરવા માટે તૈયાર છે. ભાજપાના કેટલાક સાથી જે અગાઉના ચૂંટણી કુંભ મેળામાં સાથે હતા તેમાંથી કેટલાક નારાજ થઈને અલગ ઘાટ પર સ્નાન કરશે તો શિવસેનાને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે કે ચાલો આ વખતે સાથે મળીને સ્નાન કરીએ. પરંતુ શિવસેના અત્યાર સુધી તેના માટે તૈયાર નથી. બની શકે છે કે શિવસેના પણ ભાજપાથી નારાજ હોઈ અલગ ઘાટની શોધમાં છે જે રીતે કેટલાક સમય પહેલા અલગ થયેલા સાથી અલગ ઘાટ શોધવાના પ્રયત્નોમાં છે. જે પ્રકારે શિવસેનાને અલગ ઘાટ એટલે કે અલગ થઈને ભાજપાથી વધુ સીટો જીતી શકે છે તેવો વિશ્વાસ થશે ત્યારે તે પણ ભાજપને નમસ્તે કરીને અલગ ચાલી જશે..!!
આમ જાવા જઈએ તો રાજકારણથી જાડાયેલ લોકો માટે પ્રયાગરાજ કુંભમેળાથી વધુ ચૂંટણી કુંભનું મહત્વ વધારે છે. તેઓ જાણે છે કે એકવાર ચૂંટણીકુંભમાં સ્નાન કરી એટલે કે જીતી ગયા તો પાંચ વર્ષ તેમનું કોઈ કાઈ બગાડી નથી શકતા અને જા ડૂબી ગયા એટલે કે હારી ગયા તો પછી બીજા ચૂંટણી કુંભ સુધી આશા રાખી બેસી રહેવું પડશે. એટલા માટે આ ચૂંટણી કુંભમાં જ કોઈ પણ રીતે શાહી સ્નાન કરી ડૂબવાને બદલે બહાર નીકળવાનાં-જીતવાનાં પ્રયત્નો કરી લોકશાહીનાં મંદિર સંસદમાં પ્રવેશ કરવાના જારદાર પ્રયાસ હર કોઈ કરશે. આમાં ખુદ વડાપ્રધાન મોદીથી લઈને કોઈ બંગાળથી કોઈ અપક્ષ નરેન્દ્ર બાબુમોશાય પણ સામેલ છે.
ચૂંટણી કુંભમેળામાં બે સીટોનું શાહી સ્નાન મહત્વપૂર્ણ હોઈ શકે છે. એક ઘાટ છે અમેઠી અને બીજા છે રાયબરેલી. ભાજપામાં બધાથી વધારે વડાપ્રધાને આ બે ઘાટો ઉપર કોન્ગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ચૂંટણી કુંભમાં ડૂબે એટલે કે હારી જાય તેનાં દરેક બનતા પ્રયત્નો કર્યા છે. અમેઠીમાં ભાજપાનાં સ્મૃતિ ઈરાની ચૂંટણી સ્નાન કરી મત રૂપી નદીથી બહાર આવે છે કે રાજુલ તેના ઉપર દેશની નજર રહેશે. બધા મળીને તમામ પક્ષ, બધા પક્ષો કે સંભવિત ઉમેદવાર ચૂંટણી કુંભનાં મેળામાં જીતીને પાંચ વર્ષ માટે પવિત્ર થવાને માટે તૈયાર છે. બસ આ ચૂંટણી પંચ પ્રયાગરાજની જેમ ભારતરાજના ચૂંટણી કુંભમેળાની જાહેરાત કરે એટલી વાર… સાધુ-સંતોની જેમ ઉમેદવારના અખાડા શાહી સ્નાન કરવા માટે દોડ લગાવવા તૈયાર છે..!! કેટલા ડૂબ્યા કેટલા બહાર આવવ્યતેનો ફેંસલો સામાન્ય મતદારોના હાથમાં છે. મતદાતા પણ તૈયાર. ઉમેદવાર પણ તૈયાર… બસ ચૂંટણી બ્યુગલ ગુંજવાની જાવાય છે રાહ..!!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY