રાહુલ ગાંધી એક રાજકારણી તરીકે પરિપક્વ થયા છે તેમાં શંકા નથી. રાહુલને એક સમયે રાજકારણ માટે સાવ ભોટ ગણવામાં આવતા હતા પણ છેલ્લા એક વર્ષમાં થયેલી ચૂંટણીઓએ સાબિત કર્યું છે કે, રાહુલ કોઈને દેખાતા હશે પણ વાસ્તવમાં ભોટ નથી. નરેન્દ્ર મોદી તથા અમિત શાહ જેવા રીઢા રાજકારણીઓને તેમણે ફીણ પડાવી દીધું છે ને ભાજપને બચાવાત્મક સ્થિતિમાં મૂકી દીધો છે. રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી ભાજપ મજબૂત હતો એવા પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં ભાજપની આબરૂનો ધજાગરો થયો. ગુજરાતમાં ભાજપ માંડ માંડી જીત્યો પણ કર્ણાટકમાં બધી અનુકૂળતા હોવા છતાં ભાજપ ના જીતી શકિયો એ બહુ મોટી નિષ્ફળતા હતી. આ ઓછું હોય તેમ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ને રાજસ્થાન એ ત્રણ રાજ્યો ભાજપના હાથમાંથી સરકી ગયાં. આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સફળતામાં ભાજપની નિષ્ફળતાનો ફાળો વધારે છે એ કબૂલવું પડે પણ રાહુલે કરેલ મહેનતને પણ નજરઅંદાજ ના કરી શકાય.
આ ત્રણ રાજ્યોનાં પરિણામોના કારણે રાહુલને હળવાશથી ના લઈ શકાય એ સ્પષ્ટ થઈ ગયું ને સાથે સાથે રાહુલ રાજકીય રીતે સાવ બુદ્ધુ નથી એ પણ સાબિત થઈ ગયું. જાકે રાહુલ કિયારેક એવા નિર્ણયો લઈ પાડે છે કે તેના કારણે તેની જૂની છાપ તાજી થવા માંડે ને તેના રાજકીય ડહાપણ સામે સવાલ થવા માંડે. લોકસભાની ચૂંટણી પહેલાં દિલ્હીમાં શીલા દીક્ષિતને કર્તાહર્તા બનાવવાનો નિર્ણય એવો જ છે. રાહુલ ગાંધીએ દિલ્હી કોંગ્રેસ પ્રમુખ તરીકે શીલા દીક્ષિતને મૂકી દીધાં છે ને તેમને જે કરવું હોય એ કરવાની છૂટ આપી છે. તેના કારણે કોંગ્રેસમાં ઘણાં લોકોનાં મોં તો વંકાયાં જ છે પણ રાજકીય પંડિતો પણ આશ્ર્ચર્યમાં પડી ગયાં છે કેમ કે શીલા દીક્ષિત સાવ પતી ગયેલી પાર્ટી છે. રાહુલે અચાનક જ તેમને વખારમાંથી કાઢીને આગળ કરી દીધાં છે. શીલાને નહેરૂ-ગાંધી ખાનદાનની વફાદારી ને તેમની સાથેની નિકટતા બંને ફળ્યાં છે પણ એ દિલ્હીમાં કોંગ્રેસને તારી શકશે કે કેમ તેમાં શંકા છે.
શીલા પોતે મૂળ પંજાબી છે,. એ જન્મે ખત્રી પરિવારનાં છે પણ પરણ્યાં બ્રાહ્મણને છે તેથી બ્રાહ્મણ હોવાની તેમની છાપ છે. શીલા દિલ્હીની હાઈફાઈ કોન્વેન્ટ સ્કૂલોમાં ભણેલાં છે. વરસોથી દિલ્હી જ રહ્યાં છે તેથી દિલ્હી તેમની કર્મભૂમિ છે. શીલા દીક્ષિતતના પતિ વિનોદ દીક્ષિત આઈએએસ ઓફિસર હતા પણ નહેરૂ-ગાંધી ખાનદાન સાથેની શીલાની નિકટતાનું કારણ તેમના સસરા છે. વિનોદ દીક્ષિતના પિતા ઉમાશંકર દીક્ષિત ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણોના દિગ્ગજ નેતા મનાતા. ઉમાશંકરે સ્વાતંત્ર્યની લડતમાં પણ ભાગ લીધેલો. તેના કારણે એ જવાહરલાલ નહેરૂની નજીક હતા. નહેરૂ-ગાંધી ખાનદાનના વફાદારોમાં જેમને ગણતરીમાં લેવા પડે એવા તેમના સંબંધો હતા. શીલાની રાજકીય કારકિર્દીમાં જે એકદમ ચડાવ આવ્યો તેમાં આ ઉમાશંકર કનેક્શને બહુ મોટો ભાગ ભજવેલો. વિનોદ દીક્ષિતને રાજકારણમાં રસ નહોતો પણ શીલા દીક્ષિતને હતો તેથી એ ઈન્દિરા ગાંધીને મળતાં રહેતાં. ઉમાશંકરને પણ પોતાનો રાજકીય વારસો કોઈ સંભાળે એ જાઈતું જ હતું તેથી તેમણે રાજકારણમાં રસ ના લેતા દીકરાને બદલે વહુને આગળ કરી તેમાં શીલાનો કોંગ્રેસમાં સિક્કો જામી ગયો. શીલા પહેલાં સંસદસભ્ય બન્યાં ને પછી સીધાં દિલ્હીની ગાદી પર જ બેસી ગયેલાં.
શીલા દીક્ષિતને ન્યાય ખાતર પણ કહેવું જાઈએ કે, દિલ્હીનાં મુખ્યમંત્રી તરીકે તેમણે સારું કામ કરેલું. દિલ્હીમાં મેટ્રો રેલ સહિતના જે પણ વિકાસનાં કામો થયાં એ શીલાની દેન છે. શીલા ખાતા-પીતા ઘરનાં હતાં તેથી તેમને પહેલા દિવસથી ખાવાની પડી નહોતી તેથી શરૂઆતનાં વરસોમાં કોંગ્રેસના મૂળિયાં ઊંડાં જાય ને પોતે મજબૂત બને એવાં કામો કરેલાં.
જાકે એક વાર જામી ગયા પછી તેમણે પણ એ ખેલ શરૂ કર્યો કે જે બીજા રાજકારણી કરતા હોય છે. મતલબ કે પોતાનું ઘર ભરવા માંડ્યું ને એ તેમને નડી ગયું. શીલા સતત ૧૫ વર્ષ લગી દિલ્હીનાં મુખ્યમંત્રી રહ્યાં અ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સ માટેનાં સ્ટેડિયમ બનાવવામાં અબજા રૂપિયાનાં કૌભાંડ થયાં હતાં. એ દરમિયાન દિલ્હી વોટર ટેન્કર કૌભાંડ બહાર આવ્યું. શીલા મુખ્યમંત્રી હતાં ત્યારે પાણીનાં ટેન્કરો ખરીદવાની આડમાં આ કૌભાંડ આચરવામાં આવેલું અને સરકારી તિજારીને ૪૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લાગી ગયો હતો. આ કૌભાંડ અંગે અરવિંદ કેજરીવાલ સરકારે તપાસ કરાવી હતી અને જુલાઈ ૨૦૧૫માં તેનો રિપોર્ટ મળ્યો તેમાં શીલા દીક્ષિતને દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં.
ભાજપના નેતા વિજેન્દર ગુપ્તાની સતત માગણી પછી કેજરીવાલ સરકારના પાણી પ્રધાન કપિલ શર્માએ હમણાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગને એક પત્ર લખીને શીલા સામે એફઆઈઆર નોંધવા કહ્યું છે. જંગે દિલ્હીના એÂન્ટન્ટિ કરપ્શન બ્યુરોને આ કૌભાંડની તપાસ કરવા ફરમાન કર્યું પછી શીલાને સમન્સ પણ મળ્યું હતું. આ બધાં કૌભાંડો ભલે બહાર પછી આવ્યાં પણ એ ગાજવા બહુ પહેલાં જ માંડેલાં. શીલા દીક્ષિત મુખ્યમંત્રી હતાં ને એવું લાગતું હતું કે કોંગ્રેસને દિલ્હીમાં કોઈ હરાવી નહીં શકે પણ આ કૌભાંડોના કારણે સ્થિતિ બદલાઈ ગઈ.
શીલાનો સિક્કો બરાબર ચાલતો હતો ત્યાં અણ્ણા હઝારેનું આંદોલન શરૂ થયું ને શીલાની બુંદ બેસી ગઈ. અણ્ણા હઝારેના આંદોલનના કારણે એકદમ ફૂટી નીકળેલા નવાસવા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં રાજકીય પક્ષ સ્થાપ્યો તેમાં ભાજપ ને કોંગ્રેસ બંનેની હાલત પતલી કરી નાંખી. કેજરીવાલે ભ્રષ્ટાચારનો મુદ્દો બરાબર ચગાવ્યો ને કોંગ્રેસને એવી ધોબીપછાડ આપી કે કોંગ્રેસ સાવ દિગ્મૂઢ થઈ ગઈ હતી. કોંગ્રેસ માટે સૌથી શરમજનક વાત એ હતી કે ૧૫ વર્ષથી સત્તામાં હોવા છતાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી ના શકી. શીલા પોતે વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલાં. હવે જે નેતા પોતાનું ઘર સાચવી ના શકે ને પોતે પણ જીતી ના શકે તેને રાહુલે ફરી દિલ્હીની કમાન સોંપી છે.
શીલા આ ચૂંટણી પછી દિલ્હીના રાજકારણમાંથી સાવ ફેંકાઈ ગયેલાં પણ નહેરૂ-ગાંધી ખાનદાન સાથેની નિકટતાના કારણે માર્ચ ૨૦૧૭માં થયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે શીલાને ઉત્તર પ્રદેશમાં પક્ષની કમાન સોંપેલી. એક પતી ગયેલી પાર્ટીને કોંગ્રેસે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યની કમાન સોંપવી પડે તેના કરતાં વધારે દયનીય હાલત બીજી શું કહેવાય ? કોંગ્રેસે એ દયનીય હાલતની આકરી કિંમત ચૂકવી અને ૪૦૩ વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ ગણીને ૭ બેઠક જીતી શકી. કોંગ્રેસે આટલો શરમજનક દેખાવ તેના ઈતિહાસમાં કદી નહોતો કર્યો. શીલાના નેતૃત્વમાં એ દાડા પણ તેણે જાઈ લીધા ને છતાં રાહુલને તેમના પરર ભરોસો છે એ જાઈને આઘાત લાગે છે. શીલા જેવાં વખારમાં પડેલાં નેતાને બહાર લાવવાં પડે એ જાયા પછી કોંગ્રેસ નેતૃત્વના મામલે સાવ નાદારીના આરે છે એવું તો લાગે જ પણ વૈચારિક રીતે પણ તેની હાલત બહુ સારી નથી તેનો અહેસાસ થાય જ.
દિલ્હીમાં કોંગ્રેસ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે જાડાણ કરીને લડવા માંગે છે પણ શીલા પહેલાંના પ્રમુખ અજય માકેન તેના વિરોધી હતા. માકેનને લાગતું કે, કેજરીવાલ સાથે બેસીશું તો આપણી કેડર સાવ પતી જશે એટલે એ વિરોધ કરતા. શીલા દીક્ષિત નહેરૂ-ગાંધી ખાનદાનનાં કહ્યાગરાં છે તેથી રાહુલની કેજરીવાલ સાથે બેસવાની યોજનામાં ડખા ઊભા નહીં કરે એમ સમજીને તેમને લવાયાં હોય એ શકિય છે પણ એ માટે પણ કોંગ્રેસને શીલા કરતાં તો સારો વિકલ્પ મળ્યો જ હોત. શીલા ૮૦ વર્ષનાં છે ને સાવ ફૂટી ગયેલી કારતૂસ છે એ જાતાં એ કશું કરી શકે તેમ જ નથી.
જાકે રાહુલને એક ફાયદો છે કે, આ રીતે શીલાને આગળ કરવામાં તેણે કશું ખોવાનું નથી. દિલ્હી ટચૂકડું રાજ્ય છે ને લોકસભાની ગણીને સાત બેઠકો છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં આ સાતેય બેઠકો ભાજપે જીતી હતી. એ વખતે મોદી લહેર કામ કરી ગયેલી ને તેમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બંનેનાં પાટિયાં પડી ગયેલાં. હવે આ વખતે દિલ્હીની સાત બેઠકોમાંથી કેજરીવાલની આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બંને જે કંઈ જીતે એ તેમના માટે વકરો એટલો નફો છે. કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે લડવામાં કોંગ્રેસ ભાજપને ફાયદો ના કરાવી બેસે એવો ડર રાહુલને છે તેથી તે કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે બેસવા માગે છે. શીલાના કારણે એ કામ સરળ થઈ જાય ને બંને ભેગાં મળીને કદાચ બધી બેઠકો જીતી જાય એવું પણ બને, લાગ્યું તો તીર નહીં તો તુક્કો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




