મુંબઈ,તા.૧૬
સિનિયર અભિનેતા અન્નું કપૂર સાથે ફરહાન અખ્તરની ડેબ્યુ ફિલ્મ ધ ફકીર આૅફ વેનિસની રિલિઝ ડેટ બદલવામાં આવી હોવાની માહિતી મળી હતી.
આ ફિલ્મ આમ તો આઠ નવ વર્ષ પહેલાં બની હતી પરંતુ કોઇ કારણે રજૂ થઇ શકી નહોતી. અગાઉ થયેલી જાહેરાત મુજબ આ ફિલ્મ શુક્રવાર, ૧૮ જાન્યુઆરીએ રજૂ થવાની હતી પરંતુ ૧૮મીએ ઇમરાન હાશમીની વ્હાય ચીટ ઈન્ડિયા અને અર્શદ વારસીની ફ્રોડ સૈયાં રજૂ થવાની હોવાથી બોક્સ આૅફિસ પરના ક્લેશને ટાળવા આ ફિલ્મની રિલિઝ ડેટ બદલવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મથી ફરહાન અખ્તરે પોતાની અભિનય કારકિર્દી શરૃ કરી હતી પરંતુ ફિલ્મ રજૂ થઇ શકી નહોતી. જા કે ફરહાન તો પછી ઘણો આગળ નીકળી ગયો અને હાલ એ એ લિસ્ટના કલાકારોમાં સ્થાન ભોગવે છે.
ફિલ્મના નિર્માતા પુનિત દેસાએ કહ્યું કે ૧૮ અને ૨૫ જાન્યુઆરીએ એક કરતાં વધુ ફિલ્મો રજૂ થઇ રહી છે એટલે બોક્સ આૅફિસ પર ક્લેશ થવાની શકીયતા વધી ગઇ હતી. પરિણામે અમે અમારી ફિલ્મ ફેબુ્રઆરીમાં રજૂ કરવાનો નિર્ણય લીધો હતો.
આ ફિલ્મમાં અન્નું કપૂર એક ઢોંગી સાધુનો રોલ કરી રહ્યો છે. અભિનેતા તરીકે ફરહાનની આ પહેલી ફિલ્મને કેવોક આવકાર મળે છે એ જાવાનું રસપ્રદ થઇ પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



