ગાંધીનગર, તા.૧૬
ગુજરાતમાં ફરી એકવાર વાયબ્રન્ટ સમિટ યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ધાટન કરશે. ગુજરાતમાં ૨૦૦૩ થી લઇને ૨૦૧૭ સુધીમાં આ રીતે આઠ સમિટ થઇ ગયેલ છે. ૨૦૧૭માં ૨૫૫૭૮ એમઓયુ થયા પરંતુ તેમાં કેટલા નાણાં લાગશે તેના આંકડા અને કેટલાને રોજગારી મળશે તે કોઈ જાણકારી આપવામાં ન આવી. અત્યાર સુધીના બધા આંકડા મે્ળવીએ તો લગભગ ૮૦ લાખ કરોડના રોકાણના એમઓયુ નોંધાયા તેમાં અત્યાર સુધીમાં રોજગારી કેટલાને મળી તેની જાણકારી કે આંકડા ગુજરાત સરકાર શા માટે છુપાવી રહી છે એ એક સવાલ પૂછવામાં આવી રહ્યો છે. જ્યારે ગુજરાતના મુખ્ય સચિવ જેએન સિંઘએ ૧૮ જાન્યુઆરીએ શરુ થવા જઇ રહેલી ૯મી સમિટની જાણકારી તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી ત્યારે ૨૦૦૩ થી લઇને અત્યાર સુધીમાં કેટલા યુવાનોને આ રોકાણમાં રોજગારી મળી એવા સવાલ પર તેઓ ચુપ થઇ ગયા સૂત્રો અનુસાર આખરે શા માટે ગુજરાત સરકાર રફાલ વિમાનની કિંમતની જેમ સમિટથી રોજગારી કેટલાને આપવામાં આવી તેના આંકડા છૂપાવી રહી છેપ..?
૨૦૧૭ અને તેના પહેલા ૨૦૧૫માં જેટલા પણ એમઓયુ કરવામાં આવ્યા તેમાં સૌથી વધુ એમએસએમઇ એટલે કે સૌથી નાના,લઘુ અને મધ્યમ કક્ષાના ક્ષેત્ર માટે થયા. અને આ ક્ષેત્ર સૌથી વધુ રજાગારી આપે છે. ૨૦૧૭માં થયેલા ૨૫૫૭૮ એમઓયુમાં લગભગ ૧૮૫૩૩ કરાર એમએસએમઇ ક્ષેત્ર માટે થયા હતા. ૨૦૧૫માં થયેલ ૨૧૩૦૦ કરારમાંથી લગભગ ૧૭ હજાર નાના-લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે થયા. દરેક સમિટમાં આ ક્ષેત્ર અને રોજગારી કેટલાને મળશે તેની તપાસ કરવા માટે યુએનડીપી,કેપીએમજી જેવા નોલેજ પાર્ટરની સાથે કેટલીયે બેઠકો અને ચર્ચા વિચારણા કે મંથન કરવામાં આવ્યુ જાહેર છે કે આનાથી રોજગારી વધવી જાઈએ પરંતુ એવું થયું નહીં હોય અને એટલા માટે રોકાણોથી કેટલાને રોજગારી મળશે એ આંકડા જાહેર કરવામાં ન આવ્યા. દરેક સમિટમાં નાના લઘુ અને મધ્યમ ક્ષેત્રના એકમોમાં રોકાણના એમઓયુના આંકડા વધતા ગયા પરંતુ આરબીઆઈના ૨૦૧૬ના આંકડા બતાવે છે કે ગુજરાતમાં ૨૦૧૬માં ૪૨ હજારથી વધુ નાના લઘુ વગેરે એકમો બિમાર ચાલી રહ્યા છે. તેની પહેલા ૨૦૧૬માં ગુજરાતમાં માંદા ઉદ્યોગોની સંખ્યા ૨૦૪૫૨ હતી જે ૨૦૧૬માં ૪૨ હજાર થઇ ગઇ.
સૂત્રો અનુસાર જા વાયબ્રન્ટ સમિટમાં સૌથી નાના લઘુ વગેરે ક્ષેત્રમાં રોકાણોને માટે એમઓયુ વધ્યા તો આખરે એકમો માંદા કેમ રહ્યાપ? જાહેર છે કે માંદા એકમોમાં રોજગારીની તકો ઓછી અથવા બંધ થઇ જાય છે. બીજુ કાંઈપ? સરકાર પાસે એમઓયુના આંકડા છે તેમાં કેટલા શરુ થયા,કેટલા મંજૂરી માટેની રાહમાં છે વગેરેની જાણકારી થઇ શકે છે તો તેમાં કેટલાઓને રોજગારી મળી તેના આંકડા શું મળી ના શકેપ.? આજના કોમ્પ્યૂટર યુગમાં બધી જાણકારી જલ્દીમાં જલ્દી મળી જાય છે ત્યારે રોજગારીના આંકડા ન આપવા એ વાતની સાબિતી છે કે એમઓયુના નામ બડે દર્શન ખોટેની જેમ સામાન્ય લોકોને ચકાચોંધ કરવા માટે એમઓયુના આંકડા મોટા મોટા બતાવ્યા પરંતુ જમીની હકીકતથી સરકાર શાહમૃગની જેમ મોઢુ છુપાવી રહી છે. સૂત્રોએ બતાવ્યુ છે કે જા બધા જ એમઓયુના આંકડા રોકાણ કરેલ નાણાં અને તેનાથી મળનારી રોજગારીના દાવાઓને સત્યા માનીએ તો ગુજરાતમાં આજે એક પણ યુવાન બેરોજગાર ન હોયપ.જ્યારે હીકકત એ છે કે લગભગ ૮ લાખ યુવાનો બેરોજગાર છે. વડાપ્રધાન દર વખતે જેનું ઉદ્ધાટન કરે છે તે ગુજરાત અને વિશ્વના રોકાણકારોના સંમેલનની લોકપ્રિયતાને જાતા હવે આને પૂર્વનું દાવોસ કહેવાઈ રહ્યું છે. વિશ્વ વ્યાપાર મંચ દ્વારા સ્વિત્ઝર્લેન્ડના વાર્ષિક દાવોસ સંમેલનની જેમ વાયબ્રન્ટ ગુજરાત સંમેલનમાં પણ ફોર્મ્યુન ૫૦૦ની યાદી કેટલીએ કંપનીઓના સીઇઓ તથા અનેક દેશોના રાજનેતા અને પ્રતિનિધિઓ ભાગ લે છે અને આ વખતે પણ આવશે. પરંતુ દાવોસની જેમ આ સમિટ ફક્ત ચર્ચાઓ,બેઠકો મળવા સુધી સિમિત બનીને રહી જાય તેવુ સૂત્રોનું માનવું છે.
૦૦૦૦૦
શું ભારતને આવી યુવા પેઢી જાઈએ…? કદાપી નહિ…મહિલા આયોગ ક્યાં…?
એક યુવાન દિકરો પોતાના ઘરમાં જઈને પોતાના મા-બાપને કહે છે કે હું આજે કંઇક ખોટું કરીને આવ્યો છું અને તેના મા-બાપ ખુશ થઈને તેના માથા પર હાથ ફેરવી તેને વધામણા આપે છે…? માફ કરશો….આ દ્રશ્ટ કોઈ વિદેશી પરિવારનું નથઈ પરંતુ સંસ્કારી કહેવાતા ભારતના એક એવા પરિવારનું છે કે તેમનો દિકરો ક્રિકેટનો માનીતો ખેલાડી છે અને તેનું નામ હાર્દિક પંડ્યા છે અને તેને તથા બીજા ખેલાડી રાહુલે એક ટીવી શામાં આવી બધી વાતો જાહેરમાં સ્પષ્ટ રીતે બતાવી અને સરકાર,ટીવી કાર્યક્રમ ઉપર કોઈ અભદ્ર દ્રશ્ય કે ટીકા-ટીપ્પણીઓ ન થાય તેના ઉપર નજર રાખવાવાળી સરકારી સંસ્થા,બીજુ બધુ તો ઠીક મહિલા આયોગ પણ મૌન…શા માટે? શું આ મહિલાનું અપમાન નથી કે શું….? ધિક્કાર છે આવા પરિવારને જે મનોરંજન કરીને આવેલ પોતાના પુત્રને બે થપાટ મારવાને બદલે જાણે કે બહુ સારુ કામ કરીને આવ્યો હોય તેવા તેના લાડ કરે…તેના માથા પર હાથ રાખી મા ઓવારણા લે…! શું આવા પરિવાર કહેવાતી ઉચ્ચ સોસાયટીમાં સંસ્કારી માનવામાં આવશે કે માની લેવા જાઈએ….? ભારતને સંસ્કારી કહેવાવાળા લોકો ક્યાં છે…? હાર્દિક અને રાહુલે સરેઆમ ભારતીય સભ્યતા અને સંસ્કારની વગર દડાએ કિલનબોલ્ડ કરી દીધા પરંતુ તેમના વિરુદ્ધ કેમ કોઇ કાયદાકીય કાર્યવાહી નથી થઇ રહી…? શું આ યુવાનો વોટબેંકની કોઇ છુપાયેલુ રાજકારણ છે…?
જા કે ભાજપ સત્તામાં છે તો તેને આ અંગે કોઈ સવાલ પૂછે તો નેતાઓ નારાજ ના થાય. ભાજપ સહિત બધા પક્ષોને યુવાનોના વોટ જાઈએ. યુવા ક્રિકેટના લગ્નમાં તો નેતાઓ પહોંચી જાય છે.યુવાનોને પસંદ અભિનેત્રીના લગ્ન હોય તો પણ નેતાઓ પહોંચી જાય છે. કારણ કે યુવાનોમાં એક મેસેજ પહોંચે કે ફલાણા-ફલાણા નેતા પણ આવ્યા હતા મારી પસંદગીના લગ્નમાં એટલા માટે વોટ તો તેને જ આપીશ…!આ રાજકારણ તેનાથી વિપરીત છે. જે એવો ઢંઢેરા પીટે છે કે પોતાનાથી ઉપર પક્ષ અને પક્ષથી ઉપર દેશ. શું આપણે આવો દેશ જાઈએ કે જેના યુવા આઈકોન ટીવી શામાં એવું કહે છે હું કોઈ છોતરીથી જાતિય સંબંધ બનાવીને ઘેર ગયો અને મારા મોમ-ડેડને જણાવ્યું તો ઘણા ખુશ થયા…!!! ના આપણે આવા દેશ,આવા પરિવાર અને આવા યુવા આઈકોન ના જાઈએ. આવા ખેલાડી બીસીસીઆઈને મુબારક,જે આવા ખેલાડીઓને કરોડો રૂપિયા આપે છે. ખરેખર જાવા જાઈએ તો બીસીસીઆઈની જવાબદારી છે કે બધા ખેલાડીની હેર સ્ટાઈલથી લઇને ટીવી શામાં નમ્રતાથી આવે. આવા ખેલાડીની રીતભાત,ચાલવુ,ઉઠવુ,બેસવુ બોલવું અને વ†ોની નકલ થાય છે. હાર્દિક અને રાહુલના ટીવી શાથી યુવાનોએ શું પ્રેરણા લીધી હશે…?
મહિલા સુરક્ષા અને મહિલા હિતોને માટે કેન્દ્ર સરકારને આધિન મહિલા આયોગ કાર્યરત છે. તાજેતરમાં વિરોધ પક્ષના એક નેતાએ મહિલા રક્ષા મંત્રી અંગે ટીકા કરી તો મહિલા આયોગે તત્કાલ તેમને નોટિસ પકડાવી દીધી. આ અંગે સારું પગલુ છે. જા કે તે નેતાએ એવું કાંઈક કહ્યું ના હતું કે જેનાથી મહિલાઓનું અપમાન થાય. પરંતુ બે બગડેલા યુવા ખેલાડીઓએ ઘર-પરિવારને શરમાવું પડે એવી વાતો ટીવી શામાં કર્યા પછી પણ મહિલા આયોગે અત્યાર સુધીમાં તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી. શું આ મહિલા આયોગની પોતાની જવાબદારી નથી કે કોઈ નેતાનો ફોન આવે અને તેના પહેલા હાર્દિક અને રાહુલની વિરુદ્ધમાં પગલાં ભરે…? આવા બગડેલા ખેલાડી બીસીસીઆઈને મુબારક…આવા ખેલાડી એવા બધા નેતાઓને મુબારક કે જેઓ વોટબેંકના માટે આ બે ખેલાડીઓની અભદ્ર ટિપ્પણી,અભદ્ર વ્યવહારને સહન કરી રહ્યા છે. ભારતને સંસ્કારી કહેવાવાળા લોકો કેવા દરમાં છુપાઈને બેસી ગયા…? આ બે ખેલાડીઓની વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થાય જેથી કોઈ કરણ જાહરની સાથે કોફી પીવાની હિમ્મત ના કરે…?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



