આંખો… કાળા માથાના માનવીના શરીરનો એક એવો મહત્વનો હિસ્સો છે કે જેના વૈજ્ઞાનિક મહત્વની સાથે સાથે તેનું સાહિત્યિક મત્વ પણ એટલું જ છે. કોઈ પણ ભાષાના સાહિત્ય પર જા એક નજર કરીએ તો આંખો પર અઢળક કવિતા, ગઝલ, શેર લખાયેલા મળી આવશે અરે સાહિત્ય જ શું કામ આપણું બાલીવૂડ પણ આમાં કિયા પાછું પડે એવું છે? ‘અખિયોં સે ગોલી મારે…’ ‘આંખો કી ગુસ્તાખિયા…’ કે પછી હોય ‘ઉનસે મિલી નઝરે…’ જેવા કંઈ કેટલાય ગીતો આંખો પરથી જ બનાવવામાં આવ્યા છે. પણ તમે કિયારેય નોંધ્યું છે કે જ્યારે પરસ્પર ચાર આંખો એકબીજા સાથે ટકરાય છે ત્યારે એક અલગ જ અનુભૂતિ થાય છે. એટલું જ નહીં આપણે ત્યાં તો આંખોમાં આંખો નાખીને વાત કરવાની શૈલીને તાકાતનું પ્રદર્શન તરીકે પણ જાવામાં આવે છે.
ભીડ ભરેલી લોકલ ટ્રેનમાં અચાનક જ તમારી નજર કોઈ વ્યકિત સાથે ટકરાઈ જાય છે અને એ વ્યકિત પણ તમને એકટક જાઈ રહી હોય છે ત્યારે તમે એકદમ સભાન થઈ જાવ છો અને જાવા લાગો છો કે કિયાક કોઈ જાતું તો નથી ને? એટલું જ શું કામ જ્યારે આપણે કોઈની આંખો જાઈ લઈએ છીએ તો આપણે એ વ્યકિત માટે એક અલગ વ્યાખ્યા નક્કી કરી લઈએ છીએ. ઘણી વખત વ્યકિત હોઠોથી એક વાત કહેતો હોય છે અને તેની આંખો કંઈક બીજું જ કહી રહી હોય છે.
હાલમાં જ આ આંખો પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું અને એ રિસર્ચમાં મનોવિજ્ઞાનીઓની સાથે સાથે ન્યુરો સાયન્ટિસ્ટોએ પણ ભાગ લીધો હતો અને આ રિસર્ચમાં એવું પુરવાર થયું હતું કે આંખો કે નજર ટકરાયા બાદ જે સંવાદ બે વ્યકિતઓ વચ્ચે થાય છે એ ખૂબ જ તાકાતવર હોય છે. એટલું જ નહીં પણ આંખોથી આંખો મળતાં જ આપણે જે રીતે સામેવાળી વ્યÂક્તના મન, પર્સનાલિટી અને લાગણીનો તાગ મેળવી લેતા હોઈએ છીએ એ જ રીતે આપણે અજાણતા જ સામેવાળી વ્યકિતને આપણા વિશે ઘણું બધું કહી દેતા હોઈએ છીએ, કે જણાવી દેતા હોઈએ છીએ.
એમાં પણ જ્યારે કોઈ આંખો કે નજર તમને ઘૂરીને કે ધારી ધારીને જાઈ રહી હોય છે ત્યારે આપણે આસપાસની વસ્તુઓ તરફ દુર્લક્ષ કરવા લાગીએ છીએ અને આપણે એ વ્યકિત વિશે વધુ વિચારવા લાગીએ છીએ અને આપણે આપણી જાત પ્રત્યે વધુ સજાગ બની જઈએ છીએ. ઘણી વખત તો પેઈન્ટરની પેઈન્ટિંગમાં રહેલી આંખો સાથે પણ જ્યારે નજરો ટકરાય છે ત્યારે પણ જાણે એ નજર તમારું અવલોકન કરી રહી હોય એવી ફિલિંગ થાય છે અને એની સાથે મનમાં વિચારોનું ઘોડાપૂર ઊમટવા લાગે છે. આવું કિયારેય થયું છે તમારી સાથે?
બીજી વ્યકિતની નજર તમારી માનસિક સ્થિતિ જે રીતે ઝંઝોળીને મૂકી દે છે એ જ રીતે તમારી યાદશકિત પર પણ તેની અસર જાવા મળે છે. કોઈ વ્યકિતને આપણામાં રસ છે કે આપણે તેના આકર્ષણનું કેન્દ્ર છીએ એવો આછો પાતળો પણ ખ્યાલ આપણા મગજમાં આવી જાય એટલે આપણે એકદમ એલર્ટ થઈ જઈએ અને એ પાછળની આપણી બધી ક્રિયા, પ્રતિક્રિયાઓ એની આસપાસ ફરતી જ હોય છે.
જાપાનમાં થોડાક સમય પહેલાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું હતું કે કોઈ વીડિયોમાં પણ ઘૂરતી આંખો નજર સાથે ટકરાય છે ત્યારે લોકોનું ધ્યાનભંગ થઈ જાય છે. એટલું જ નહીં આને કારણે તમારી યાદશÂક્ત પર પણ અસર જાવા મળે છે. ઘણી વખત એવો અનુભવ પણ આપણને થાય છે કે જ્યારે કોઈ વ્યÂક્ત આપણને જાઈ રહી હોય ત્યારે આપણે જે કામ કરી રહ્યા હોઈએ છીએ તે કામ કે વાત ભૂલી જઈએ છીએ. પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ સાથે ખાસ આવું થાય છે અને આવા સમયે વૈજ્ઞાનિકો પણ વિદ્યાર્થીઓને નજર ફેરવી લેવાની સલાહ આપવામાં આવે છે.
બે અજાણી નજરો ટકરાય ત્યારે વ્યકિત થોડું અસહજ ફીલ કરે છે અને જે વ્યકિત સતત ઘૂરતી જ હોય તેને આપણે ચિપકુ ટાઈપમાં ખપાવી દઈએ છીએ. જ્યારે કોઈ વ્યકિત જા આંખોમાં આંખો મિલાવીને વાત કરે છે ત્યારે એ વ્યકિત આપણા માટે બુદ્ધિમાન, ગંભીર, ભરોસાપાત્ર અને ઈમાનદાર જ હોય છે અને તેમની વાતો પર ભરોસો કરવાની ઈચ્છા આપણને થાય જ છે. પણ એ જ રીતે વધુ પડતું નજરેં લડાના હેરાન પણ કરી મૂકે છે.
સર્વેક્ષણમાં વૈજ્ઞાનિકોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે કોઈ વ્યકિત આપણને સતત જાઈ રહી હોય કે આપણે કોઈને એકટક જાઈ રહ્યા હોઈએ તો બંને વ્યકિતની આંખોની કીકીઓ પણ સાથે સાથે જ હિલચાલ કરવા લાગે છે, જાણે કે એકબીજા સાથે ટેંગો કરી રહી હોય. ૧૯૬૦ના દાયકામાં વૈજ્ઞાનિકોએ આંખો પર કરેલા સર્વેક્ષણમાં એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે ‘જ્યારે આપણે ઉત્તેજિત થઈ છીએ કે ચોંકી જઈએ છીએ ત્યારે આપણી કીકીઓ પહોંળી થઈ જાય છે અને આ ઉત્તેજના બૌદ્ધિક પણ હોઈ શકે છે અને શારીરિક પણ. કેટલાક લોકો આ બાબતને યૌન આકર્ષણ સાથે સાંકળી લે છે અને ઈતિહાસમાં પણ એવા દાખલા જાવા મળે છે કે પુરુષોને પોતાની તરફ આકર્ષવા માટે મહિલાઓ પોતાની આંખોને ડાઈલેટ કરતી હતી એટલે કે તેને પહોળી કરવા માટે જાતજાતના જતન કરતી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



