તમે દેશહિતમાં શું કર્યું,ખામોશ રહો તો જ સારું છેઃ બાબુલ સુપ્રિયો

0
5

શત્રુધ્નસિંહાના નિવેદન બાદ કેન્દ્રીય મંત્રીનો પલટવાર
ન્યુ દિલ્હી,તા.૨૦
કોલકત્તામાં ભાજપ વિરોધી આયોજીત મમતા બેનર્જીની રેલીમાં ભાજપના બાગી નેતા શત્રૃÎનસિન્હા પણ પહોંચ્યા હતા અને તેમણે આ રેલીમાં કેન્દ્રની મોદી સરકાર પર નિશાન શાધ્યુ હતું. વડાપ્રધાન મોદી વિરુદ્ધ ભાષણ આપવા પર હવે શત્રુધ્ન સિન્હા નિશાને આવ્યા છે. કેન્દ્રીય મંત્રી બાબૂલ સુપ્રીયોએ તેમના પર નિશાન સાધ્યુ છે.
તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે, શત્રુધ્ન સિન્હા કહી રહ્યાં છે કે, હું જે કંઇ પણ કહું છું, જે કંઇ પણ કરું છું, ભારતની જનતાના હિત માટે છે, દેશ માટે છે, તેમણે વધુમાં લખ્યુ કે, કોઇ તેમને પુછે કે, તેમણે દેશ માટે કહ્યું તો ઘણું છે પરંતુ દેશહિતમાં અત્યાર સુધી શું કર્યું છે. તેથી ખામોશ રહો તો જ સારુ છે. સુપ્રીયોએ આ ટ્‌વીટમાં શત્રુધ્ન સિન્હા, અમિત શાહ, નરેન્દ્ર મોદી સહિતના નેતાઓને ટેગ પણ કર્યા છે.
ઉલ્લેખનિયા છે કે, કોલકત્તામાં વિપક્ષી નેતાઓએ મમતા બેનર્જીના નેતૃત્વમાં ભાજપ વિરોધી રેલીનું આયોજન કર્યું હતું જેમાં ભાજપના સાંસદ શત્રુધ્ન સિન્હા પણ સામેલ થયાં હતા અને પોતાના ભાષણમાં મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY