ફારુક અબ્દુલ્લાના ઘરમાં કાર સાથે ઘૂસણખોરીનો પ્રયાસઃ ડ્રાઇવર ઠાર

0
18

ડ્રાઈવરનું સુરક્ષાકર્મીઓના ગોળીબારમાં મોત નીપજ્યું
જમ્મૂ,તા.૪
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાના ઘરમાં શનિવારે કાર લઈને ઘુસી રહેલા વ્યક્તિને સુરક્ષાબળોએ ઠાર કરી દીધા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, શંકાસ્પદ માણસ મુખ્ય ગેટ સુધી ઘુસવામાં સફળ રહ્યો હતો અને તે અંદર જવાનો પ્રયત્ન કરતો હતો. ત્યારે જ તેને રોકવામાં આવ્યો હતો. તે દરમિયાન તેની સુરક્ષાબળના જવાન સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ડયૂટી ઓફિસરને ઈજા પણ આવી છે.
જમ્મુ ઝોનના આઈજી એસડી સિંહે જણાવ્યું કે, મારવામાં આવેલા વ્યક્તિનું નામ મુરફસ શાહ છે. તે પૂંછમાં રહેતો હતો. મુરફસ વીઆઈપી ગેટથી એસયુવી લઈને જબરજસ્તી ઘુસવાનો પ્રયત્ન કરતો હતો. જોકે તેની પાસેથી કોઈ હથિયાર મળ્યું નથી.
મારવામાં આવેલા યુવકના પરિવારજનો પણ ફારુક અબ્દુલાના ઘરે પહોંચી ગયા છે. યુવકના પિતાનું કહેવું છે કે, તે રાતે મારી સાથે જ હતો અને રોજની જેમ તે સવારે જિમ ગયો હતો. તે ફારુક અબ્દુલાના ઘરે કેવી રીતે પહોંચ્યો તે મને નથી ખબર. પિતાએ ઘરના સુરક્ષાકર્મીઓ પર સવાલ ઊભા કરતા કહ્યું છે કે, જો તે ગાડી લઈને અંદર ઘુસ્યો તો તેની ધરપકડ કરવી જોઈએ. તેની ગાડીમાં કોઈ હથિયાર કે બોમ્બ નહતા. તો તેને મારવામાં કેમ આવ્યો. પરિવારે સેનાની એક્શન સામે ગુસ્સો જાહેર કર્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY