સુરત હિટ એન્ડ રન : ૩ બાઈકને અડફેટે લઇ કારચાલક ફરાર

0
17

સુરત,તા.૨૨
સુરતમાં ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના મોટાવરાછા-ઉત્તરાણને જાડતા ઓવરબ્રિજ પર મોડી રાત્રે એક કાર ચાલક પૂરપાટ ઝડપે જઇ રહી હતી. દરમિયાન કાર ચાલકે ૩ જેટલી બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માત થતા જ ત્રણેય બાઈક પર સવાર ૪ લોકો જમીન પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત બાદ ચાલક કાર છોડી ભાગી છૂટ્યો હતો.
બીજી તરફ સ્થાનિક લોકોએ ચારેય ઇરજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત એટલો ગોઝારો હતો કે ત્રણેય બાઇકોનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. હાલ કાર નંબરના આધારે અમરોલી પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY