અરૂણાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં લાગુ રખાયો છે આ કાયદો
ન્યુ દિલ્હી,તા.૨૩
કેન્દ્રીય ગૃહમંત્રાલ્યે મેઘાલયમાંથી વિવાદાસ્પદ આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (છહ્લજીઁછ)ને સંપૂર્ણરૂપે હટાવી લીધો છે. ઉપરાંત અરુણાચલ પ્રદેશના અનેક ક્ષેત્રોમાં પણ આ એક્ટ હટાવી લેવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત સુરક્ષાદળોને વિશેષ અધિકાર રહેતો હતો, જેનો ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી મેઘાલયના ૪૦ ટકા ભાગમાં આફ્સ્પા લાગુ હતો. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે વાતચીત બાદ મેઘાલયમાંથી છહ્લજીઁછ સંપૂર્ણ રીતે હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રકારે છહ્લજીઁછ હવે અરૂણાચલ પ્રદેશમાં માત્ર ૮ પોલીસ સ્ટેશનો પુરતો જ મર્યાદિત રહેશે. અરૂણાચલ પ્રદેશમાં ૨૦૧૭થી ૧૬ સ્ટેશનોમાં અમલી હતો. ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા અન્ય બે નિર્ણયોમાં પૂર્વોત્તરના ઉગ્રવાદીઓ માટે આત્મસમર્પણ અને પુનર્વસન નીતિ અંતર્ગત મદદની રકમ ૧ લાખથી વધારીને ૪ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ નીતિ ૧લી એપ્રિલ ૨૦૧૮થી લાગુ થશે.
સરકારે વિદેશી નાગરિકોની યાત્રાને લઈને પણ નિર્ણય લીધો છે. સરકારે મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડના પ્રવાસે જનારા વિદેશ્હી પ્રવાસીઓ માટે પ્રતિબંધિત વિસ્તારોમાં પરમિટ અને સંરક્ષિત ક્ષેત્રમાં પરમિટમાં પણ છુટછાટ આપવામાં આવી છે. જા કે આ છુટ કેટલાક દેશો માટે યથાવત રહેશે, જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીનનો સમાવેશ થાય છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં ઉગ્રવાદ સંબંધિત ઘટનાઓમાં ૬૩ ટકા ઘટાડો નોંધાયો છે. ૨૦૧૭માં નાગરિકોના મોતમાં પણ ૮૩ ટકાનો અને સુરક્ષા દળોના જવાનો ઈજાગ્રસ્ત થવાની ઘટનાઓમાં પણ ૪૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૦૦ની સરખામણીમાં ૨૦૧૭માં પૂર્વોત્તરમાં ઉગ્રવાદ સંબંધિત ઘટનાઓમાં ૮૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ૧૯૯૭ની સરખામણીમાં જવાનોના મોતનો આંકડો પણ ૯૬ ટકા ઘટ્યો છે.
આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (છહ્લજીઁછ) ભારતીય સૈન્યને જમ્મૂ-કાશ્મીર અને પૂર્વોત્તરના વિવાદીત વિસ્તારોમાં સુરક્ષા દળોને ખાસ પ્રકારનો અધિકાર આપે છે. આ એક્ટને લઈને ખુબ જ વિવાદ છે અને તેના દુરૂપયોગના આરોપ લગાવીને ઘણા સમયથી તેને હટાવવાની માંગણી પણ થઈ રહી છે.
છહ્લજીઁછના સેક્સન ૪, સુરક્ષાબળોને કોઈ પણ પરિસરમાં તપાસ કરવાનો અને કોઈ પણ પ્રકારના વોરંટ વગર કોઈની પણ ધરપકડ કરવાનો અધિકાર આપે છે. તેવી જ રીતે વિવાદીત વિસ્તારમાં સુરક્ષાબળ કોઈ પણ સ્તરનો બળ પ્રયોગ કરી શકે છે. સંકાના આધારે કોઈ પણ ગાડીને રોકવાનો, તપાસ કરવાનો અને તેને સીઝ કરવાનો સુરક્ષાબળોને અધિકાર હોય છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"