સીઆઈડી ક્રાઈમે મોડી રાત્રે એસપીની ધરપકડ કરી પૂછપરછ આદરી
તોળાતુ સંકટ
ગાંધીનગર,તા.૨૩
બિટકોઈન કેસમાં હમણાં સુધી માસ્ટર માઈન્ડ ગણાતા અમરેલીના પોલીસ સુપ્રીટેન્ડન્ટ જગદીશ પટેલને રવિવારની મોડી રાતે ઝ્રૈંડ્ઢ ક્રાઈમ અમરેલીથી લઈ આવી હતી. સોમવાર સવારથી જગદીશ પટેલની સિનિયર પોલીસ અધિકારીઓ પુછરછ કરી હતી અને અંતે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હમણાં સુધી જગદીશ પટેલ આખી ઘટના માટે પોતાને કોઈ નીસ્બત નથી તેવો દાવો કરી રહ્યા હતા, પરંતુ ઝ્રૈંડ્ઢ ક્રાઈમે ઝડપી લીધેલા પોલીસ ઈન્સપેકટર અનંત પટેલની પુછપરછ કરવામાં આવી હતી જેમાં તેમણે પોતાના એસપી જગદીશ પટેલની સંડોવણી અંગે મહત્વના પુરાવા આપ્યા હતા.
શનિવાર રોજ જગદીશ પટેલને પોતાનો પક્ષ રજુ કરવા માટે ઝ્રૈંડ્ઢ સામે હાજર રહેવાનું કહેવામાં આવ્યુ હતું, પરંતુ તેઓ ગાંધીનગર આવ્યા ન્હોતા જેના કારણે રવિવારની રાતે ઝ્રૈંડ્ઢ ક્રાઈમ અમરેલી પહોંચી હતી તેમને ગાંધીનગર લઈ આવી હતી, સોમવાર સવારથી અનંત પટેલ અને જગદીશ પટેલને સામ-સામે બેસાડી ઝ્રૈંડ્ઢએ પ્રશ્નો પુછયા હતા, સુત્રોની જાણકારી પ્રમાણે જગદીશ પટેલનો ભાંડો ફુટી ગયો છે. ઝ્રૈંડ્ઢ ક્રાઈમના ડીઆઈજી દિપાંકર ત્રિવેદ્દીએ પત્રકારોને જણાવ્યું હતું કે જગદીશ પટેલની હાલમાં પુછપરછ ચાલુ છે, સાંજ સુધી તેમની સત્તાવાર ધરપકડ થાય તેવી સંભાવના છે.
ડીઆઈજી ત્રિવેદ્દીએ જણાવ્યું હતું કે જા આ કેસમાં માસ્ટર માઈન્ડ અનંત પટેલ જ હોત તો તપાસ અહીં પુરી થઈ ગઈ હોત, પણ ખરેખર તેવું નથી આ ઘટના પાછળ બીજા સાતથી આઠ માણસો છે અમારે તેમના સુઘી પહોંચવાનું છે. આ કેસમાં હજી સુધી નલીન કોટડિયાની પુછપરછ થઈ નથી, પરંતુ તેમનું નિવેદન પણ નોંધાવવા માટે તેમને બોલાવવામાં આવશે. ખરેખર બિટકોઈન ગયા ક્્યાં તેની તપાસ માટે ઝ્રૈંડ્ઢ દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી છે, અને ૧૫૦ જીબી ડેટા રીકવર કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ફરાર થયેલા બાકીના પોલીસને ઝડપી લેવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી રહી છે. સુત્રોની જાણકારી પ્રમાણે ઝ્રૈંડ્ઢ દ્વારા બિલ્ડર શૈલેષ ભટ્ટને પણ ઝ્રૈંડ્ઢ ખાતે બોલાવવામાં આવ્યા છે, ઈન્સપેકટર અનંત પટેલ અને શૈલેષ ભટ્ટને પણ સામ-સામે બેસાડી પુછપરછ થાય તેવી શકયતા છે. આ ઉપરાંત ઓળખ પરેડ પણ કરવામાં આવશે, દરમિયાન સુરતના વકિલ કેતન પટેલે પણ અગાઉ ઝ્રૈંડ્ઢને ખોટું નિવેદન આપ્યું હોવાની જાણકારી મળતા ઝ્રૈંડ્ઢ દ્વારા જેલમાં રહેલા કેતનના બે દિવસના વધુ રિમાન્ડ લેવામાં આવ્યા છે. કેતન પટેલ જે ફોનનો ઉપયોગ કરતો હતો તે પડી ગયો તેવો તેનો દાવો હતો પણ ખરેખર તે ફોન ઈન્સપેટર અનંત પટેલનો માણસ લઈ ગયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






