સાધુના વેશમાં ફરતાં ૪ શખ્શોને દોરડાથી બાંધી માર મારતો વિડિયો વાયરલ

0
33

અરવલ્લી,તા.૨૫
મેઘરજ તાલુકામાં તેમજ અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક દિવસથી ૪ સાધુઓના વેશમાં આવેલ શખ્સોને રસ્સીથી બાંધી તેમજ રોડ ઉપર રસ્સીથી બાંધેલી હાલતમાં માર મારતા એક ઈસમ ચારેય સાધુઓને દોરડાથી દોરતો અને મારતો દેખાય રહ્યો હોવાનુ વીડિયો વાયરલ થયો છે જે વીડીયોમાં માર મારનાર ઈસમો નવા ગામનો ઉલ્લેખ કરતા દેખાય રહ્યા હતા જેથી આ વીડિયો તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ વિડિયો ક્યાંનો છે તેની કોઈ પુષ્ટી થઈ નથી.
ચાર વ્યક્તિઓ સાધુના વેશ ધારણ કરેલો હોય તેવું વીડિયોમાં દેખાય છે. સ્થાનિક લોકો ચારેય નકલી સાધુઓ છે અને તેઓ છોકરીઓ ઉઠાવતી ગેંગના સભ્યો હોવાનો આક્ષેપ કરે છે. જેના પગલે સ્થાનિક લોકોએ ચારેય નકલી સાધુઓને દોરડા વડે બાંધીને માર માર્યો હતો. ચારેયને એક જ દોરડાથી બાંધીને ચારેયને મારે છે. બાદમાં બધાનું સરઘસ કાઢે છે અને પહેલો યુવક હાથમાં લાકડી લઇને ચારે નકલી સાધુઓને લાકડી વડે ફટકારે છે. ચારે યુવકો પોતાને છોડવા માટે આજીજી કરે છે પરંતુ યુવક તેમને ઢોર મારી રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY