બેઠક વ્યવસ્થા મુદ્દે ડિસ્ટ્રીક્ટ જજની ચેમ્બર બહાર વકીલોએ રામધૂન બોલાવી

0
6

વડોદરા,તા.૨૫
બેઠક વ્યવસ્થાના મુદ્દે વડોદરા કોર્ટના વકીલો છેલ્લા ૧૦ દિવસથી હડતાળ પર છે. ગુરૂવારે પણ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. અને વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસુમુખ ભટ્ટની આગેવાનીમાં ડિસ્ટ્રીક્ટ જજની ચેમ્બરની બહાર રામધૂન બોલાવી હતી અને વકીલોએ વિશાળ રેલી કાઢીને પોતાના વિરોધ કર્યો હતો.
વડોદરા કોર્ટના વકીલોના મુદ્દે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ૨૮ એપ્રિલના રોજ મિટીંગ બોલાવવામાં આવી છે. જેમાં બેઠક વ્યવસ્થાના મુદ્દે ચર્ચા થશે. અને ૩૦ એપ્રિલે હડતાળ પાડવા માટે વડોદરા વકીલ મંડળે રાજ્યના તમામ વકીલ મંડળોને પત્ર લખ્યો છે, ત્યારે આગામી દિવસોમાં વકીલોનું આદોલન ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY