વરઘોડાની ઈચ્છા અધુરી રહી પણ દલિત યુવકની જાન વાજતે-ગાજતે નીકળી

0
6

અરવલ્લી,તા.૧૩
મોડાસામાં થયેલા દલિત યુવકના લગ્નમાં વરઘોડાને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જેના બાદ બે જૂથ વચ્ચે અથડામણ થતા ૧૦ જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ અરવલ્લીની પોલીસ દોડતી થઈ હતી, અને સમગ્ર ખંભીસર ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બંને પક્ષના આગેવાનોની બેઠક કરાવીને સમસ્યાનુ સમાધાન કરાવ્યું હતું, જેના બાદ સોમવારે રંગેચંગે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરરાજાની જાન નીકળી હતી.
વરઘોડામાં રવિવારની ઘટનાને ભૂલાવીને સ્વજનો નાચતા-ગાતા જાવા મળ્યા હતા. ડીજે સાથે જાન નીકળતા રાઠોડ પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. આમ, બીજા દિવસે પોલીસ બંદોબસ્તમાં વરઘોડો નીકળતા ગામમાં શાંતિનો માહોલ જાવા મળ્યો હતો.
ગામના અન્ય સમાજના લોકો દ્વારા અત્યાર સુધી ગામમાં અનુસુચિત જાતિ સમાજનો કિયારેય વરઘોડો નીકળ્યો નથી તેવું કહી વરઘોડો જે રસ્તે થઇ નીકળવાનો હતો તે રસ્તા મહિલાઓ દ્વારા હાથમાં ભજન કીર્તનનાં સાધનો લઇ રસ્તા વચ્ચે બેસી જઈ વરઘોડો રોકવામાં આવ્યો હતો.
બંદોબસ્ત દરમિયાન ૧૨ મેએ સાંજથી પોલીસ ભજનમંડળી અને વરઘોડામાં સામેલ લોકોને સમજાવતા હતા. આ દરમિયાન ડીવાયએસપી ફાલ્ગુની પટેલ ગુસ્સે થયા હતા અને બેફામ અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ વરરાજાના પરિવારજનોએ ડીવાયએસપી ફાલ્ગુની પટેલ પર ગાળો આપવાનો આરોપ મુકિયો હતો. આ ઘટના બાદ ડીવાયએસપી ફાલ્ગુની પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY