ફરીદાબાદ,તા.૧૩
અસાવટી ગામના એક મતદાન કેન્દ્ર પરના પોલિંગ એજન્ટનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે મતદાન દરમિયાન વોટર્સને પ્રભાવિત કરતો અને ત્રણ-ચાર વખત ઇવીએમમાં પોતે બટન દબાવવાના પ્રયાસ કરતો નજરે પડે છે. ઘટના સામે આવ્યાં બાદ પોલિંગ એજન્ટ વિરૂદ્ધ હ્લૈંઇ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ તેને ફરીદાબાદ જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી જાણકારી મળી. આરોપી એજન્ટને ઓછામાં ઓછી ત્રણ મહિલાઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. વાયરલ વીડિયોમાં પણ દેખાય છે કે પોલિંગ એજન્ટ પહેલાં તક શોધી રહ્યો
આભાર – નિહારીકા રવિયા હોય તેવું લાગે છે. જેવી જ મહિલા મત આપવા માટે જાય છે કે તે તેની પાછળ પાછળ વોટિંગ મશીન સુધી પહોંચી જાય છે. જ્યાં તે અંદર ઈફસ્માં ઈશારો કરે છે અને પાછો સીટ પર આવી બેસી જાય છે. આ રીતે જ ત્રણ મહિલાઓના મતદાન સમયે વોટિંગ મશીનની પાસે પહોંચે છે.
મતદાન કેન્દ્રમાં ઊભેલી એક વ્યકિત એ આ આખી ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. જે પછી અવતાર સિંહ ભડાનાએ બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યાં. તેઓએ કહ્યું કે તંત્ર ગુંડાગર્દી કરી રહ્યુ છે. અમારી સરકારમાં આ પ્રકારની ગુંડાગર્દી નથી થઈ. ભડાનાએ જણાવ્યું કે બડખલ ક્ષેત્રના મેવલા ગામ, નવાદા અને અસાવટીમાં વોટિંગ બૂથ પર ભાજપના લોકોએ હિંસાની સાથે બૂથ કેપ્ચરિંગ જેવી ઘટનાઓ પાર પાડી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




