અરવલ્લી,તા.૨
અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જાવા મળી રહે છે. જીલ્લામાં યુવાનોની સતત હત્યાની ઘટનાઓ બનતા ચકચાર મચી હતી. મોડાસાના સાકરીયા નજીક આવેલી આમંત્રણ હોટલમાં ચોકીદાર તરીકે નોકરી કરતા રણછોડ ભાઈ ખેમાભાઈ વણકરનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી. પરિવારજનોએ હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરતા અને પેનલ પી.એમ.ની માંગ કરતા દોડી આવેલી મોડાસા રૂરલ પોલીસે મૃતદેહને પી.એમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મોડાસાના સાકરીયા ગામના રણછોડભાઈ ખેમાભાઈ વણકર ગામ નજીક આવેલી આમંત્રણ હોટલમાં ચોકીદાર તરીકે ફરજ બજાવી જીવનનિર્વાહ ચલાવતા હતા. શુક્રવારે રાત્રીના સુમારે ફરજપર ગયા બાદ પરિવારજનોએ મોબાઈલ પર સતત સંપર્ક કરતા સંપર્ક ન થતા તેમના મોટો દિકરા લલિતે શનિવારે વહેલી સવારે આમંત્રણ હોટલ પહોંચી તપાસ કરતા આજુબાજુ જાવા ન મળતા હોટલ પાછળ તપાસ કરતા રણછોડ ભાઈનો માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ અને લોહીના ખાબોચિયા મૃતદેહ મળી આવતા હાંફળો ફાંફળો બની પરિવારજનોને જાણ કરતા પરિવારજનો અને ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ચોકીદાર યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા દર્શવાતા ઘટનાના પગલે દોડી આવેલી મોડાસા ગ્રામ્ય પોલીસે મૃતદેહને પી.એમ માટે મોડાસા સરકારી દવાખાને ખસેડી તેમના ભત્રીજા પંકજ ભાઈ મગનભાઈ વણકરની ફરિયાદના આધારે એ.ડી (અકસ્માતે મોતનો ગુનો) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





