ભૂકંપના પગલે લોકો ઘર-ઓફિસ છોડી રસ્તા પર દોડી આવ્યા
ન્યુ દિલ્હી,તા.૨
દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૬.૪ માપવામાં આવી છે. હિંદુકુશ પર્વત પર ભૂકંપનું કેન્દ્ર હિંદુ કુશ હોવાનું જાણવા મળ્યુ છે. ભૂકંપના પગલે લોકો ઘર-ઓફિસ છોડીને ખુલ્લા રસ્તા પર દોડી આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી દ્ગઝ્રઇમાં ૬.૪ની તીવ્રતાના મોટા ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપ ૬.૪ની તીવ્રતાનો અંકિત થયો છે. આ ભૂકંનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનનાં હિંદુકુશ પર્વત શૃંખલામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભૂકંપના પગલે લોકો ડરી ગયા છે, જેના કારણે લોકો પોતાના ઘર-ઓફિસ છોડીને બહાર ખુલ્લા રસ્તા પર આવી ગયા છે. હાલમાં આ ભૂકંપના પગલે કોઇ પણ પ્રકારની જાનહાની કે નુક્સાનની માહિતી સામે આવી નથી.
તમને જણાવી દઇએ કે, જેટલો વધારે રિએક્ટર સ્કેલ પર ભૂકંપ આવે છે તેટલું જ વધારે કંપન આવે છે. જેમ ૭.૯ કિએક્ટર સ્કેલ પર ભૂકંપ આવવાથી બિલ્ડીંગો ધ્વસ્ત થઇ જાય છે. ત્યાં જ ૨.૯ના રિએક્ટર સ્કેલ પર ભૂકંપ આવતા માત્ર થોડીક જ ધ્રુજારી આવે છે.
આભાર – નિહારીકા રવિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




