અરવલ્લી,તા.૩૦
અંગ્રેજાની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવામાં મહત્વનો ફાળો આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી નિર્વાણ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશવાસીઓ શ્રદ્ધા સુમન અર્પણ કરી. નેતાઓ દરેક ભાષણમાં મત મેળવવા તેમને યાદ કરે છે. દરેક સરકારી મોટી ઓફિસો અને અધિકારીઓની કચેરીમાં બાપુની તસવીરો ટીંગાળી સત્ય અને ભ્રષ્ટાચાર વિરોધી હોવાની છબી ઉપસાવવા મથામણ કરતા હોય છે, પરંતુ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મહાદેવગ્રામ (બાકરોલ) ખાતે આવેલા ગાંધીબાપુના સ્મારક મીની રાજઘાટ ગાંધી સ્મારક પ્રચલિત છે. નિર્વાણદિન નિમિત્તે આ સ્થળે જિલ્લામાંથી એકેય અધિકારી કે પદાધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું સુજ્યું ન હતું. જાણે બાપુ એકલા હોય અને બાપુને સ્વાર્થ પુરતા જ યાદ કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો હતો.
મોડાસાના મહાદેવગ્રામ (બાકરોલ) નજીક ડુંગર પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થીનું વિસર્જન કરવામાં આવ્યું છે અને સમાધિ સ્થળ બનાવી મીની રાજઘાટમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. ૧૫૦મી ગાંધી નિર્વાણ દિવસે પૂર્વ સાંસદ ર્ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, સામાજિક કાર્યકર નિલેશ જાશી, જીલ્લા પંચાયત સદસ્ય જશુભાઈ પટેલ, કમળાબેન પરમાર, ભીખુસિંહ પરમાર, હિમાંશુ વ્યાસ અને ચૈતન્ય ભટ્ટ સહીત ગણ્યા ગાંઠ્યા લોકએ પુષ્પાંજલિ અર્પણ કરી તથા શાળાના બાળકોએ ભજન ગાઈ શ્રદ્ધા સુમન અર્પણ કરી હતી. સમયની સાથે અરવલ્લી જીલ્લાના અધિકારીઓ પણ બદલાયા અને બાપુને વિસરી ગયા હોય તેમ શ્રદ્ધાંજલિ અર્પણથી દૂર રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




