શમિતા શેટ્ટીને બાઇકસવારોએ અભદ્ર શબ્દો બોલતા એફઆઈઆર નોંધાઈ

0
286

મુંબઈ,તા.૩૦
ફિલ્મ અભિનેત્રી શમિતા શેટ્ટી એક રોડ અકસ્માતને લઇને અત્યારે ચર્ચામાં છે. આ અકસ્માતમાં ૩ લોકોએ તેને અભદ્ર શબ્દો કહ્યા હતા અને તેના ડ્રાઇવરને માર માર્યો હતો. આ ઘટના મુંબઈનાં થાણેમાં આવેલા વિવયાના માલની પાસે મંગળવારે બની હતી. આ બનાવ શમિતાની કાર સાથે એક બાઇકસવાર ટકરાતા બન્યો હતો. ઉલ્લેખનીય છે કે શમિતા અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે.
મંગળવારનાં બપોરે અઢી વાગ્યે એક બાઇકસવાર શમિતાની કાર સાથે ટકરાતા ઝઘડો થયો હતો. આ દરમિયાન બાઇકસવારનાં બે અન્ય સાથીઓએ શમિતાને અપશબ્દો કહ્યા હતા અને પછી ડ્રાઇવરને માર માર્યો હતો. અભિનેત્રીએ પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. ડ્રાઇવરનાં બાઇકનાં ડિટેલનાં આધારે ત્રણેય આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. ડ્રાઇવરે પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું કે ત્રણેય આરોપીઓએ તેને થપ્પડ મારી હતી અને પછી મારી નાંખવાની ધમકી આપીને ભાગી ગયા હતા.
પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઈપીસીની કલમ ૨૭૯, ૩૨૩, ૫૦૪, ૪૨૭ અને ૩૪ અંતર્ગત કેસ નોંધી લીધો છે. પોલીસે જણાવ્યું કે, “ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને આરોપીનાં વાહનની પણ ઓળખ કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY