બીજિંગ,તા.૩૦
ભારત અને ચીનનાં સૈન્ય આવતી ૧૦ ડિસેમ્બરથી ૧૪-દિવસ સુધી સંયુક્ત લશ્કરી કવાયત યોજશે. આ કવાયત ચીનના ચેંગ્ડુ શહેરમાં યોજવામાં આવનાર છે.
બંને દેશ ત્રાસવાદ સામેની લડાઈમાં એમની ક્ષમતા વધારવા તેમજ પરસ્પર સમજૂતીને ઉત્તેજન આપવા માટે આ લશ્કરી કવાયત સાથે મળીને યોજવાના છે.
આ ૭મી ઈન્ડિયા-ચાઈના જાઈન્ટ મિલિટરી એક્સરસાઈઝને ‘હેન્ડ ઈન હેન્ડ’ નામ આપવામાં આવ્યું છે. બંને દેશના ૧૦૦-૧૦૦ સૈનિકો આ કવાયતમાં ભાગ લેશે. આ કવાયતની વિશેષતા ત્રાસવાદ-વિરોધી કામગીરીઓ રહેશે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં ભારતના સરહદીય સિક્કીમ રાજ્યમાં આવેલા ડોકલામ મામલે ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી અને ૭૩-દિવસ સુધી ચાલેલી મડાગાંઠને કારણે બંને દેશ વચ્ચેની લશ્કરી કવાયત ગયા વર્ષે મોકૂફ રાખવામાં આવી હતી.
બાદમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે આ વર્ષના એપ્રિલમાં વુહાનમાં અનૌપચારિક શિખર મંત્રણા થયા બાદ બંને દેશ વચ્ચેના સંબંધ ફરી સુધરી ગયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



