દુષ્કર્મ કેસ : દાતી મહારાજને રાહત,સુપ્રિમે દખલ કરવાનો ઈન્કાર કર્યો

0
164

ન્યુ દિલ્હી,તા.૨૨
રેપ મામલે સીબીઆઇ તપાસના આદેશ વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયેલા દાતી મહારાજને રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે સોમવારે દાતી મહારાજના મામલે દખલનો ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે દાતી મહારાજના મામલે દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખખડાવવા કહ્યું છે. રેપના આરોપી દાતી મહારાજે દિલ્હી હાઇકોર્ટના ૩ ઓક્ટોબરના આદેશને પડકાર્યો હતો. જેમાં દિલ્હી હાઇકોર્ટે એમના વિરૂધ્ધ રેપ કેસની તપાસ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચથી સીબીઆઇના હવાલે કર્યો હતો.
આપને જણાવીએ કે, ત્રણ ઓક્ટોબરે પીડિતાની અરજી પર સુનાવણી કરતાં દિલ્હી હાઇકોર્ટે આ કેસની તપાસ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી લઇ સીબીઆઇને સોંપવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે સીબીઆઇને ફરીથી તપાસ કરી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવાનો પણ આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે દાતી મહારાજની ધરપકડ ન કરવા મામલે પણ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સામે ટકોર પણ કરી હતી. પીડિતાએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઇ તપાસ અને દાતીની ધરપકડ કરવાની પણ માંગ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY