અસામાજિક તત્વોનો આતંક..!! ગાડીઓના કાચ તોડી નાખ્યા

0
100

ભાવનગર,
તા.૧૯/૦૩/૨૦૧૮

ભાવનગરમાં એકવાર ફરીથી અસામાજિક તત્વોનો ત્રાસ જાવા મળી રહ્યો છે. ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જાવા મળ્યો હતો. રવિવારે મોડી રાત્રે દેસાઈનગરમાં ગાડીઓના કાચ તોડવાની ઘટના બની હતી. આ ઘટનાના પગલે સ્થાનિકોમાં રોષ જાવા મળી રહ્યો છે.

રવિવારે મોડી રાત્રે આશરે ૧૫થી વધુ કારના કાચ પથ્થર મારી અને ઈંટ વડે તોડી પડાયા હતા. ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી ફરિયાદ નોંધી હતી.

જા કે આવી ઘટના વારંવાર બનતા જનતામાં રોષ જાવા મળી રહ્યો છે. ભાવનરના ગુરુ નગર અને ઋષિરાજનગર જેવા વિસ્તારમાં વારંવાર આ પ્રકારના બનાવો બનતા રહે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY