આસામમાં NRCનો ફાઈનલ ડ્રાફ્ટ જાહેરઃ ૪૦ લાખ લોકોની નાગરિકતા ગેરકાયદે જાહેર

0
47

ગુવાહાટી,તા.૩૦
આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સનો અંતિમ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યો છે. નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ દ્વારા જારી કરવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર રાજ્યના ૨ કરોડ ૮૯ લાખ ૮૩ હજાર ૬૭૭ લોકોને કાયદેસરના નાગરિક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ૪૦ લાખ લોકોની નાગરિકતા ગેરકાયદે જાહેર કરવામાં આવી છે.આપને જણાવી દઈએ કે, માન્ય નાગરિકતા માટે ૩ કરોડ ૨૯ લાખ ૯૧ હજાર ૩૮૪ લોકોએ અરજી કરી હતી.
ફાઈનલ ડ્રાફ્ટ મુજબ ૩.૩૯ કરોડમાંથી ૨.૮૯ કરોડ લોકોની નાગરિકતા માટે યોગ્ય ગણવામાં આવ્યાં છે. ૪૦ લાખ લોકોને આ લિસ્ટમાં સામેલ કરવામાં નથી આવ્યાં. એનઆરસીનું કહેવું છે કે આ માત્ર ડ્રાફ્ટ છે. ફાઈનલ લિસ્ટ નથી. જે લોકોના નામ આ લિસ્ટમાં નથી, તેઓ રાજ્યની નાગરિકતાનો દાવો કરી શકે છે. આ પહેલાં ૩૧ ડિસેમ્બરે પહેલો ડ્રાફ્ટ જાહેર થયો હતો, ત્યારે ૩.૨૯ કરોડમાંથી ૧.૯ કરોડ લોકોના નામ સામેલ કરવામાં આવ્યા હતા. હવે આ આંકડો વધીને ૨.૮૯ કરોડ થઈ ગયો છે. એનઆરસીના સંયુક્ત સચિવ સત્યેન્દ્ર ગર્ગે જણાવ્યું કે જે લોકોના નામ પહેલાં ડ્રાફ્ટમાં સામેલ હતા, પરંતુ ફાઈનલ ડ્રાફ્ટમાં સામેલ નથી તેઓ પોતાના નામને સામેલ કરવા માટે અરજી કરી શકે છે. એનઆરસીમાં તે તમામ ભારતીયો નાગરિકોના નામ, એડ્રેસ અને ફોટોગ્રાફ હશે જે ૨૫ માર્ચ, ૧૯૭૧થી પહેલાં આસામમાં રહી રહ્યાં છે.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કાયદા વ્યવસ્થાને બનાવી રાખવા માટે રાજ્યભરમાં સુરક્ષા વધારવામાં આવી છે. સાત જિલ્લાઓ જેવાં કે બારપેટા, દરાંગ, દીમા, હસાઓ, સોનિતપુર, કરીમગંજ, ગોલાઘાટ અને ધુબરીમાં સીઆરપીસીની કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.
આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલએ એનઆરસી ડ્રાફ્ટ જાહેર થવાના છે તેને ધ્યાનમાં રાખીને ઉચ્ચસ્તરિય બેઠક કરી અને અધિકારીઓને સતર્ક રહેવાની સલાહ આપી.
અધિકારીના જણાવ્યા મુજબ આ યાદીમાં જેમના નામ નહીં હોય તેમના દાવાઓને યોગ્ય તક આપવામાં આવશે. હાજેલાએ કહ્યું કે જા વાસ્તવિક નાગરિકોના નામ દસ્તાવેજમાં નહીં હોય તો ગભરાવવાની જરૂર નથી પરંતુ તેમના સંબંધિત દાવા કેન્દ્રોમાં નિર્દિષ્ટ ફોર્મને ભરવા પડશે. આ ફોર્મ ૭ ઓગસ્ટથી ૨૮ સપ્ટેમ્બર વચ્ચે ઉપલબ્ધ હશે.
આસામમાં ઘુસણખોરોને પરત મોકલવા માટે આ અભિયાન લગભગ ૩૭ વર્ષથી ચાલી રહ્યું છે. ૧૯૭૧માં બાંગ્લાદેશના સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન ત્યાંથી પલાયન કરી લોકો ભારત ભાગી આવ્યાં હતા અને અહીં જ વસી ગયા. આ કારણે સ્થાનિક લોકો અને ઘુસણખોરો વચ્ચે અનેક વખત હિંસક અથડામણ પણ થઈ હતી. ૧૯૮૦ના દશકાથી ઘુસણખોરોને પરત મોકલવા માટેનું આંદોલન ચાલી રહ્યું છે.
જાન્યુઆરી માસમાં આસામમાં સરકારના નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સનો પહેલો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. જેમાં ૩.૨૯ કરોડ લોકોમાંથી માત્ર ૧.૯ કરોડને જ ભારતના વૈધ નાગરિક માનવામાં આવ્યાં હતા.
ટીએમસીએ જ્યાં આસામમાં એનઆરસી ડ્રાફ્ટના મુદ્દે લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. તો ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમત બેનર્જીએ કહ્યું કે એનઆરસીના નામે બંગાળીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY