ઘરની અંદરથી એક જ પરિવારના ૭ લોકોની લાશ મળી આવતા ચકચાર મચી

0
46

રાંચી,તા.૩૦
શહેરના એક ઘરમાં સોમવારે સવારે એક જ પરિવારના સાત લોકોની લાશ મળી છે. બે શબ ફાંસી પર લટકેલા મળ્યા. પાંચ શબ પલંગ પર પડ્યા હતા. પરિવાર કાંકે બ્લોકમાં બનેલા ઘરમાં ભાડે રહેતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી. ચાર મહિનાથી મકાનનું ભાડું પણ આપવામાં આવ્યું ન હતું. બની શરે કે આર્થિક મુશ્કેલીઓને કારણે તમામે આત્મહત્યા કરી હોય.
ઘરમાં દીપક ઝાનો પરિવાર રહેતો હતો. મૃતકોમાં દીપક ઝા (૪૫), પત્ની પિંકી ઝા (૪૦), દીપકનો નાનો ભાઈ રૂપેશ (૩૦), દીપકની દીકરી દ્રષ્ટિ (૫), દીકરો જંગૂ (દોઢ વર્ષ) અને વૃદ્ધ માતા-પિતા સામેલ છે. દીપક અને તેના ભાઈ રૂપેશના શબ ફાંસીના ગાળિયે લટકેલા મળ્યા. પાડોશીઓના જણાવ્યા પ્રમાણે, દીપકના દીકરા જંગૂની તબિયત તેના જન્મથી જ ખરાબ રહેતી હતી. પરિવારે જંગૂની સારવાર માટે લગભગ ૨૦ લાખ રૂપિયાનું દેવું કર્યું હતું.
આ પહલા ૧૪ જુલાઈના રોજ હજારીબાગમાં એક જ પરિવારના ૬ સભ્યોનું મોત થઇ ગયું હતું. આ પરિવાર ૭૦ વર્ષીય મહાવીર માહેશ્વરીનો હતો. પોલીસ અત્યાર સુધી આ મામલે એ સ્પષ્ટ નથી કરી શકી કે આ આત્મહત્યા હતી કે હત્યા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY