આ પ્લાન હેઠળ એશિયા,આફ્રિકા,દ.અમેરિકાના દેશોને આર્થિક સહાય અપાશે ચીનના વન બેલ્ટ વન-રોડ પ્રોજેક્ટ સામે ટ્રમ્પે ૬૦ અબજ ડોલરના પ્લાનને લીલીઝંડી આપી

0
195

વાશિંગ્ટન,તા.૧૬
ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટનો મુકાબલો કરવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૬૦ અબજ ડોલરના એક પ્લાનને લીલી ઝંડી આપી દીધી છે.
આ પ્લાન હેઠળ મંજૂર થયેલા ભંડોળમાંથી એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના વિવિધ દેશોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ પ્લાનના ભાગરુપે ધ યુએસ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પ નામની એજન્સીની રચના કરવામાં આવશે.
ટ્રમ્પની આ જાહેરાતને તેમની નીતિઓ કરતા ઉલટી બતાવવામાં આવી રહી છે.ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૫માં ચૂંટણી પ્રચાર દરમિયાન અન્ય દેશોને સહાયતા કરવાની અમેરિકાની નીતિની ટીકા કરી હતી.પ્રમુખ બન્યા બાદ તેમણે વિદેશી સહાયતમાં ૩ અબજ ડોલરનો કાપ મુકી દીધો હતો.
જાકે જે રીતે ચીન એશિયા, આફ્રિકામાં પોતાનુ આર્થિક, રાજકીય અને ટેકનિકલ પ્રભુત્વ વધારી રહ્યું છે તેના કારણે અમેરિકા પરેશાન છે. ચીનના વન બેલ્ડ વન રોડ પ્રોજેકટમાં ૧૦૦થી વધારે દેશોને આવરી લઈને તેમને એક લાખ કરોડ ડોલરની સહાય કરવાનો ટાર્ગેટ છે. અમેરિકાએ તેનો મુકાબલો કરવા નવી એજન્સીની જાહેરાત કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY