મુંબઇ,તા. ૨૦
માચો મૈન સ્ટાર અભિનેતા સની દેઓલની નવી ફિલ્મ ૧૯મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ જારદાર એક્શન પેક ફિલ્મ રહેનાર છે. ફિલ્મને લઇને સનીના ચાહકો ભારે ઉત્સુક છે.સની દેઓલની ફિલ્મની ટક્કર હવે અર્જુન કપુરની સાથે થનાર છે. સની દેઓલની ભૈય્યાજી સુપરહિટ ફિલ્મ ચાહકોને ગમી જાય તેમ માનવામાં આવે છે. રસપ્રદ બાબત એ છે કે આ જ દિવસે અર્જુન કપુર અને પરિણિતી ચોપડાની ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. નમસ્તે ઇંગ્લેન્ડમાં આ બંને કામ કરી રહ્યા છે. આ ફિલ્મ અક્ષય કુમાર અને કેટરીના કેફની સુપરહિટ ફિલ્મ નમસ્તે લંડનની સિક્વલ ફિલ્મ છે. પહેલા આ ફિલ્મને ડિસેમ્બરમાં રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જા કે મોડેથી ફિલ્મની રજૂઆત વહેલી તકે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ડિસેમ્બરમાં કેટલાક મોટા સ્ટારોની ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. જેથી વહેલી તકે આ ફિલ્મને રજૂ કરવામાં આવનાર છે. સની દેઓલની એક્શન ફિલ્મ તમામ ચાહકોને ગમી જાય તેમ માનવામાં આવે છે. અર્જુન કપુરની ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહે છે કે સની દેઓલની ફિલ્મ બાજી મારે છે તે બાબત ઉપયોગી રહેશે. સની દેઓલ હાલમાં કેટલાક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. જેમાં પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ યમલા પગલા દિવાના ફિર સેનનો સમાવેશ થાય છે. જેમાં તેની સાથે બોબી દેઓલ અને ધર્મેન્દ્ર પણ કામ કરી રહ્યા છે. વિતેલા વર્ષોની આ ફિલ્મના ભાગ હિટ રહ્યા હતા. સની દેઓલની ગણતરી બોલિવુડના સૌથી સફળ સ્ટાર તરીકે કરવામાં આવે છે. વર્ષોથી તે સફળ સ્ટાર તરીકે રહ્યો છે. સનીની એક અલગ ઓળખ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




