એશિયા કપ ફાઈનલ : ભારત-બાંગ્લાદેશ વચ્ચે મેદાન-એ-જંગ

0
14

દુબઈ,તા.૨૭
આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈના સ્ટેડિયમમાં એશિયા કપની ફાઈનલ મેચ રમાશે. ભારત સાતમી વાર એશિયા કપના કિંગ બનવા માટે મેદાને ઉતરશે તો બીજી બાજુ પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં પ્રવેશેલ બાંગ્લાદેશ પણ પ્રથમવાર એશિયા કપનો ખિતાબ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.
સુપર -૪ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવ્યુ હતુ. પરંતુ બાંગ્લાદેશને ફાઈનલમાં નબળી ટીમ આંકવી એ ભારતની ભૂલ હશે.
ભારતએ ૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૦-૯૧, ૧૯૯૫, ૨૦૧૦ અને ૨૦૧૬ માં ટ્‌વેન્ટી ૨૦ ફોર્મેટમાં ૫૦ ઓવરના ફોર્મેટમાં આ ટૂર્નામેન્ટ જીતી લીધું છે. ફાઇનલમાં ભારત એશિયા કપ ૨૦૧૬ માં આઠ વિકેટથી બાંગ્લાદેશને હરાવ્યુ હતુ. ૨૦૧૨ માં પણ ફાઈનલમાં પાકિસ્તાન સામે સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
અફઘાનિસ્તાન સામેની છેલ્લી મેચમાં ભારતએ કેપ્ટન રોહિત શર્મા સહિત પાંચ ખેલાડીઓને આરામ આપ્યો હતો અને આ પાંચ ખેલાડીઓ હવે ફાઇનલમાં પાછા ફરશે. રોહિત ઉપરાંત, તેના ઓપનિંગ ભાગીદાર શિખર ધવન, ઝડપી બોલર ભૂવનેશ્વર કુમાર અને બુમરાહ અને લેગ સ્પિનર ચહલને આરામ આપવામાં આવ્યો હતો. લોકેશ રાહુલ, મનીષ પાંડે, દીપક ચહર, સિદ્ધાર્થ કૌલ અને ખાલિલ અહમદ, જેમને અફઘાનિસ્તાનની વિરુદ્ધમાં અજમાવવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY